સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા બાળકોની સલામતી-સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં સૌરાષ્ટ્રના માંગરોળ ખાતેથી મળેલી બાંગ્લાદેશની યુવતીને તેના વતન પહોંચાડીને તેના માતા-પિતા સાથે મિલન કરાવવાની કામગીરી કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીના જણાવ્યાનુસાર માર્ચ-૨૦૧૭માં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી એક સગીરા રડતી હાલતમાં પોલીસને મળી આવી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાના આ સગીીરાને બાંગ્લાદેશથી મુંબઇ, મુંબઇથી અમદાવાદ અને અમદાવાદથી માંગરોળ લવાઇ હોવાનું ખુલ્યું હતું. માંગરોળ પોલીસ દ્વારા શિશુમંગલ સંસ્થામાં સોંપાઇ હતી. સંસ્થાકીય સંભાળ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમીતીએ પરામર્શ કરીને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી નો સંપર્ક કર્યો હતો તેના માર્ગદર્શન મુજબ આ બાંગ્લાદેશી સગીરાને તેના વતન મોકલીને તેના માતા-પિતાને મળાવવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે.