ફરી એક વખત અયોધ્યા કાંડ થશે ?

1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાંથી કૂચ શરૂં થઈ છે. જેમાં સારી એવા સંખ્યામાં લોકો અયોધ્યા જવા નિકળ્યા છે.
21 ઓકટોબરનાં રોજ આંતરરાષ્‍ટ્રીય હિંદુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્‍વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્‍યા કુચ રવાના થશે અને તા.23નાં રોજ અયોઘ્‍યામાં વિશાળ હિંદુ સંમેલન યોજાશે. આ કુચ અયોઘ્‍યામાં ભવ્‍ય રામમંદિર તાત્‍કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવેલ છે. આ કુચમાં અમરેલીમાંથી રામભકતો આં.રા. હિન્‍દુ પરિષદનાં સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં મંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં રાષ્‍ટ્રીય બજરંગદળનાં મંત્રી નિતીન વાડદોરિયા, અમરેલી જિલ્‍લા મંત્રી દિલીપભાઈ બામટા, રાષ્‍ટ્રીય કિશાન પરિષદનાં મંત્રી મજબુતસિંહ બસીયા વિગેરે શનિવારે લખનૌ કુચમાં જોડાવા માટે રવાના થશે. આ સૌને અમરેલી જિલ્‍લાનાં કાર્યકર્તાઓએ વિદાય આપી અને રામમંદિરનાં નિર્માણમાં સહભાગી થવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

યોજીએ શું કહ્યું હતું

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં યોજાઈ રહેલી ચૂંટણીઓમાં રામ મંદિરનું નિર્માણ રાજકારણનો મુદ્દો બની રહ્યો છે, ત્યારે આ મુદ્દાને લઇ ભાજપના એક મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન આપ્યું છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક કાર્યક્રમમાં જણાવ્યું, “રામ મંદિર બનીને જ રહેશે”.
અયોધ્યામાં આયોજિત કરાયેલા મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવ કાર્યક્રમમાં CM યોગીએ કહ્યું, “રામ મંદિરનો મામલો સમાધાનની તરફ છે અને અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે”.

આ દરમિયાન યોગીએ સવાલ કર્યા કે, સંતોને મંદિરના નિર્માણને લઇ સંદેહ શા માટે થઇ રહ્યો છે ?. આ મંદિરનું નિર્માણ સમગ્ર ભારતની ભાવના છે.

તેઓએ જણાવ્યું, “રામ મંદિરના નિર્માણનો હલ જરૂરથી આવશે, સંત સમાજ ધૈર્ય રાખે. જે લોકો ભગવાન રામની જન્મભૂમિના આંદોલનનો વિરોધ કરતા હતા, તેઓના મો માંથી મંદિરની વાત બહાર આવી રહી છે. આ એક કાવતરું પણ હોય શકે છે, આ બાબતે ચેતવીને રહેવું જરૂરી છે.

CM યોગીએ અયોધ્યાના વિકાસ અંગે જણાવ્યું, “અયોધ્યાનો વિકાસ એ પ્રમાણે થવો જોઈએ કે જેન દુનિયા જોવે. થાઇલેન્ડના રાજા પોતે તેઓને ભગવાન રામના વંસજ બતાવે છે. ત્યાના રસ્તાઓનું નામ પણ ભગવાન રામના નામ પર છે. આજે બહુમતી ધરાવતા લોકોની ઈચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર બને”.
આ પહેલા સોમવાર સવારે યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં દલિતોને આરક્ષણ આપવા માટેની માંગ ઉઠાવી હતી. તેઓએ જણાવ્યું, “જે પાર્ટી ભારતીય જનતા પાર્ટીને દલિત વિરોધી ગણી રહ્યા છે, તેઓ આ યુનિવર્સિટીમાં દલીતોને આરક્ષણ અપાવી શક્યા નથી”.

16 એપ્રિલ 2018માં ભાગવતે શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અયોધ્યાના મંદિર-મસ્જિદનો વિવાદ ફરી ઉખેડ્યો હતો અને કહ્યું કે રામ મંદિરને ભારતમાંના મુસ્લિમોએ તોડ્યું નહોતું.

ભાગવતે મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના દહાણુમાં વિરાટ હિન્દુ સંમેલનમાં બોલી રહ્યા હતા.

એમણે કહ્યું કે, ભારતમાં વસતા મુસ્લિમોએ રામ મંદિરનો નાશ કર્યો નહોતો. ભારતીય નાગરિકો આવું કરે નહીં. વિદેશી તત્વોએ ભારતમાંના મંદિરોનો નાશ કર્યો હતો. એમનો ઈરાદો ભારતીયોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાનો હતો.

ભાગવતે કહ્યું કે રામ મંદિર ફરી બાંધવાની દેશની જવાબદારી બને છે. મંદિર જ્યાં હતું એ જ સ્થળે ફરી બંધાવું જોઈએ. અમે એને માટે લડી લેવા તૈયાર છીએ. જો રામ મંદિર અયોધ્યામાં ફરી બંધાશે નહીં તો આપણી સંસ્કૃતિનાં મૂળ ઉખડી જશે.
અયોધ્યાની વિવાદાસ્પદ જગ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી 5મી ડિસેમ્બરના રોજ આખરી સુનાવણી થવાની છે. તેવામાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર મામલે મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે કે, રામ જન્મભૂમિ ઉપર માત્ર રામ મંદિર જ બનવું જોઈએ. ટુંક સમયમાં રામ મંદિર ઉપર ભગવો ઝંડો ફરકતો પણ જોવા મળશે. મોહન ભાગવતે રામ મંદિર મામલે કરેલા નિવેદન બાદ તેના અલગ અલગ તારણો કાઢવામાં આવી રહ્યા છે. કર્ણાટકના ઉડ્ડપીમાં ચાલી રહેલી ધર્મસંસદમાં મોહન ભાગવતે રામ જન્મભૂમિ અંગે આ નિવેદન આપ્યું હતું. ધર્મસંસદે 1 વર્ષની અંદર જ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
ધર્મસંસદમાં આરએસએસ પ્રમુખે કહ્યું હતું કે, રામ મંદિર ઉપર ટુંક સમયમાં એક ભગવો ઝંડો ફરકવાનો છે. રામ મંદિરના સ્થળ ઉપર રામ મંદિર સિવાય અન્ય કોઈ બાંધકામ થઈ શકે નહી. આ સાથે ભાગવતે ગૌરક્ષાની પણ તરફેણ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, લોકોએ ગૌરક્ષા સક્રિય રૂપે કરવી પડશે. જો ગૌહત્યા ઉપર પ્રતિબંધ લાદવામાં નહી આવે તો આપણે શાંતિથી જીવી શકશું નહી. એક તરફ 5 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ મામલે છેલ્લી સુનાવણી થવાની છે. તેવામાં મોહન ભાગવતનું નિવેદન મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.
અયોધ્યા મુદ્દે થોડા દિવસો અગાઉ જ આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરની પહેલ ઉપર વાતચીત કરવામાં આવી હતી. જોકે, મોહન ભાગવતે રવિશંકરની દરમિયાનગીરી મુદ્દે આજે કહ્યુ હતું કે, શ્રી શ્રી એ આ મામલે વચ્ચે પડવું જોઈએ નહીં. આ ઉપરાંત શિયા વકફ બોર્ડે પણ અયોધ્યા વિવાદનો અંત લાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શિયા વકફ બોર્ડે કહ્યું હતું કે, લખનઉમાં મસ્જિદ અને અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવે. વિવાદથી બચવા માટે મસ્જિદનું નામ મસ્જિદ એ અમન આપવું જોઈએ. બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યું હતું કે, અયોધ્યાની વિવાદાસ્પદ જગ્યા ઉપર રામ મંદિર બનાવવાની છુટ અપાશે તો હિન્દુ અને મુસ્લિમો વચ્ચેની તકરારનો કાયમીપણે અંત આવી જશે. જો કે આ પ્રસ્તાવને સુન્ની વકફ બોર્ડે ખારીજ કરી દીધો હતો અને કહ્યું હતું કે, શિયા વકફ બોર્ડનો દાવો નકલી છે.