બસપાના પ્રમુખ નેહાએ કહ્યું દારુના અડ્ડા બંધ કરાવો, ગણેશોત્વમાં પોલીસે કર્યું પણ ખરું

છોટાઉદેપુર નગપાલિકાના ગુજરાતનાં એક માત્ર બહુજન સમાજ પક્ષના પ્રમુખ નેહા જયસ્વાલે પોલીસને કહી દીધું હતું કે જન્માષ્ટમી, તાજીયા અને ગણેશોત્વમાં શાંતિ જોઈતી હોય તો દારૂના અડ્ડા બંધ કરાવો. છુટથી દારુ મળે છે. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાની જાહરીમાં તેમણે અધિકારીઓને 19 સપ્ટેમ્બર 2018ના રોજ કહ્યું હતું જેની અસર પણ થઈ છે. ગણેશ ઉત્સવ પૂરો થયો અને ક્યાંય જાહેરમાં દારુ મળતો ન હોવાથી ક્યાંય ધમાલ કે છેડતી પણ થઈ ન હતી. દારૂડીયાઓ જાહેરમાં દારુ પીને આવવાની હિંમત જ ન કરી હતી. જો આમ દરેક સ્થળે રાજકારણીઓ દારૂના અડ્ડા બંધ કરાવે તો દારુ બંધ થઈ જાય તેમ છે. પણ ધારાસભ્યો દારૂના અડ્ડા બંધ કરાવતાં નથી કારણ કે તેમને તેમાંથી હપતો મળતો હોય છે. એક મહિલા પ્રમુખે હિંમત બતાવી અને અધિકારીઓને કહી દીધું હતું કે પોલીસને હપ્તા મળે છે એટલે દારુ મળે છે. તે બંધ કરાવવામાં આવે. પોલીસે તેમ જ કરવું પડ્યું હતું. જો કે એક રાજકારણી દ્વારા સરકારી સત્તાવાર બેઠકમાં આવી હપ્તાની વાત થતાં પોલીસ અધિકારીઓને ગમ્યું ન હતું. વાત વાળવાનો પ્રયત્ન કરી જોયો હતો પણ તેમાં કારી ફાવી ન હતી. તેથી દારૂના અડ્ડા બંધ કરાવવાની ખાતરી આપવી પડી હતી. પોલીસ વડાએ મેઘા તેવરે કહ્યું હતું કે જે કોઈ દારુ પીને આવશે તેમની સામે પગલાં લેવામાં આવશે. ખાતરીનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

શાંતિ સમિતિની બેઠક મળી હતી તેમાં અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં એક મહિલા પ્રમુખે આવી હિંમત બતાવી જેના કારણે લોકો જાહેરમાં દારુ પીને આવવાની હિંમત બતાવી ન હતી. જ્યારે બાકીના દિવસોમાં અહીં લોકો દારુ પીને જાહેરમાં ધમાલ અને બબાલ કરતાં રહે છે. નેહા જયસ્વાલની આ વાતને શહેરમાં ચારેબાજુએથી આવકાર મળ્યો હતો.

નેહા જયસ્વાલ બહુજન સમાજ પક્ષમાંથી ચૂંટાઈને 26 ફેબ્રુઆરી 2018ના દિવસે ચૂંટાયા હતા. તેઓ કોંગ્રેસ અને ભાજપને પછાડીને જીત્યા હતા. તેઓ ચૂંટાયા ત્યાર બાદ તેમના પરિવાર પર ભાજપના ભાડુતી ગુંડાઓએ હુમલો પણ કર્યો હતો. નેહા જયસ્વાલના પતિ કે જેઓ બસપાના શહેર પ્રમુખ છે અને નગરપાલિકાના સભ્ય છે.

આ અગાઉ પણ તેઓ પ્રજાના પ્રશ્નો અંગે ભાજપની કચેરીએ પહોંચીને પ્રભારી પ્રધાન બચુ ખાબડને રજૂઆત કરતાં હતા ત્યારે ભાજપના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તમે અહીં કેમ આવ્યા. તેમ છતાં તેમણે મંત્રીને મળવાનો આગ્રહ રાખતા ભાજપના કાર્યકરો પોતાનો ખેસ મૂકીને બહાર નિકળી વિરોધ નોંધાવ્યો હતો. બચુ ખાબડ પણ બેઠક છોડીને સરકારના વૈભવી અતિથિ ગૃહમાં જતાં રહ્યાં હતા.