બાબરાની મહિલા સીડીપીઓ રેખા જોષી રૂપિયા ૬૯૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા   

તા.૫

બાબરા તાલુકાની સરકારી કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક લેતીદેતી અને અરજદારો પાસે કામના બદલામાં લાંચ લેવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો વચ્ચે બાબરા તાલુકા પંચાયતમાં આઈ સી ડી એસ શાખાના મહિલા સીડીપીઓ આંગણવાડી વર્કર બહેનો પાસેથી લાંચની રકમ લેતા અમરેલી જીલ્લા એ સી બી ટીમના પીલીસ ઇન્સ્પેક્ટર  દ્વારા ઝડપી પાડી અને મોડી સાંજ સુધી સ્થળ પંચનામું સહિત અરજદાર અને આરોપી ના નિવેદનો સહિત કચેરી નું લગત સાહિત્ય ઝપ્ત કરવા અંગે કામગીરી હાથ ધરવા માં આવી છે

પ્રાથમિક મળતી વિગત મુજબ બાબરા સીડીપીઓ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી રેખાબેન જોષી દ્વારા આંગણવાડી વર્કર બહેનો પાસે ઓડીટ કરવાના બહાને એક આંગણવાડીના ઓડીટ રીપોર્ટ માટે રૂપિયા ૩૦૦ એક અલગ અલગ ૨૩ આંગણવાડીના પ્રથમ ચરણ માટે રૂપિયા ૬૯૦૦ની લાંચ લેવાના હોવાની લાંચ રૂશ્વત વિરોધી માહિતી અંગેના ટોલ ફ્રી નંબર ઉપર જાગૃત નાગરિકે કરેલી ફરિયાદને આધારે છટકું ગોઠવી અને મહિલાને ઝડપી પાડવામાં આવી છે

અધિકારી વર્ગ ના જણાવ્યા મુજબ હાલ પ્રાથમિક કબુલાત નિવેદનમાં ઝડપાયેલ મહિલા દ્વારા પોતાના બચાવ માં આ રકમ અન્ય કામો અને હાથ ઉછીની લીધી હોવાનું રટણ કરવા માં આવી રહ્યું છે પરંતુ મળેલી માહિતી મુજબ લાંચ સ્વીકારતા ઝડપી લીધા છે અને અમરેલી ખાતે વિધિવત ફરિયાદ દાખલ કરવા સહિત એસીબી અમદાવાદની સુચના મુજબ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.