બળાત્કારનાં કેસમાં ફરાર માધવરાય મંદિરનાં મહંતે કર્યું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

ચાર મહિનાથી બળાત્કારનાં કેસમાં ફરાર એવા ગીર સોમનાથના પ્રાચીન માધવરાય મંદિરના મહંત પોલીસ સમક્ષ સરન્ડર થયા છે. આ મહંતની પોલીસે બળાત્કારનાં કેસમાં ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા જગવિખ્યાત માધવરાય મંદિરના મહંત રિશીગિરી બાપુ આખરે સુત્રાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતાં. રિશીગીરી બાપુ સામે 28 જૂન 2018 રોજ પ્રાચીની એક મહિલાએ બળાત્કાર ગુજાર્યાની સુત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી મહંત ફરાર હતા. પરંતુ આજે ચાર માસ બાદ મહંત સુત્રાપાડા પોલીસમાં હાજર થયા છે.
રિશીગીરી બાપુએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું તે પહેલા તેને મીડિયા સમક્ષ નિવેદન આપતા પોતાના બચાવમાં કહ્યું કે પીડિત મહિલાએ કોઈના દબાવમા આવી મારા પર બળાત્કારની ફરિયાદ નોંધાવી મેં પીડિત મહિલાના પૂર્વ પતિને નોટબંધી સમયે 5 લાખ રૂપિયા નવી નોટો માટે આપ્યા હતા અને તેણે મને અઢી લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂપિયા અઢી લાખ માટે મેં દબાણ કર્યું હતું, જેથી પણ મારા પૈસા પરત આપવા ન પડે તે માટે મારા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
હાલ તાલાલા સીપીઆઈએ મહંત રિશીગિરીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે અને હવે તપાસ પૂર્ણ થયા બાદ સચ્ચાઈ શું છે તે બહાર આવશે