પ્રદીપસિંહને પડતા મૂકી વાઘાણી ગૃહ પ્રધાન બનશે ?

પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર લેવાની થતી હોવાથી તેઓ છેલ્લા બે મહિનાથી પોતાની કચેરીએ નિયમિત આવવાના બદલે ઘરેથી જ મહત્ત્વની હોય એવી કામગીરી કરી શકે છે. છેલ્લી પ્રધાન મંડળની બેઠકમાં તેઓ હાજર તો રહ્યા હતા પણ કચેરીમાં હાજર રહી શકતા નથી. ગૃહ પ્રધાન તરીકે વિજય રૂપાણી તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન શરીરે એકદમ ફીટ હોવા જોઈએ. કારણ કે મુખ્ય પ્રધાનનું હોમ ડિપાર્ટમેન્ટનું મોટાભાગનું કામ ગૃહ રાજ્ય પ્રધાને કરવાનું હોય છે. ભાજપના લડાયક નેતા અને પૂર્વ શિક્ષણ પ્રધાન નલીન ભટ્ટને પણ મોંનું કેન્સર હતું. તેઓ તેમાંથી થોડા વર્ષો બહાર તો આવ્યા હતા પણ કેન્સરે તેમનો ભોગ લીધો હતો. બધા પાસાનો વિચાર કરીને નવા ગૃહ રાજ્ય પ્રધાન તરીકે બીજા નામની વિચારણા શરૂ થઈ ગઈ છે. જેમાં ભાવનગરના ધારાસભ્ય જીતેન્દ્ર વાધાણીનું નામ આગળ છે.

રૂપાણી સરકારમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કેન્સર છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન 27 નવેમ્બર 2018માં થયુ હતુ. પ્રદીપસિંહ જાડેજાને ગળાનું કેન્સર છે. 3 દિવસ સુધી તેમને ICUમાં રખાયા હતા. ઓપરેશન લગભગ 7 કલાક સુધી ચાલ્યું હતું.
72 કલાક સુધી હોસ્પિટલના આઈસીયુમાં જાડેજાને સઘન દેખરેખમાં રખાયા હતા. દેખરેખ બાદ હોસ્પિટલ રજા અમદાવાદની વટવા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમણે બીએસસી (કેમેસ્ટ્રી)નો અભ્યાસ કર્યો છે. 1962માં જન્મેલા જાડેજા કેમિકલ કન્સલ્ટન્સીનો બિઝનેસ કરે છે. તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં GNFCમાં અધ્યક્ષ હતા ત્યારે પણ વિવાદમાં હતાં. તેઓ મૂળ કેશુભાઈ પટેલ અને તેમના જમાઈ મયુર દેસાઈ જૂથના હતાં. હમણાં જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે એવા બિમલ શાહના યુવા મોરચાના સાથીદાર છે. ભાજપના મંત્રી રહી ચૂકેલા અને કેશુભાઈ પટેલની સરકારમાં શ્રમ મંત્રી રહી ચૂકેલા ભરત બારોટ અને કેશુભાઈ પટેલની સરકારના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડયાના ખાસ મિત્ર હતાં. પછી આ બધાથી દોસ્તી તોડીને પ્રદીપસિંહે ભાજપના અમિત શાહ અને વિજયભાઈ રૂપાણી સાથે ઘનિષ્ઠ સંબંધો ઊભા કર્યા હતા અને ગૃહ રાજ્ય પ્રધાન બન્યા છે.