બહુચરાજીમાં નર્મદાનું ઉદ્યોગોનો પાણી, ખેડૂતોને નહીં

બહુચરાજીમાં વિદેશી કંપનીઓને અને બીજી 250 કંપનીઓને પાણી મળે છે પણ ખેડૂતોને પાણી મળતું નથી. અહીંના ખેડૂતો સરકાર સામે લગડતાં હોવાથી અને અહીં ભાજપના ધારાસભ્ય પ્રજાએ ચૂંટેલા ન હોવાથી વેર વાળવા માટે ખેડૂતોને દુષ્કાળમાં પણ પાણી આપવામાં આવતું નથી.

બહુચરાજી અને ચાણસ્મા વિસ્તારમાં ઓછા વરસાદથી દુષ્કાળ પડ્યો છે. ખેડૂતો ચોમાસુ અને રવિપાકની સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવા માગણી કરી રહ્યો હોવા છતાં હજુ સુધી આ વિસ્તારની માઈનોર કેનાલો સુધી પાણી પહોંચ્યું નથી. સરકારે મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ ખેડુતોના ખેતર સુધી પાણી પહોંચે તે પહેલાં જ પાણી આવતું હતું તે પણ બંધ કરી દેવામાં આવી છે.

સુર્યમંદિર પાસે મોઢેરાથી પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી પાણી આપવાનું હતું પણ તે આપવામાં આવતું નથી. સરકારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે.

નહેર શરૂ થાય છે તેવી કેટલીક જગ્યાએ આગળના ખેડૂતોની જમીનમાં પાણી મળે છે. બીજી બાજુ છેવાડાના ખેતરોમાં પાણી આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. કેટલીક જગ્યાએ માથાભારે ખેડુતો મુખ્ય પેટા કેનાલોમાં બિનઅધિકૃત પાણી જોડાણ મેળવી ખુલ્લેઆમ પાણી ચોરી કરતા કોઈ પાણી છેવાડાના ખેડૂત સુધી પહોંચતું નથી. રવિ સિઝન માટે પાકના વાવેતરનું કામ આરંભી દીધું છે.

બીજી બાજુ નજીકના બહુચરાજી, હારીજ, સમી અને રાધનપુર સહિતના તાલુકામાં પણ દુષ્કાળ છે. નદી-નાળાં- તળાવો ખાલી પડ્યાં છે. ઘાસચારો અને પાણી વિના પશુઓની કફોડી હાલત બની છે.