ફળો ન પાકવા દે તેવો ખતરનાક વાયરસ

અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે  પાકતા નથી. આ ગ્રીન ફળોને  લીધે ભારે નુકશાની અમેરીકાના ખેડૂતોને થઈ રહી છે ત્યારે સરકારે યુદ્ધના ધોરણે આ  જીવાત માટે યોજના ધડી છે.  આખા દેશમાં જયા એસી૫ી નથી ત્યાં સાયટ્રસ ફળોની હેરફેર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.  સરકારને અત્યાર સુધીમાં ૪૦૦ મીલીયન ડોલરનો ખર્ચ થઈ ચૂકયો છે જોયું એક નાનકડી જીવાત શું કરે શકે છે ? ગુજરાતમાં આ વાયરસ આવે તો શું થાય. કેરી, ચીકુ, કેળા, જામફળ, બોર, દાડમ તેવા પાકોમાં ભારે નુકસાન કરી શકે છે.