સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતા અખંડિતતાના રાષ્ટ્ર ચેતના ભાવને જનજન
સુધી પહોંચાડવા રાજયભરમાં આરંભાયેલી સરદાર
વલ્લભભાઇ પટેલની જીવનની ઝાંખી કરાવતી એકતા યાત્રાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ૫૪૨ ગામ અને મહાનગરપાલિકાના ૬ વોર્ડમાં એકતા
રથયાત્રાનું પરિભ્રમણ થયું હતું જેમાં ૧,૨૨,૨૧૦ લોકો ઉત્સાહભેર જોડાયા. એકતા યાત્રા સાથોસાથ ગામો-
નગરોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ-સમાજ એકતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. એકતાયાત્રાને આજે
છઠ્ઠા દિવસે વિવિધ જિલ્લાઓના ગામો-શહેરોમાં અનેરો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ,
ધારાસભ્યશ્રીઓ અને મેયરશ્રી સહિત પદાધિકારીઓ-અગ્રણીઓએ વિવિધ ગામોમાંથી રથનું સ્વાગત તેમજ
પ્રસ્થાન કરાવ્યું હતું.
અખંડ ભારતના શિલ્પી મહામાનવ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વભરમાં સૌથી ઉંચી વિરાટ
પ્રતિમાનું તેમની જન્મ જયંતિ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કર કમલો દ્વારા રાષ્ટ્રને અર્પણ
થનાર છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે રાજયભરમાં ૧૦ હજાર ગામોમાં એકતા-અખંડિતતાનો
સંદેશ એકતા રથ દ્વારા પહોચાડવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત છેવાડાના વિસ્તાર સુધી સરદાર પટેલના
જીવન સંદેશાને પહોંચાડવામાં આવશે. ગામેગામ વિશાળ જનસમુદાય ઉત્સાહભેર ભાગ લઇ સરદાર
સાહેબના જીવનમાંથી પ્રેરિત થઇ અને દેશનું ગૌરવ વધારવા થપથ લઇ રહ્યા છે.
રાષ્ટ્રની એકતા, અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના એકતાના સંદેશા સાથેની આ યાત્રાના પ્રથમ
તબક્કાના પહેલા છ દિવસમાં જ ૬૩ એકતા રથનું કુલ ૩૪૯૭ ગામો અને મહાનગરપાલિકાના કુલ ૫૫
વોર્ડોમાં ભ્રમણ કરાયું હતું. આ એકતા યાત્રામાં અત્યાર સુધીમાં કુલ ૯ લાખ ૯૧ હજાર ૩૭૫ નાગરિકો-
ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઇને એકતાના સમૂહ શપથ લીધા હતા.