ફાસ્ટ ટેગથી 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ બચશે

અને પ્રદૂષણમાં 20 ટકાનો થશે ઘટાડો  25/11/2019

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) 520 ટોલ પર ફાસ્ટ ટેગથી 70 લાખ વાહનચાલકોને રોજના લગભગ 3.50 લાખ કલાકની બચત થશે. આ સિવાય દર વર્ષે લગભગ 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ પણ બચશે અને પ્રદૂષણમાં 20% ઘટાડો થશે.

દેશભરમાં એનએચએઆઈના 537 ટોલ છે, જેમાંથી 17 કાર્યરત થયા નથી. જેથી 520માં એક લેન સિવાય બધાં પર ફાસ્ટેગ શરૂ થવા જઈ રહ્યું છે. આ લેનમાંથી ફાસ્ટેગ વિનાના વાહન એટલે કે કેશ આપનાર વાહન પસાર થશે. કેશ માટે માત્ર એક જ લેન હોવાની લાંબી લાઈન લાગવી નિશ્ચિત છે.
1 ડિસેમ્બરથી 520 ટોલ પ્લાઝા ફાસ્ટેગ ફરજિયાત છે.આખા વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું ફ્યુઅલ બચશે.દર વર્ષે પ્રદૂષણમાં 20 ટકા ઘટાડો થશે.70 લાખ વાહનોનો 3 મિનિટનો સમય બચી જશે.ટોલ પર વાહન દીઠ સરેરાશ 4 મિનિટ લાગે છે. આ રીતે ટોલ પર રોજના 4.66 લાખ કલાક બરબાદ થઈ રહ્યા છે. ફાસ્ટેગ પછી આ સમય માત્ર 1 મિનિટનો થઈ જશે. 70 લાખ વાહનોનો 3-3 મિનિટનો સમય બચી જશે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એસકે મિત્તલે જણાવ્યું કે ટોલ પર થતાં ટ્રાફિક જામને કારણે દર વર્ષે આશરે 1 લાખ કરોડ રૂપિયાનું ફ્યુઅલ બરબાદ થાય છે. ફાસ્ટેગથી તે ઘટીને 25 હજાર કરોડ રૂપિયા થઈ જશે. આ રીતે લગભગ 75 હજાર કરોડ રૂપિયાની બચત થશે. 30 નવેમ્બર સુધી એનએચએઆઈ દ્વારા ફાસ્ટેગ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને 150 રૂપિયાનું રિચાર્જ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ફાસ્ટેગથી ચૂકવણી કરવા પર 2.5 ટકા કેશબેક પણ મળશે.

ટોલથી એક વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયા વસૂલશે.દેશમાં નેશનલ હાઇવેની લંબાઈ 1.40 લાખ કિમી છે અત્યારે 24,996 કિલોમીટર હાઇવે પર લેવામાં આવી રહ્યો છે ટોલ ટેક્સ
ફોર-વ્હીલ અને બસ-ટ્રકો માટે જુદા જુદા ફાસ્ટેગ છે.જો ફાસ્ટેગ વગરની ગાડી ફાસ્ટેગની લાઇનમાં આવે તો ડબલ ટોલ લેવામાં આવશે.એક વર્ષમાં 24.396 હજાર કરોડ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, 30 હજાર કરોડનો ટાર્ગેટ છે.આ રાજ્યોના ટોલ પ્લાઝામાં પણ ફાસ્ટેગ શરૂ થશે.માર્ગ પરિવહન મંત્રાલયે અનેક રાજ્યો સાથે કરાર કર્યા છે. જે અંતર્ગત અહીંના કેટલાક ટોલ પર 1 ડિસેમ્બરથી ફાસ્ટેગની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, તામિલનાડુ અને પંજાબમાં પણ ટૂંક સમયમાં તેની શરૂઆત થશે.