સતત ચાર રવિવારથી મહાત્મા ગાંધીજીની નિંદા કરનાર તેમજ ગાંધી હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેનારા સાંસદ સાધ્વી પ્રજ્ઞાજી, ધારાસભ્ય ઉષાજી ઠાકુર, આઇએએસ કુ.નિધિ ચૌધરીજીને પૂ.બાપૂ દ્વારા સ્થાપિત ‘નવજીવન પ્રેસ’ના પરિસરમાં 40 ગાંધી સમર્થકો દ્વારા ઉપરોક્ત ત્રણેયને ત્રણ પોસ્ટકાર્ડ લખી તેઓની રાષ્ટ્રપિતા વિષેની ગેરસમજણ દૂર કરવા અને ગાંધી વિચાર જાણવા – સમજવા અપીલ કરાઇ હતી. નવજીવન પ્રેસની મુલાકાત લઇ ગાંધીજીની સ્મૃતિ સંસ્થાનમાં આવી ગાંધી પવિત્રતાની અનુભૂતિ કરવા આમંત્રણ મોકલાયું હતું. તેઓના હ્રદય પરીવર્તન માટે ‘સબકો સન્મતિ દેં ભગવાન’ની સામૂહિક પ્રાર્થના પણ કરવામાં આવી હતી.