વિશ્વની સૌથી મોટી ગણાતી સોશિયલ મીડિયા કંપનીએ ફેસબુકમાં તમારો ડેટા ગુપ્ત નથી. એક મોટા ખુલાસામાં એવી વિગતો બહાર આવી છે કે ફેસબૂકે તેના લાખો યૂઝરોની ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવેલ છે.કોન્ટ્રાક્ટ પર કામે રાખેલા નોકરિયાતોએ ફેસબૂકની જાસૂસીનું આ કામ કર્યુ હોવાનો પણ ખુલાસો થયો છે.
ફેસુબુકે પણ સ્વીકાર્યુ છે કે કંપનીએ ઓડિયો ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી પણ હવે આવું નહીં કરે. કંપનીએ કહ્યું કે ગૂગલ અને એપલની જેમ અમે એક અઠવાડિયા પહેલાં જ ઓડિયાના હ્યુમન રિવ્યૂ બંધ કરી નાખ્યા છે. ફેસબૂકનો દાવો છે કે કંપનીએ ગૂગલના વોઇસ સર્ચ જેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચકાસવા ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી.
યૂઝરના ઓડિયો ડેટાને ટ્રાન્સક્રીપ્ટ કરવાના આરોપ સબબ વિશ્વની સૌથી મોટી ટેક કંપની એમેઝોન, એપલ વગેરે સાણસામાં લેવાઈ છે. માર્ક ઝુકરબર્ગે અમેરિકાના સેનેટર ગેરી પીટર્સને વર્ષ 2018ની એપ્રિલના રોજ યોજાયેલી એક સમિટ માં કહ્યું હતું કે અમે માઇક્રોફોનથી રેકોર્ડ થયેલા ડેટાને સાંભળીને તેનો જાહેરાતના સંદર્ભમાં ઉપયોગ કરતા નથી.
કંપનીએ અમેરિકાના સાંસદો સામેની સુનાવણીમાં એકરાર કર્યો હતો. જેમણે વોઇસ ડેટાના રિવ્યૂની પરવાનગી આપી હોય, ફેસબૂક માત્ર એવા યૂઝર્સનો ડેટા જ સંગ્રહ કરે છે