લોકસભાની ચૂંટણી ટાંકણે રાજકીય બેડાની આંતરીક હલચલ : બારાતુ થનગનભુષણોથી સાવધાન : કચ્છીજનો જાગે : ભાજપ-કોંગ્રેસ રહે સાવધ : નહીં તો મળશે જબ્બર જાકારો
ભાજપ-કોંગ્રેસ જેવા મુખ્યપક્ષો કચ્છમાં બારાતુઓને ટીકીટ આપવાનું વિચારતા હો તો ગત લોકસભાની ચૂંટણીના પરીણામો ચકાસી લેજો.. : કચ્છના ભાજપના સ્થાનિક નવલોહીયા યુવાન ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સામે જ કોંગ્રેસના બારાતુ (કચ્છ બહાર)ના ૫ીઢ, અનુભવી, જુનાજોગી સમાન સક્ષમ નેતા દિનેશભાઈ પરમારને કેટલી મોટી હાર ખમવાનો આવ્યો હતો વારો..ઃ હાલમાં પણ કોઈ પણ પક્ષ બહારના મુરતીયાને લાવવાનું મન બનાવતું હોય તો થંભી જાય..કચ્છીજનો કદાપી નહી કરે સ્વિકાર
કચ્છના સ્થાનિક ઉમેદવાર સાંસદ પદે હોય તો જ કચ્છની વાચા-લાગણીને બનાવી શકે વધુ બુલંદ..બારાતુ તત્વો આવીને આંબા-આંબલી બતાવીને કચ્છના ભલાની વાતો કરે તેને કચ્છીમાડુઓ-કચ્છ કદાપી સ્વીકારતા નથી અને આ વખતે પણ નહી જ સ્વીકારે
દિલ્હીથી લઈ અને ગુજરાત-કચ્છમાં રાજકીયપક્ષોએ આગામી મિશન ર૦૧૯ માટે તખ્તાઓ શરૂ કરી દીધા છે ત્યારે કેટલાક બારાતુઓએ પણ કચ્છ બેઠક પરથી ઝંપાલાવવા જિલ્લામાં એક યા બીજા કારણોસર વધારી દીધા છે આંટાફેરા
કોમવાદી માનસીકતા ધરાવનારને કચ્છમાં સ્થાન નથીકચ્છીજનો જાગતા રહેજો : બારાતુ તત્વોને સ્થાન આપતા નહી
લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તકસાધુ અને લેભાગુઓ પણ કચ્છમાં ડેરાતંબુ તાણી રહ્યા છે. કેટલાક બારાતુ તત્વો અમુક સમયથી કચ્છમાં ઝેર ઓકી અને અહીની બેમિસાલ-અજોડ ભાઈચારાની ભાવનામાં ભાગલા પાડી સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ મનાય છે પરંતુ કચ્છમાં કોમવાદી માનસીકતા ધરાવનારાને કયારેય પણ સ્થાન મળ્યુ જ નથી. હાલમાં પણ કચ્છીજનો જાગતા રહેજો અને આવા તત્વોને સ્થાન આપતા નહી. અમુક અમુક બારાતુઓ કચ્છમાં ઝેર ઓકી રહ્યા છે તે ખાસ ધ્યાને લેવા જેવી વાત બની રહી છે. કચ્છની કોમી એકતા અજોડ રહી છે. અહી ભાઈચારાની ભાવનાની દેશ-દુનીયાએ નોંધ વખતોવખત લીધી છે. અહી કોઈ પણ જાતનું કોમવાદ કયારે પણ ચાલ્યુ જ નથી. વીવિધ વર્ગ-સમુદાયના વ્યકિતઓ અહી ખભ્ભેથી ખભ્ભા મીલાવીને સાથે રહે છે. આવા સમયે કચ્છીજનો કોઈ સ્વાર્થી રાજકારણી પોતાના ફાયદા માટે આપણા ખભ્ભે બંદુક મુકવી અને ઝેર ઓકીને આંતરીક ધર્ષણ ન કરાવી જાય તેની ધ્યાન રાખજો. તે માટે સદાય જાગતા રહેજો. આવા તત્વોને સ્થાન આપતા નહી. કચ્છ એક શાંતીનું દુત છે. તેવામાં કોમવાદી માનસીકતા ધરાવતા સ્વાર્થી તત્વોને તો કચ્છમાં કયારે સ્થાન હતુ જ નહી અને રહેશે પણ નહી. પછી એ ભલેને કોઈ પણ પક્ષનો શા માટે ન હોય..! પોતાના સં-સ્વમાન, ભાઈચારાની ભાવનાને હાની ન પહોંચે તે માટે કચ્છીજનોએ જાગતા રહેવુ પડશે.
ગુજરાતમાં ભાજપનો ગઢ મનાતા કચ્છ જિલ્લામાં પણ હાલમાં રાજકીય રીતે આંતરીક ગરમાવો વ્યાપેલો છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સુકાની પદના ફેરફારોને લઈને ચાલતી રોજબરોજની ચર્ચાઓ વચ્ચે જ આજ રોજ પ્રદેશ અધ્યક્ષ સહિતના મોભીઓ કચ્છ પધારી રહ્યા છે ત્યારે બીજીતરફ જિલ્લાના એક રાજકીયબેડામાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સંકેત આપતી ચર્ચા થવા પામી રહી છે.
ચૂંટણીઓ આવે એટલે જાણે કે બસ-છકડા અને ટ્રેનની ટીકીટો મળવાની હોય અને લ્હાણી થતી હોય તેમ કઈક સ્વયં અને સ્વઘોષીત ઉમેદવારો પોતાના નામો ટીકીટ માટે ચલાવાવના શરૂ કરી દેતા હોય છે. હાલમાં પણ હજુ તો ચૂંટણીના પડધમ આતંરીક રીતે ગાજ્યા છે, સંગઠનાત્મક કાર્યો જ ચાલી રહ્યા છે તેવામાં પણ કચ્છમાં કેટલાક બારાતુઓના એક યા બીજી રીતે આંટાફેરા વધી ગયા છે અને કચ્છમાથી તેઓ દિલ્હીની સંસદ સુધી પહોંચવાના સમણા જોઈ રહ્યા હોવાની ચર્ચા છે પરંતુ બીજીતરફ આવા અનેકવીધ થનગનભુષણોના સ્વપ્નાઓ પર આગોતરીરીતે જ જાણે કે, પાણીઢોળ થતુ હોય તેવો અભ્યાસુ મત જીલ્લાના રાજકીય વિશ્લેષકો દ્વારા દર્શાવાયા છે.
આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને માટે લાલબત્તીરૂપ વાત એ જ સામે આવી છે કે, આગામી ચૂંટણીમાં મુરતીયો સ્થાનિક જ પસંદ કરજો. બારાતુ ઉમેદવારને થોપી દેવાની ભુલ ન કરતા. કચ્છીમાડુઓ અને કચ્છ દ્વારા બારાતુ મુરતીયાઓનો કદાપી સ્વીકાર કરવામા આવતો જ નથી.દિલ્હીથી લઈ અને ગુજરાત-કચ્છમાં રાજકીયપક્ષોએ આગામી મિશન ર૦૧૯ માટે તખ્તાઓ શરૂ કરી દીધા છે ત્યારે કેટલાક બારાતુઓ પણકચ્છ બેઠક પરથી ઝંપાલાવવા જિલ્લામાં એક યા બીજા કારણોસર વધારી દીધા છે આંટાફેરા તેવા સમયે આ સંકેત મહત્વપુૃણ જ બની રહે તેમ છે. કચ્છના સ્થાનિક ઉમેદવાર સાંસદ પદે હોય તો જ કચ્છની વાચા-લાગણીને બનાવી શકે વધુ બુલંદ..બારાતુ તત્વો આવીને આંબા-આંબલી અત્યારે બતાવીને પછી ગોત્યા પણ ન જડે તેવા કચ્છના ભલાની આભાસાી વાતો કરે તેને કચ્છીમાડુઓ-કચ્છ કદાપી સ્વીકારતો નથી અને આ વખતે પણ નહી જ સ્વીકારે માટે ઉમેદવારની પસંદગી માટે ભાજપ-કોંગ્રેસ બન્ને સજાગતા દાખવે તે જરૂરી છે.
ભાજપ-કોંગ્રેસ જેવા મુખ્યપક્ષો કચ્છમાં બારાતુઓને ટીકીટ આપવાનું વિચારતા હો તો ગત લોકસભાની ચૂંટણીના પરીણામો ચકાસી લેજો અને તેના તારણો પૈકીનુ પણ એક મુખ્ય કારણ-તારણ એ જ સામે આવ્યુ હતુ કે, વિનોદભાઈ કચ્છના સ્થાનીકના રહેવાસી છે જયારે દિનેશભાઈ કચ્છની સાથે ઘરોબો ધરાવતા હતા પરંતુ તેઓ મહદઅંશે જામનગર જ સ્થાયી થયેલા હોવાથી વિનોદ ચાવડાની અહી કચ્છીજનોએ ઐતિહાસીક મતોથી જીત પુરવાર કરાવી દીધી હતી. કચ્છના ભાજપના સ્થાનિક નવલોહીયા યુવાન ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સામે જ કોંગ્રેસના બારાતુ (કચ્છ બહાર)ના દિનેશભાઈ પરમારને કેટલી મોટી હાર ખમવાનો આવ્યો હતો વારો.તે પણ સૂચક જ બની રહ્યો છે. હાલમાં પણ કોઈ પણ પક્ષ બહારના મુરતીયાને લાવવાનુ મન બનાવતુ હોય તો થંભી જાય..કચ્છીજનો કદાપી નહી કરે સ્વીકાર તેના માટે ગત લોકસભાની ચૂંટણીના પરીણામો જ શબકરૂપ કહી શકાય તેમ છે. બીજીતરફ કચ્છીઓએ પણ આ માટે આગોતરી રીતે જ જાગૃત બનવુ જોઈએ અને કચ્છને રાજકીય પક્ષો સ્થાનિક ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં આપે તે માટેની રજુઆતો જંગ રૂપે છેડી દેવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.
ગુજરાતી
English




