બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપના સાંસદ હરીભાઈ ચૌધરી અને શંકર ચૌધરી સામ સામે વ્યૂહરચના ગોઠવી રહ્યાં છે. જેના કારણે ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી ચિંતિત છે. આ કારણસર તેઓ પાલનપુરમાં થોડો સમય પહેલા લાંબું રોકાણ પણ કરી આવ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી હારી જતાં તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. આવો પ્રચાર તેમને સમર્થક કરી રહ્યાં છે. ભાજપ પ્રમુખ ભાજપના અન્યા લોકોની જેમ હરીભાઈ ચૌધરી અને શંકર ચૌધરી એમ બન્નેને મળ્યા પણ હતા.
બનાસકાંઠા જઈને જીતેન્દ્ર વાઘાણીએ ભાજપને નુકસાન કરી રહેલા અને ફાયદો કરી રહેલાં લોકોનો બારીકાઈથી અભ્યાસ પણ કર્યો છે. હરીભાઈ ચૌધરીની હવે ઉંમર થઈ છે અને તેઓ હવે કામ કરી શકે તેમ નથી તેથી તેમને ટિકિટ આપવી ન જોઈએ એવું શંકર ચૌધરીના સમર્થકોએ પ્રમુખને ઠસાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી હરાવવા માટે ભાજપના નેતાઓ એક બીજા સામ સામે થઈ ગયા છે.
શંકર ચૌધરીએ બનાસકાંઠામાં ચૌધરી વાદ શરૂ કર્યા છે. તેની સામે હરી ચૌધરીએ પણ ચૌધરી વાદ ચલાવીને શંકર ચૌધરીને હરાવવા માટે પુરો પ્રયાસ કરીને ગેનીબેન ઠાકોરને મદદ કરી હતી. જેનાકાણે શંકર ચૌધરીએ વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો. શંકર ચૌધરી બનાસ ડેરી અને મેડિકલ કોલેજમાં ચૌધરી વાદ ચલાવી રહ્યાં હોવાથી બીજા 22 સમાજ પણ તેમની સામે પડેલાં છે. હરી ચૌધરી પણ બનાસ ડેરાના રાજકાણમાં સક્રિય થવા માંગતા હતા. તેથી શંકર ચૌધરીની રાજકીય મહત્વકાંક્ષા પર બ્રેક આવે તેમ હતી. પણ હવે લાંચ કાંડમાં હરી ચૌધરીનું નામ ખૂલતાં મુશ્કેલી સામે આવી છે. શંકર ચૌધરીના સમર્થકો વિધાનસભાની ચૂંટણી પહેલાં શંકર ચૌધરીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે એવી હવા પણ બનાસકાંઠામાં ફેલાવી હતી. જેના કારણે ભાજપના નેતાએ ગેનીબેન ઠાકોરને જીતવા માટે તમામ મદદ કરી હતી. ફંડ અને વાહનો પૂરા પાડ્યા હતા. રાજકીય મદદ કરવા માટે એક કંટ્રોલ રૂપ પણ શરૂ કરાવી આપ્યો હતો. તો વળી પહેલાં ડેરીમાં રહી ચૂકેલાં એક સહકારી આગેવાને શંકર ચૌધરીને હરાવવા માટે મોટું ફંડ આપ્યું હતું.
શંકર ચૌધરીએ જેટલું ખર્ચ ચૂંટણી લડવા માટે કર્યું હતું તેનાથી વધું ખર્ચ તેમને હરાવવા માટે વિરોધીએઓ કર્યું હતું. આમ બનાસકાંઠામાં રાજકીય મહત્વકાંક્ષાએ ભાજપને મોટો ફટકો માર્યો છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ રાજકીય યુદ્ધથી દૂર થઈ ગયા છે. તેથી તેઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરતાં નુકસાન વધારે કરે એવું જણાઈ રહ્યું છે.
હરી ચૌધરીનું CBI ના અધિકારી પાસેથી લાંચ લીધી હોવાનું નામ ખૂલી જતાં તેમને આ વખતે હવે ટિકિટ આપવામાં નહીં આવે એ નક્કી થઈ ગયું છે. તેથી શંકર ચૌધરીને અથવા લાલીધાર વાઘેલાને ટિકિટ આપવામાં આવે એવી ગણતરી મૂકવામાં આવે છે.
(દિલીપ પટેલ)