બળાત્કાર કેસમાં ભાજપના નેતા ભાનુશાળની ધરપકડ કેમ થતી નથી 

સુરતની 21 વર્ષની ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરતી યુવતી ઉપર બળાત્કાર કરવાના કેસમાં જયંતી ભાનુશાળી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની પૂછપરછ માટે હાજર થવા પોલીસે વોરંટ બજાવ્યું હતું. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જયંતિ ભાનુશાળી હજુ સુધી 26 જૂલાઈ 2018 સુધીમાં સુરત પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેમણે જવાબ આપ્યો નથી. તેને એવો ભય છે કે, તેની ધરપકડ કરી લેવામાં આવશે. તેથી તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેમ છતાં સુરત પોલીસ જયંતીભાઈ ને પકડવા માટે પૂરતાં પગલાં ન ભરતી હોય એવું જોવા મળ્યું છે.

ભાનુશાળીનું લોકેશન ટ્રેસ કેમ નથી થતું

ભાજપના નેતા જયંત ભાનુશાળીના ફોન લોકેશન પોલીસ શોધી શકી નથી. તે હાલ અત્યારે ક્યાં ફરી રહ્યો છે તેની ભાળ મેળવવા માટે મોબાઈલ ફોન પોલીસ ટ્રેસ કરી શકી નથી. પોલીસ સામાન્ય ગુનેગારના તમામ ફોન ટ્રેસ અને ટેપ કરતી હોય છે. જે એક ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા પોલીસના જાસૂસો દ્વારા ગુનેગાર વ્યક્તિઓ દ્વારા હિલચાલ પર નજર રાખવામાં આવતી હોય છે. ફોન પણ ટેપ કરવામાં આવતા હોય છે.

ભાનુશાળીની તપાસ કરતા પોલીસ અધિકારીની બદલી કેમ કરી દેવાઈ

જયંતિ ભાનુશાળી સામે બળાત્કારના આરોપની તપાસ કરી રહેલાં બહાદુર પોલીસ અધિકારી લીના પાટીલની એકાએક બદલી કરી દેવામાં આવી છે. તેઓ સુરતમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા. આ બળાત્કાર કેસની તપાસ કરવા માટે એક મહિલા પોલીસ અધિકારીના નાતે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ ઊંડાણથી તપાસ કરી રહ્યા હતા. તમામ હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. યુવતી ઉપર બળાત્કાર કરવાના જે આરોપ મૂકવામાં આવ્યા હતા એ ભાનુશાળીને પકડી લેવા માટે તમામ પ્રયત્નો તેઓ વ્યક્તિગત રીતે કરી રહ્યા હતા. અચાનક જ તેમની બદલી કરી દેવામાં આવી છે. લીના પાટીલ ડીસીપી છે. નેતા ભાનુશાળીની બળાત્કાર કેસમાં તપાસ કરી રહ્યા છે. એમની બદલી એકાએક કેમ કરવામાં આવી આવી હતું.  એક વાત નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે કોઈ ગુનામાં સંડોવાય છે ત્યારે પોલીસ અધિકારીઓ જ્યારે કડક વલણ અપનાવતા હોય છે, ત્યારે તેની બદલી કરી દેવામાં આવતી હોય છે. સાચા પોલીસ અધિકારીઓ તેમાં ભોગ બની જતા હોય છે.

કોંગ્રેસના નેતાની સેક્સી સિડિમાં પણ પીડિતાનું નામ

congresslogo.com

28 મે 2018ના રોજ સુરતની બળાત્કાર પીડિતાને એક સેક્સ સિડિમાં તપાસ કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું હતું.  ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ મૂકરનાર પીડિતા કોંગ્રેસના અગ્રણી કાછડીયાની સીડી ઉતારીને તેને બ્લેકમેલ કરવા ખંડણી વસૂલવાનો કેસ નોંધાયો હતો. જેના અનુસંધાનમાં નામ પણ હતું. તેમને અને પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થવા માટે સમન્સ પાઠવ્યું હતું પરંતુ તે હાજર થઇ ન હતી. બે મહિના પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચે કાછડિયા સીડીકાંડમાં તપાસ માટે બોલાવી પણ તે હાજર ન થતાં ફરીથી સમન્સ આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ પીડિતા નિવેદન આપવા આવી ન હતી. ત્રીજી વખત એને સમન્સ પાઠવવામાં આવશે એવું પોલીસે જાહેર કર્યું છે. પોલીસે જ્યારે સમન્સ અંગે પિડિયાની માતાનો સંપર્ક કર્યો ત્યારે તેની માતા એવું કહ્યું હતું કે પુત્રી બહારગામ હોવાથી એ આવી શકે એમ નથી. આમ કહીને સેકન્ડમાં નિવેદન આપવાનું કાઢવામાં આવ્યું હતું.

વિડીયો કોણે ઉતાર્યો તે પોલીસ શોધી શકતી નથી

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભાનુશાળીએ જે યુવતી ઉપર બળાત્કાર કર્યો હોવાનું કહેવાય છે તે બળાત્કારની ઘટનાનો વિડીયો પણ ભાનુશાળી ઉતાર્યો હતો એવું પીડિતા કહે છે. તો આ વિડીયો ઉતારનાર એ માણસો કોણ હતા. તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી. ભાનુશાળીની કામલીલાની વીડીયો ક્લીપ ઉતારનાર કોણ હતો બજારમાં કઈ રીતે ફરતી થઈ તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. તેથી તે વિડિયો કોણે ઉતાર્યો એ શોધી કાઢવું અત્યંત જરૂરી છે. વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે મોબાઇલ કેમેરાથી શૂટ કરાયું હતું અને આ મુદ્દે જયંતિ તથા પિડિયાના મોબાઈલ ફોન કબજે લઈને તેની તપાસ કરવા માટે ગાંધીનગરની એફ.એસ.એલ.ની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. આ ક્લિપ સાથે ચેડાં થયા છે કે નહીં તે પણ અત્યંત ગંભીર ગણવામાં આવી રહ્યા છે. કારણ કે યુવતીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો છે. વિડીયો સાથે ચેડા હતા કે કેમ તે તપાસવામાં આવશે. તે બાબતે એફ.એસ.એલ.માં તપાસમાં બહાર આવશે. તો ત્યારે જાણવા મળશે કે જ્યારે આ વીડિયો ઉતારનાર કોણ હતા એનું નામ જાહેર થાય

પ્રિયા કોણ છે

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સાથે પિડિતાની ઓળખ કરાવનારી યુવતી કોણ છે, તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પીડિતાએ તેની ફરિયાદમાં એવું કહ્યું છે કે ફેશન ડિઝાઈનીંગનો કોર્ષ કરવા માટે એડમિશન જોઈતું હતું અને એ માટે જયંતી ભાનુશાળીની લાગવગથી એડમિશન મેળવવા માગતી હતી. પીડિતા અને પ્રિયા મહેરાએ તે માટે ભાનુશાળીની મુલાકાત કરાવી હતી. પિયા મેરા કોણ છે અને એને ભાનુશાળી સાથે કેવા પ્રકારના સંબંધો હતા તે હજી સુધી શોધી શકાયું નથી. જયંતિ ભાનુશાળી સાથે પરિચય કરાવનાર પ્રિયા મહેરા કે મેર પોતે કોંગ્રેસના નેતા કાછડીયાની સેક્સ સીડીમાં સંડોવાયેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે સીડીકાંડમાં સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. તે એક જ વ્યક્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ આ અંગે હજુ સુધી કોઇ કડી શોધી શકી નથી. પ્રિયા ની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા પીડિતાને બોલાવવામાં આવી હતી. જોકે તેણે વકીલ આવવાનું ટાળ્યું હતું.

ભાજપના નેતા છબીલ પટેલને પણ ઓડિયો વાયરલ થઈ

કચ્છના રાજકારણમાં વર્ચસ્વ જમાવવા માટે બે નેતાઓનું આ રાજકીય યુદ્ધ હોવાનું સાબિત કરવા માટે પ્રયાસો હાથ ધરીને આ માત્ર હની ટ્રેપ છે એવું સાબિત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ભાજપમાં એકબીજાના હરીફ અને રાજકીય દુશ્મન એવા છબીલ પટેલ અને જય ભાનુશાળી વચ્ચે રીતસરનું યુદ્ધ ખેલાય રહ્યું છે. છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં 25 જુલાઈથી વાયરલ થઈ છે. જે ઓડીયોમાં છબીલ પટેલ ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે તેવું સ્પષ્ટ સંભળાય છે. આ વાતચીતમાં જયંતિ ભાનુશાળી રાજકારણ છોડી દે એવું છબીલ કહી રહ્યાં છે. તે શિવાય મારે કંઈ જોઈતું નથી. આજ પછી રાજકારણ નામ ન લે. છબીલ પટેલની 17 મીનીટ લાંબી વાતચીત છે. જેનો ઉલ્લેખ કરવામાં આવે છે અંગે જયંતિ ભાનુશાળી સાથે બેઠક કરીને સમાધાન માટેની છબીલ પટેલ તૈયારી બતાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે તે અંગે છબીલ પટેલે સત્તાવાર રીતે પોતે છે એવું જાહેર કર્યું છે. જે વાતચીત છે નરોડા પોલીસ સ્ટેશન અને જયંતીભાઈ ફરિયાદ નોંધાવી તે પૂર્વે ના અરસાની છે. તેઓ પોલીસ અધિકારી એસ ટી પટેલ સાથે વાતચીત થઈ હતી કારણ કે તે સમયે કોઈ મનીષા નામના બહેનની માતા મારી પાસે આવી હતી. તેમને સીડીનો ઉલ્લેખ કર્યો હતો. એટલે કે ભાનુશાળી અને મારી વચ્ચે વ્યક્તિગત રીતે ભલે મતભેદ હોય. પરંતુ તે સમયે ભાનુશાળી ભાજપના ઉપાધ્યક્ષ હતા. તેથી ભાજપની બદનામી ન થાય તે માટે મેં આ અંગે જેની સાથે ફોન પર વાતચીત કરી હતી. તેના દ્વારા જે અંગેની જાણકારી પહોંચાડીને સમાધાનકારી રસ્તો નીકળે તેવા પ્રયાસ અંતર્ગત ફોન કર્યો હતો.

કચ્છ ભાજપના બે કટ્ટર હરીફોની એક બેઠક અમદાવાદમાં મળી હતી

કચ્છના બે નેતા કે જે રાજકીય રીતે એકબીજાને ખતમ કરવા માટે મેદાને પડયા હતા. અમદાવાદમાં એક પોલીસ અધિકારીની દરમિયાનગીરીથી બેઠક મળી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ રસ્તો નીકળી શક્યો ન હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેઠક મળી હતી. આ બંને નેતાઓ વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયત્નો કરાયા હતા. પરંતુ જે શરતો મૂકવામાં આવી હતી તે શરતોના કારણે બેઠક પડી ભાંગી હતી. રાજકારણમાંથી સ્વૈચ્છિક રીતે ક્યારેય નહી થાય તેથી આ બેઠક પડી ભાંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઠકના અંતે ગાળાગાળી પણ થઈ હતી. જે હવે પોલીસ તપાસમાં બહાર આવશે. રાજકીય નેતાઓ કોણ હતા અને શા માટે મળ્યા હતા તે અંગે પોલીસ શોધી રહી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કચ્છમાં શા માટે જઈ રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીના નેતા જયંતી ભાનુશાળી બળાત્કારના ગુનામાં ફસાયા બાદ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી 27 જુલાઈ 2018ના રોજ કચ્છમાં વન મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે. તે પહેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયંતીની ધરપકડ પોલીસ કરે તેવું દબાણ વધી રહ્યું છે. જોકે આ કેસમાં ભીનું સંકેલવા માટે ભાજપ અને ભાજપની સરકાર દ્વારા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. એ માટે પોલીસ અધિકારીઓની બદલીઓ પણ કરી દેવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની ધરપકડ ન થાય તો સરકાર માટે કાળી ટીલી ગણવામાં આવે છે. ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. પોલીસ ભાનુશાળીને શોધી રહી છે, પરંતુ પકડી શકતી નથી. કારણકે ભાનુશાળી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ પ્રકરણમાં ભાજપનું આંતરિક રાજકારણ પણ હોવાનું ધીમે ધીમે બહાર આવી રહ્યું છે ત્યારે હવે ભાનુશાળીની જેમ બને તેમ ઝડપથી ધરપકડ થાય તે માટેનો પ્લાન ગોઠવવામાં આવી રહ્યો છે.