બાજપાઈએ જાહેર કરેલાં 10 લાખ ગ્રામ પંચાયતને 16 વર્ષથી હજુ નથી મળ્યા

અટલબિહારી બાજપાઈ દ્વારા 2002 ના એપ્રિલ માસમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ યોજવામાં આવેલ જેમાં પોતાના ગામમાં ઉત્તમ કાર્યો જેવાકે સ્કૂલ,કોલેજ,દવાખાના,રોડ-રસ્તા,ગટર-પાણી,વીજળી અને પાકા મકાનો,તંદુરસ્ત બાળકો અને તંદુરસ્ત ઢોર સાથે ઉત્તમ ખેતી જેવી તમામ સુવિધા અને જરૂરિયાતો પ્રત્યે સભાન અને સજાગ રહીને કરાયેલા કાર્યોને લઈને અન્ય ગામડાઓ ને પ્રોત્સાહિત કરવાના હેતુસર પુરસ્કાર રૂપે રૂપિયા દસ દસ લાખ રોકડ અને સન્માન પત્ર આપવાનું નક્કી કારાયેલું જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના ગ્રામ વિકાસ ગાંધીનગરના એક પત્ર ક્રમાંક M I S 2003/૧૪૭૧/J તારીખ 6/08/2003ના લેખિત પત્ર દ્વારા ભાગલેવા જણાવેલ જેમાં અમે ભાગ લીધેલા અને અમને મળવા પાત્ર આદર્શ ગ્રામ પંચાયતમાં તારીખ 15/04/2004 ના રોજ માનનિય રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ સાહેબના વરદ હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર રૂપે સ્મૃતિ ચિન્હ અને રૂપિયા દસ લાખનું સન્માન મળેલ જેની રોકફ રૂપિયા દસ લાખની રકમ કે જે સ્વ અટલ બિહારી બાજપાઈ જેવા સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન દ્વારા બહાર પાડેલ યોજના અને તેમના દ્વારા નક્કી કરાયેલ રૂપિયા દસ લાખનું રોકડ ઇનામ ભારતીય જનતા પાર્ટીના સાશન કર્તાઓ અને સ્વ અટલજી ને સાચી શ્રદ્ધાંજલિ આપતાં દરેક ભાજપી નેતાઓ જેવાકે હાલના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમેટના ઓએ સહર્ષ અમને અને આમારી સાથે ગુજરાતના આણંદ જિલ્લાના અને વલસાડ જિલ્લાના આદર્શ ગામોના આદર્શ સરપંચોને હવે એક પણ દિવસ એક પણ કલાક અને એક પણ ઘડી જેટલા સમયનો વ્યય કર્યા કરતાં બને તેટલું જલ્દી પુરસ્કારની રકમના દસ લાખ રૂપિયા આપી રાજ્યનું ગૌરવ તેવા આદર્શ ગામો સાથે સ્વ અટલજી ના નામની સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવી જોઈએ” એવું કહીને ત્રાંસવડ ગામના પૂર્વ સરપંચ ગોકુળ કાકાએ પોતાની વેદના ઠાલવી હતી….!!

મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાનાં ત્રાંસવાડ ગામનાં પૂર્વ સરપંચ ગોકુળકાકા ને રૂબરૂ મળતાં ખબરછે.કોમને માંડીને હકીકત જણાવી અને કહયું કે 2003/4 માં માનનિય અટલબિહારી બાજપાઈ દેશના વડાપ્રધાન હતાં ત્યારે દેશના ગામડાઓ ની પરિસ્થિતિમાં સુધાર આવે અને ગામડાઓ સ્વચ્છ,અને સુવિદ્યાલક્ષી બને તેવાં હેતુંથી એક યોજના અમલમાં લાવ્યા હતાં જે યોજના અંતર્ગત દેશના કોઈ પણ ખૂણાના ગામડાં ને આદર્સ ગ્રામ પંચાયતનો રૂપિયા દસ લાખનો પુરસ્કાર અને સરપંચનું સન્માન કરીને એક સન્માનપત્ર આપી અન્યો ગામડાઓ ને આવા પ્રકારના ઉત્તમ કર્યો કરવા તરફ પ્રેરવા અને સાચા અર્થમાં “વિકાસ” કરવો એવો હેતુ હશે એમ સમજીએ અને અટલજીની આદર્સ ગામ યોજનાને દરેકે સ્વીકારી હતી….!

હવે આ આદર્સ ગામ યોજના હેઠળ ગુજરાતનાં ત્રણ ગામનો સમાવેશ થયો અથવા એવું કહીએ કે ગુજરાતના ત્રણ ગામડાઓ ને આ યોજના હેઠળ રૂપિયા દસ દસ લાખનું ઇનામ લાગ્યું અને ત્રણેય ગામના સરપંચનું દિલ્હી બોલાવીને ડો મનમોહન સિંઘની સરકાર સમયે 2004 ની સાલમાં દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના વરદ હસ્તે સન્માન પણ કરાયું અને સન્માન પત્રો પણ એનાયત કરાયા હતાં પણ પેલી રૂપિયા દસ લાખની રકમનો ચેક કેન્દ્ર દ્વારા રાજ્યોની સરકાર તરફથી સન્માનિત થયેલા ગામડાઓ ના સરપંચોને હજુ સુધી એનાયત કરાયો નથી એ કડવી હકીકત ભાજપ પાર્ટીની પ્રશંસનીય કામગીરીનો શ્રેષ્ઠ નમૂનો છે….!!

ત્રણ ગામડાઓમાં મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાનું અને માનનિય પ્રધાનમંત્રી તેમજ તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાત નરેન્દ્રભાઈ મોદીના વડનગરનું ગામ ત્રાંસવડ,બીજું વલસાડ જિલ્લાનું ગામ અને ત્રીજું આણંદ જિલ્લાનું ગામ, આમ ત્રણેય આદર્શ ગામની આદર્શ પંચાયતના આદર્શ સરપંચોને હાથમાં એક “ફૂટી કોડી” હજુ સુધી આવી નથી કારણ ગમેતે હોય,નિયત ગમેતે હોય પણ સત્ય હકીકત એજ છે કે આદર્શ બનીને મેળવેલા ઇનામના રૂપિયા દસલાખનું ઇનામ હજું સુધી સપનામાં આવેછે હાથમાં આવ્યું નથી કે આવતું દેખાતું નથી…..!!

ત્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશમાં બીજેપી પાર્ટીનો પાયો નાંખનાર એવા શ્રેષ્ઠ વ્યક્તિઓ માના એક એવા સ્વ અટલ બિહારી બાજપાઈ ના અવસાન બાદ મચેલી શ્રદ્ધાંજલીનાં અવિરત ધોધ બાદ હજુય પોતાને અને પોતાના ગામને આદર્શતા નો પુરસ્કાર આદર્શ રીતે આદર્શ બનીને ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર માંથી “પ્રધાન સેવક” બનેલા અને એજ મહેસાણા જિલ્લાના એજ વડનગર તાલુકાના વડનગર ગામનાં એવા નરેન્દ્રભાઈ ના કાને ત્રાંસવડ ગામના પૂર્વ સરપંચ ગોકુલભાઈ તેમજ અન્ય ગામોના સરપંચોની વર્ષો જૂની વિનંતી પહોંચે અને તેઓ ગતિશીલ ,પ્રગતિશીલ,વિકાસ શીલ એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આદેશ કરે તો ફક્ત ઈનામની રકમ દસ લાખ ભલે વ્યાજ કે અન્ય રકમ જોડાય નહીં તો ગામના લોકોનો પોતે મેળવેલા સન્માન ની ઈજ્જત કરી ગણાશે એવું માનીને હોંશે હોંશે ગામની આદર્શતા ને અકબંધ રાખી અન્ય ગામો માંટે પ્રેરણાદાયી ઉદાહરણ બનશે એ ચોક્કસ વાત છે….!!

તેમજ જ્યારે અમારા ગામે આદર્શ ગામનો એવોર્ડ મેળવ્યો ત્યારે અમારા વડનગરના અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીએ પણ અભિનંદન પત્ર પાઠવી શુભેચ્છા આપી હતી,તેમજ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પણ અભિનંદન આપ્યા હતાં તો પછી એવોર્ડની રકમના રૂપિયા દસ લાખનો ચેક આપવાનું કેમ કોઈ નામ લેતા નથી….? અને જ્યારે અમને એવોર્ડ અને સન્માન પત્રો દિલ્હીમાં એનાયત કરાયા ત્યારે તત્કાલીન કેન્દ્રીય મંત્રી મનીશંકર ઐયરે કહયું હતું કે આ એવોર્ડ અને સન્માન અન્વયે ચુકવવામાં આવતી રકમના રૂપિયા ચાર કરોડ જે તે રાજ્યોમાં મોકલી અપાયા છે જેથી તમને તમારા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તમારી જીતાયેલી રકમના ચેક તમારા રાજ્ય માંથી આપવામાં આવશે”….!!

એક વારને કદાચ માની લઈએ કે કેન્દ્રીય મંત્રીએ આખીય વાતને “ખો” આપી હોય તોય બીજેપી અને સ્વ અટલ બિહારી બાજપાઈ ના માન-સન્માન સામે નરેન્દ્રભાઈ મોદીએ પોતાનાં જિલ્લા મહેસાણાના અને વડનગર ગામનાં તાલુકામાં આવેલા અને પોતે જે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય તેવા રાજ્યના ગામોને આદર્શ ગામ તરીકે મળેલા સન્માન ની રકમ વાજતે-ગાજતે આપીને એક ઉત્તમ દાખલો પણ બેસાડવામાં કોઈ કારણ નડતું નહીં હોય તેવી અપેક્ષા રાખતાં અને સ્વ અટલજીના આત્માની શાંતિ માંટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમારા ગામને વર્ષો જુના પુરસ્કાર રૂપે મળેલા રૂપિયા દસ લાખ આપી શકે તો ગામ લોકોએ મેળવેલા એવોર્ડ અને ગામને મળેલા સન્માન સાથે અટલજી ના આત્માને શાંતિ ચોક્કસ મળશે તેવી અંગત લાગણી વ્યક્ત કરતાં ત્રાંસવડ ગામના પૂર્વ સરપંચે પોતાની વાત કરી હતી…!!

તેથી ત્રાંસવડ ગામનાં મોભી જેવા પૂર્વ સરપંચ કે જેમને પોતાનાં ગામને આદર્શ ગામ તરીકે સન્માન અપાવ્યું અને પોતાનાં હાથમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપી જે અબ્દુલ કલામના હસ્તે મળેલાં સન્માન સામે એક નાનકડી આશા છે કે

“જો ભાજપના લોકો અને માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વ અટલ બિહારી બાજપાઈ ને ખરેખર અને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો અમારા આદર્શ ગામ સહિત બીજા ગામો એ કે જેને આદર્શ ગામનો એવોર્ડ પ્રાપ્ત કરેલો છે અને રૂપિયા દસ દસ લાખનું રોકડ ઇનામ જાહેર કરાયું છે તે તમામ ને સૌના ઈનામની રકમ હાથો હાથ સોંપે તો સાચા અર્થમાં અટલજી ને આપેલી શ્રદ્ધાંજલિ ગણાશે એવું મારું અંગત અને લાગણી સભરનું માનવું છે”….!!
*સંજય દવે*)