પ્રવાસીઓને આકર્ષતું કચ્છ મ્યુઝિયમ, આવે છે દર વર્ષે લાખો સહેલાણીઓ

કચ્છના ભુજ ખાતે આવેલું ગુજરાતનું પ્રથમ અને સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક માહિતી સંગ્રહ કરવામાં આવી છે. કચ્છ મ્યુઝિયમમાં કચ્છની કલ્ચર અને સાંસ્કૃતિક વારસાને સાચવીને રખાયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યાં છે.
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ જ મોટો જિલ્લો છે. ત્યારે કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓને ગાઈડ તરીકે માહિતી પૂરી પાડી રહ્યું છે. કચ્છના ક્યા વિસ્તારમાં શું જોવા જેવું છે કેવું કલ્ચર છે. કચ્છના ઈતિહાસ સહિતની માહિતી કચ્છ મ્યુઝિયમ પૂરી પાડી રહ્યું છે.
કચ્છ મ્યુઝિયમ હાલમાં ૬ વિભાગમાં કાર્યરત છે. જેમાં કચ્છની પ્રચીન હસ્તકલા, રાજાશાહી સમયનું ચલણ તેમજ હથિયાર પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. પ્રવાસીઓ માટે રાજાશાહી સમયના હથિયાર તેમજ સોના ચાંદીના આભૂષણો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
કચ્છની ભરતકળા કારીગરી જીવંત રાખવા માટે કચ્છ મ્યુઝિયમમાં કચ્છની વિવિધ કલા પ્રદર્શનમાં મુકવામાં આવી છે. કચ્છમાં રહેતા અલગ અલગ સમયના પોષાક-પહેરવેશ તેમજ રહેણીકરણી અહીં કંડારવામાં આવી છે. તો ટીપુ સુલતાન દ્વારા કચ્છના મહારાજને ભેટમાં આપવામાં આવેલ તોપ પણ મ્યુઝિયમાં પ્રદર્શનમાં રાખવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઊભું કરે છે. ત્યારે ગુજરાતને ગૌરવ અપાવે તેવા કચ્છના મ્યુઝિયમમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.