અધ્યાપકોએ સીપીએફનો વિકલ્પ સ્વીકાર્યો હતો તેમને પેન્શન આપવાનો આદેશ વડી અદાલત દ્વારા તા.૨જી મે ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની રીટ પીટીશન પણ રદ કરી દેવામાં આવી છે. આમછતાં સરકાર દ્વારા અધ્યાપકોને આ રકમ ચુકવવામાં આવતી નથી. જેના કારણે હવે અધ્યાપકોએ વડી અદાલતના હુકમનો સરકાર આગામી તા.૧૫મી સુધીમાં અમલ ન કરે તો આંદોલન કરવાની જાહેરાત કરી દીધી છે.
પ્રાધ્યાપકોને પેન્શન આપવાનો આદેશ છતાં અમલ ન થતાં આંદોલન થશે
અધ્યાપકો અને કર્મચારીઓ પૈકી જેઓએ સીપીએફનો વિકલ્પ સ્વીકાર્યો હતો તેઓને પેન્શન ચુકવવુ તેવોઆદેશ હાઇકોર્ટની ડિવીઝન બેંચે આ હુકમ સામે સરકારે રીટ પીટીશન કરી હતી જેને પણ રદ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીથી લઇને શિક્ષણમંત્રી સુધી દરેક સ્તરે રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યુ નથી. મહત્વની વાત એ કે સરકારના લાગતાં-વળગતાં ૨૭ જેટલા અધ્યાપકોને ત્રીજા વિકલ્પની તારીખ વીતી ગયા પછી ગેરકાયદે પેન્શન ચાલુ કરીને પેન્શન આપવામાં આવી રહ્યુ છે. જયારે બાકીના અધ્યાપકોની રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. હાલમાં પેન્શનપાત્ર થતાં અધ્યાપકો અને કર્મચારીઓની સંખ્યા ૫૩૭ જેટલી છે અને મોટાભાગના અધ્યાપકોની ઉમર ૭૫ વર્ષ કરતાં વધારે છે. વર્ષ ૨૦૧૭માં હાઇકોર્ટ દ્વારા ત્રણ માસમાં પેન્શન ચુકવવા આદેશ કર્યો હતો જેને પણ સરકારે સ્વીકાર્યો નથી. આગામી ૧૫ દિવસમાં પેન્શન અંગે હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની ચીમકી અધ્યાપકો દ્વારા આપવામાં આવી છે.