બટાટામાં સતત 4 વર્ષથી મંદી આવતાં ખેડૂતો દેવાદાર બન્યા

સમગ્ર દેશમાં બટાટાની વેફર માટે બટાટાનો પાક ઉગાડતાં ડિસાના ખેડૂતો આફતમાં આવી પડ્યા છે. છેલ્લાં 4 વર્ષથી બટાટા પકવતાં ખેડૂતો નુકસાની વેઠી રહ્યાં છે. ડિસેમ્બર 2019માં બટાટાના ભાવ ચારથી એક રૂપિયે કિલો થઈ ગયો છે. નવા બટાટાનો પાક બજારમાં આવતાં જ ભાવ ગગડી ગયા છે. ગયા વર્ષના 4 લાખ કટ્ટા હજુ તો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા છે, તેથી નવા વટાટા ક્યાં રાખવા તે ખેડૂતો અને વેપારીઓ માટે મુશ્કેલ બની ગયું છે. રોજના 7 હજાર કટ્ટા બજારમાં આવી રહ્યાં છે.

બટાટાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં બટાટાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક મહિનામાં બટાટાના ભાવમાં સતત ઘટાડો થવાના કારણે જે વેપારીઓએ મોંઘા ભાવે બટાટા ખરીધ્યા હતા તેવા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

30 લાખ બોરી

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 30 લાખ કરતા પણ વધારે બટાકાની બોરીઓ સ્ટોરેજમાં પડેલી છે. ડિસેમ્બર મહિનામાં સ્ટોરેજમાંથી બટાટા ખાલી કરવાના હોય છે. ગયા મહિના સુધી બટાટાની બિલ્ટી 1000 થી 1100 રૂપિયે જતાં વેપારીઓને રાહત થઈ હતી. પરંતુ છેલ્લાં એક માસમાં બટાટાના ભાવ તળીએ બેસી જતા 500 થી 700 બિલ્ટી છે. બનાસકાંઠા જિલ્લામાંથી રોજ 400થી વધારે ટ્રક બટાટા તમિલનાડુ, કર્ણાટક, આંધ્રાપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં મોકલાય છે.

2014થી પડતી

2014માં બટાટાના ભાવ ગગડીને રૂ.1000 થઈ ગયા હતા.  છેલ્લાં ચાર વર્ષથી બટાટામા આવેલી મંદીનાં કારણે વેપારી અને ખેડૂત દેવાદાર બની ગયા છે.

ગુજરાત સરકારે અગાઉ બાટાટા માટે સહાય જાહેર કરી હતી. તેની રકમ પણ ઘણાં ખેડૂતો અને વેપારીઓને મળી નથી. 1 કિલો વેચાતા બટાટાની વેફર રૂ.100ના એક કિલોના ભાવે વેચવામાં આવી રહી છે. તેથી ઘણાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વટાટાની વેફર બનાવવાની તૈયારીઓ કરી છે. જો આમ થશે તો 20 રૂપીયે કિલો વેફર મળી શકે તેમ છે. રૂપાણી સરકાર વાયબ્રંટ ગુજરાતમાં જલસા કરી રહી છે અને ઉત્તર ગુજરાત તથા ગાંધીનગરમાં ખેડૂતો પરેશાન છે.

19 જુલાઈ 2017માં એક બોરીમાં 50 કિલો બટાટાના વેપારીઓ 3 થી 4 રૂપિયામાં એક કિલો આપે છે. ડીસામાં પાંચ કરોડ બોરી બટાટાનું ઉત્પાદન થયું હતું. એક કિલો બટાટા રાખવાનું કોલ્ડ સ્ટોરેજનું ભાડું 1.60 રૂપિયા થાય છે. ગુજરાત સરકારે ખેડૂતોને દરેક બોરી પર 50 રૂપિયાની મર્યાદામાં સબસીડી આપવાની જાહેરાત કરી હતી.

ડિસાની આસપાસ 200 જેટલાં કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં 50 કિલોની એક એવી 20 લાખ ગુણો સંગ્રહ કરેલી હોય છે. 2016માં 66170 હેક્ટર જમીનમાં બટાટાનો પાક લેવાયો હતો, જ્યારે 2017માં 78089 હેક્ટર જમીનમાં બટાટાની ખેતી થઇ હતી. 2016-17 માં ડીસા સહિતના આસપાસના 66,160 હેકટરમાં કુલ 19,85,100 મેટ્રીક ટન બટાકાંનું ઉત્પાદન નોંધાયું હતું.