ફેસબુક પર નગ્ન ફોટા મંગાવ્યા ને પછી બ્લેકમેલ કરી રૂ.50 હજાર પડાવ્યા

એન્જીનિયરનું ભણતાં યુવાન સાથે ફેસબુક ઊપર યુવતીનાં નામે ચેટીંગ કર્યા બાદ તેના ન્યુડ ફોટા મેળવી લીધા હતા. બાદમાં યુવાનને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રુ.50 હજાર જેટલી રકમ પડાવી લીધી હતી.

એક મોટી વીજ કંપનીમાં આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતો યુવાન વર્ષ ૨૦૧૧માં ભણતો હતો એ સમયે ફેસબુક ઊપર સંજય શાહ નામનું એકાઉન્ટ ધરાવતો હતો. એક યુવતી સાથે ફેસબુક પર પરીચય કેળવાયો હતો. જે આગળ વધતાં સંજય શાહનાં નામે બનાવેલાં એકાઉન્ટમાંથી યુવાને પોતાનાં ન્યુડ ફોટાં તેને મોકલ્યાં હતાં.

ગભરાઈ ગયેલાં યુવાને એ મનસુરી શબ્બીરહુસેન નામનાં બેંક એકાઉન્ટમાં 15 હજાર જમા કરાવ્યા હતા.

અનુષ્કા શર્મા, શિવાની શાહ, મહેરખાન અને નિશા શાશહ જેવા આઈડી પરથી મેસેજા કરી ફરી ધમકીઓ આપવા લાગ્યા હતાં. ગેમની ચીટસનાં રૂપમાં નાણાં માંગ્યા હતાં. બ્લેકમેલરે તેને ચીટસ વેચવાવાળાનાં નંબર આપ્યા હતા. જેનાં ઉપર સંપર્ક કરી એન્જનિયર યુવાનને પાલડી ખાતે મળવા બોલાવી ત્યાં પણ રૂપિયા પડાવ્યા હતાં.

ફરીથી ઝેડ.બી.ખાન નામનાં યુઝરે તેનો સંપર્ક સાધી ધમકીઓ આપતાં એન્જનિયરે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. સ્માર્ટ ફોન, સ્માર્ટ એલ.ઈ.ડી કે લેપટોપ જેવાં સાધનોને હેક કરીને હેકરો કેમેરા અને માઈકનાં ઊપયોગથી અંગત વિડીયો પણ બનાવી લેતાં હોય છે.