બનાસકાંઠામાં નેતાઓ ખતમ થયા અને ભ્રષ્ટાચાર વધ્યો

બનાસકાંઠા ભાજપના ભ્રષ્ટાચારનો ગઢ બની ગયો છે. કેન્દ્ર સરકારને કોલસા રાજ્ય પ્રધાન અને બનાસકાંઠા ભાજપના નેતા હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. તે અગાઉ અહીં ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને ભાજપના મંત્રી શંકર ચૌધરી સામે પણ રૂ.2000 કરોડના ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે હરી ચૌધરી સામે રૂ.2 કરોડની લાંચ લેવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે. 2017માં પૂર આવ્યું હતું ત્યારે પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. અહીંની બનાસડેરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ છે.

આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ભાજપના મંત્રી શંકર ચૌધરી સામે રૂ. 2000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. હવે ગુજરાતના સમાજમાં જ્ઞાતિવાદ ઊભો કરી ભાગલા પાડો અને રાજ કરોની શંકર ચૌધરીની કુનીતિ પણ જાહેર કરી છે. સમાજ જીવનના પ્રતિષ્ઠિત લોકોનું જાહેર જીવન ખતમ કરીને પોતાના કહ્યાગરા વહેંતીયા લોકોને કઈ રીતે મોટા બનાવ્યા હોવાથી ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે.

જે પ્રમાણિક વ્યક્તિઓ બનાસકાંઠામાં હતા તેવા 350 લોકોની કારકીર્દી ખતમ કરી દેવામાં આવી છે. તેમના સ્થાને કહ્યાગરા લોકો આવતાં તેઓ ભ્રષ્ટાચાર કરવા દે છે અને કરે છે. ભ્રષ્ટાચાર કરવામાં મદદ કરે છે.

કોને કઈ રીતે ખતમ કરાયા ?

લીલાધરને ખતમ કરવા કારશો

ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના ઉભરતા નેતા દિલીપ લીલાધર વાઘેલાને જિલ્લા પંચાયતની ચૂંટણી લડાવી તેમના સાથેના ઉમેદવાર પોપટજી ઠાકોરને આર્થિક મદદ કરી અને ઠાકોર સમાજમાં લીલાધરભાઈ સામે નવી નેતાગીરી ઉભી કરનાર કેશાજી ચૌહાણ, મેરૂજી ધુખ, કરશનભાઈ વાઘેલા, શાન્તુભા વાઘેલાને સામસામે લાવી ઠાકોર સમાજમાં ભાગલા પડી દીધા છે.

માળી સમાજને અંદર લડાવી માર્યો

માળી સમાજમાં બાબુલાલ માળી, મગનલાલ માળી, દાનાભાઈ માળી, અનિલ માળીનું રાજકીય નીકંદન કાઠી પરીવાર- પરીવારની સામેસામા લાવી દીધો બાબુલાલ માળી સામે તેમના ભાઈના દીકરાને લાવીને બાબુભાઈને બેસાડ્યા અને માળી સમાજમાં ભાગલા પાડ્યા છે. જાગીદાર સમાજમાં મગનસિંહ વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા, મફાજી, ભારતસિંહ ભટેસરીયા, સુખદેવસિંહ સોઢાને સામસામે લાવી જાગીરદાર સમાજના ભાગલા પાડ્યા છે. રાજપુત સમાજમાં ગજેન્દ્રસિંહ રાણા, દિલીપસિંહ, ગુમાનસિંહ, રણજીતસિંહ, ઈશ્વરસિંહ, હેમાભાઈ, એલ.કે.બારડ, જવાનસિંહ સોલંકી, રામસિંહ પરમાર, મધુસુદનસિંહને સામસામે લાવી રાજપૂત સમાજના ભાગલા પાડ્યા છે.

રબારી સમાજને ભાજપના નેતાઓએ ખતમ કર્યો

બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજ એક લાકડીયો તાર કહેવાતો, આખો સમાજ ગોવાભાઈ કહે તેમ કરનારો સમાજ હતો, ગોવાભાઈને મિત્ર બનાવી તેમના પીઠમાં ખંજર ભોકી તેમના સામે તેમના અંગત માણસો એવા માવજીભાઈ બાબુભાઈ દેસાઈને હાથ ઉપર લઈ ગોવાભાઈને માર્કેટમાંથી કાઢી માવજીભાઈ દેસાઈને ચેરમેન, બાબુભાઈને બનાસ બેંક ડિરેક્ટર તથા જીગર દેસાઈને બનાસ બેંકના વાઈસ ચેરમેન તથા જોરાભાઈ દેસાઈનુ ફોર્મ રદ્દ કરાવી ક્રોગ્રેસ જિલ્લાના ઉપપ્રમુખ અમરતભાઈને સંઘના ચેરમેન બનાવી બધાજ રબારી આગેવાનોને જેમાં રાણાભાઈ દેસાઈ અમરતભાઈ દેસાઈ જેવા જુના ભાજપી અને સંઘના આગેવાન સામે પણ બધાને અંદરો અંદર ઝઘડાવવાનું ચાલુ કર્યું હતું. બનાસડેરીની ચૂંટણીમાં માવજીભાઈ દેસાઈના પૈસાનો ઉપયોગ કરો જોરાભાઈ દેસાઈ સામે ચૂંટણી લડાવી રબારી સમાજના ભાગલા પાડ્યા છે.

પાટીદાર સમાજના નેતાઓને વેરવિખેર કર્યા

પાટીદાર સમાજના મોવડી હરજીવન પટેલ, માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી જેવા સીધા માણસની ટીકીટ કાપી અને ખેતીવાડી માર્કેટના ચેરમેન તરીકે તેમની જગ્યાએ ભગવાનદાસ પટેલને બનાવ્યા ,બાદમા ભગવાનભાઈ પટેલને ઘેરભેગા કરી જોઈતાભાઈ શેઠને બનાવ્યા, બાદમા જોઈતાભાઈ શેઠને ઘેરભેગા કરી હરજીવન પટેલને બનાવ્યા, હવે આ હરજીવનભાઈ પટેલને જોઈતાભાઈ ધારાસભ્ય સાથે ગઠબંધન કરી કોગ્રેસનો ટેકો લઈ રાજીનામુ અપાવી તેમના ગોધા પરિવાર બુટલેગર અને દારૂનો ધંધો કરી જેલભેગા કરનાર અને બ્રામણ સમાજની દીકરીને ભગાડી જનાર તેમનાભાઈ ભુરાભાઈને ચેરમેન બનાવ્યા હતા.

ચૌધરી સમાજના નેતાઓને ખતમ કર્યા

બનાસકાંઠામાં સહકાર ક્ષેત્રે જેમને ખૂબ મોટો ભોગ આપ્યો અને જો શંકરભાઈને બનાસ બેંકના ચેરમેનના બનાવ્યા ન હોત તો આજે બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ હોત તેવા અણદાભાઈના ભોગને ભૂલી જઈ અણદાભાઈના ખાસ માણસ ઈશ્વર તથા ડાયાભાઈ પિલીયાતરને હાથ ઉપર લઈ અણદાભાઈની સહકારી કારકિર્દીને નુકશાન કરવામાં કાંઈ પાછુ વળી જોયુ નથી. બનાસકાંઠા ચૌધરી આગેવાનો હરીભાઈ ચૌધરી, પરથીભાઈ ભટોળ, પરબતભાઈ પટેલ, માવજીભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, દલસંગભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, અણદાભાઈ પટેલ, હરજીવનભાઈપટેલ, જે.કે.પટેલ, વસંતભાઈ ભટોળ, કેશરભાઈ પટેલ, શિવાભાઈ પટેલ, વિરજીભાઈ પટેલ આ તમામને સામસામે લાવી ચૌધરી સમાજના ભાગલા પાડ્યા છે. જે બધા હવે શંકર ચૌધરી સામે છે.

વગદાર અને સમજુ દલિત નેતાઓને બાજુ પર મૂકી દીધા

દલિત સમાજના આગેવાન પ્રહલાદ પરમાર, એન.પી.રાઠોડ, દુધાભાઈ પરમાર, સી.એન.પરમાર અને વિજય ચક્રવતીને પણ અંદરોઅંદર લડાવી સમાજના ભાગલા પાડ્યા છે. પાલનપુર માર્કેટયાર્ડમાં કાંગ્રેસના પ્રદેશના મંત્રી વિરજી જુડાળને ટેકો કરી ભાજપની પેનલ અને માર્કેટ પૂર્વ ચેરમેન પરથીભાઈ લોહને કાઢનાર તથા ફતાભાઈ ધારિયાને હરાવનાર તથા 2016ની ચૂટણીમાં બનાસડેરીની જેમ જ મતપેટીઓ બદલાવી ફતાભાઈ ધરિયાને જીતાડ્યા અને વીરજી જુડાલને ઘર ભેગા કરાવી ચૌધરી સમાજના ભાગ પાડ્યા છે.

આમ આ શંકર ચૌધરીએ પોતાનુ રાજ ચલાવવા સમાજ-સમાજના ભાગલા પાડ્યા છે. ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોની નીતિ હતી, હવે ભાજપની નીતિ છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આમ જેઓ વર્ષો સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હતા તેમની કાર્કિર્દી ખતમ કરીને કહ્યાગરા લોકોને બેસાડી દીધા જેના કારણે સમગ્ર બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. માત્ર હરી ચૌધરી કે શંકર ચૌધરી સુધી તે હવે સમિતિ રહ્યો નથી.

(દિલીપ પટેલ)