લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા વાંધાજનક 687 પેજને ઓપન પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. તેની સામે ભાજપના સૌથી વધું ફેક ફેસબુક પેઝ જોવા છતાં તેમની સામે કોઈ પગલાં લીધા નથી. એ વતાવે છે કે ભારતની ચૂંટણીમાં ફેસબુકનો અત્યંક ખરાબ રોલ સમે આવ્યો છે અને ભાજપને ચૂંટણી જીતવા માટે મદદ કરી રહી હોવાનું તેના પરથી ફલીત થાય છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કોંગ્રેસનો મહત્વનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના હતા તેના આગલા દિવસે જ ફેસબુકે આ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના પણ અનેક પેજનો સમાવેશ થાય છે.
સોશ્યલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિત વ્યવહારને કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલા આ પેજીસને રિમુવ કરવામાં આવ્યા છે. ફેસબુકે સંભવતઃ પહેલી વાર આ પ્રકારની એક્શનની ભૂમિકા ભજવી છે, જ્યારે કોઈપણ મોટી રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા પેજીસને હટાવ્યા હોય. ફેસબુકે સ્પષ્ટ કહ્યું કે આ પેજીમાં તેમને પ્રકાશીત કરાયેલી સામગ્રીને બદલે તેમને અન ઓથેન્ટીક બિહેવિયર એટલે કે અપ્રામાણિક જાણકારીને કારણે હટાવાયા છે. ભારતમાં દુનિયાના સૌથી વધુ 30 કરોડ ફેસબુક યુઝર્સ છે. ફેસબુકે કહ્ કે તેણે પોતાની તપાસમાં જાણ્યું કે લોકોને ફેક એકાઉન્ટ્સ બનાવ્યા છે અને અલગ અલગ ગ્રુપ્સથી જોડાયેલા કોન્ટેન્ટને ફેલાવ્યા છે અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનો કામ કર્યું છે. ફેસબુકે કહ્યું કે આ ફેક પેજીસમાં લોકલ ન્યૂઝ ઉપરાંત મુખ્ય દળ ભાજપ અને પીએમ મોદીની આલોચનાઓ કરવામાં આવતી હતી. ફેસબુકના સાઈબર સિક્યૂરિટી પૉલીસીના હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું, લોકોને પોતાની ઓળખ છૂપાવીને આ કામ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ અમે પોતાની તપાસમાં મેળવ્યું કે આવા પેજીસ કોંગ્રેસની આઈટી સેલથી લોકો સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે આ એકાઉન્ટ્સનું કન્ટેન્ટ નહીં પરંતુ અપ્રામાણિક વ્યવહારને પગલે હટાવાયા છે.