ખુશ્બુની હત્યાની ઘટના પહેલા રવિરાજની પત્ની તેને સતત ફોન કરી ઘરે આવવા કહી રહી હતી, અને રવિરાજ પોતાની પત્ની પાસે જવા માટે તૈયાર થતાં અત્યંત પઝેસીવ થઈ ગયેલી ખુશ્બુએ રવિરાજને રોકવા માટે તેની ઉપર ત્રણ ગોળી ચલાવી દીધી હતી.
આ મામલે તપાસ કરી રહેલી રાજકોટ પોલીસે એક એક નાની નાની ઘટનાનો અભ્યાસ શરૂ કર્યો જેમાં જાણકારી મળી કે રવિરાજ અને ખુશ્બુ છેલ્લાં નવ મહિનાથી પ્રેમમાં હતા, જેના પુરાવા રૂપે પોલીસને રવિરાજ અને ખુશ્બુને વોટસઅપ ચેટ અને કેટલાંક ફોન રેકોર્ડીંગ પણ મળ્યા હતા., રવિ અને ખુશ્બુ પ્રેમમાં છે તેવુ સમગ્ર પોલીસ સ્ટેશન જાણતુ હતું રવિ અને ખુશ્બુનો કોમન મિત્ર એએસઆઈ વિવેક કાછડીયા હતો., વિવેકને ખુશ્બુ ધર્મનો ભાઈ માનતી હતી, વિવેકની પત્ની ગીતા પણ તેમની મિત્ર બની ગઈ હતી, થોડા દિવસો પહેલા રવિ-ખુશ્બુ અને વિવેક-ગીતા સાથે ગોવા અને મુંબઈ ફરવા ગયા હતા, આ વખતે રવિની પત્નીના સતત ફોન આવતા હતા, રવિની પત્ની જયારે પણ ફોન કરે ત્યારે ખુશ્બુ ગુસ્સે થઈ જતી હતી અને તારી પત્ની કેમ ફોન કરે છે તે મુદ્દે રવિ અને ખુશ્બુ વચ્ચે ઝઘડો થઈ જતો હતો આ ઘટના સાક્ષી તરીકે વિવેક અને ગીતા હતા.
આમ ખુશ્બુ કોઈ પણ ભોગે રવિરાજને પોતાની પાસે રાખવા માગતી હતી, પણ બીજી તરફ રવિરાજના ઘરે આ સંબંધની ખબર પડી જતા તેમના ઘરે ઝઘડો શરૂ થઈ ગયો હતો. ઘટનાના ત્રણ દિવસ પહેલા રવિરાજના પોલીસ પિતાએ પણ રવિને ઠપકો આપી આ સંબંધનો અંત આણવા જણાવ્યુ હતું કારણ રોજ પોલીસ સ્ટેશનની નિકળી રવિરાજ ખુશ્બુના ફલેટ ઉપર જતો હતો તેની જાણકારી તેમને મળી હતી રાતના રવિના પિતા અથવા પત્ની ફોન કરે તો રવિ તેમના ફોન ીસીવ કરતો ન્હોતો, તેવા સંજોગોમાં તેઓ પોલીસ સ્ટેશન ફોન કરતા અને પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસવાળા ખુશ્બના ઘરે આવી પિતા અથવા પત્નીનો ફોન હતો તેવો સંદેશો આપે ત્યારે રવિરાજ રાત્રે પોતાના ઘરે જતો હતો.
ત્રણ દિવસ પહેલા રવિરાજને પિતાએ ઠપકો આપતા રવિરાજે પોતાના ઘરે જવાનું બંધ કરી દીધી હતુું અને તે ખુશ્બુ સાથે રહેલા વાગ્યો હતો, પણ બનાવના દિવસે રવિરાજની પત્ની સતત ફોન કરી રહી હતી, જો કે રવિરાજ તેના ફોન ઉપાડી રહ્યો ન્હોતો, પણ આ મુદ્દે રવિ અને ખુશ્બુ વચ્ચે તકરાર થઈ હશે તેવુ પોલીસ માને છે, પોલીસને ઘટના સ્થળેથી રવિનો ફોન મળ્યો તેમાં રવિની પત્નીના એનેક મીસ્ડ કોલ હતા, પોલીસ માને છે કે આ તબ્બકે રવિએ ઘરે જવાની વાત કરી ખુશ્બુ ઉશ્કેરાઈ હશે, ખુશ્બુએ પોતાની પીસ્તોલ કાઢી અને લોડ કરી પણ રવિ માનતો હશે કે ખુશ્બુ તેને ગોળી નહીં મારે, રવિની નજર બાલ્કની તરફ હતી ત્યારે અત્યંત પઝેસીવ થઈ ગયેલી ખુશ્બુએ રવિની પીઠ હતી ત્યારે તેની ઉપર ધડાધડ ત્રણ ગોળીએ ચલાવી તેમાં એક ગોળી કાનના પાછળના ભાગે વાગી અને બે મીસ ફાયર થયા હતા.
ગોળી વાગતા રવિ ત્યાં જ ઢળી પડયો અને દશ્ર્ય જોતા ખુશ્બુ હેબતાઈ ગઈ અને રવિના માથામાંથી વહી રહેલા લોહીને રોકવા તેણે ઓશીકુ લઈ તેના માથા ઉપર મુકયુ પણ તેમાં તે સફળ થઈ નહીં, પોતાની ભુલ સમજાઈ પણ ત્યારે મોડુ થઈ ચુકયુ હતું અને ફસડાઈ પડેલા રવિના ખોળામાં માથુ મુકી તેણે ચોથી ગોળી પોતાને મારી લીધી હતી, આમ આખી ઘટનાનો કરૂણ અંત આવ્યો હતો રવિના પિતા પોલીસમાં હતા અને તેઓ પોતાના પુત્ર રવિને ઘરની જવાબદારી સોંપી સ્વૈચ્છીત નિવૃત્તી લેવાના હતા પણ રવિની વિદાય પછી હવે તેમને નોકરીના બાકીના વર્ષો પણ નોકરી કરવી પડશે કારણ હવે ઘરમાં કમાનારૂ કોઈ નથી, રવિની બે વર્ષની દિકરી પોતાનો પપ્પાનો ચહેરો ઓળખી શકે એટલી સમજદાર થાય તે પહેલા તેના પપ્પા ચાલી નિકળ્યા