બાયડના ધારાસભ્ય સામે જ કેમ ઝૂંબેશ ચાલે છે

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલા સામે ફેસબુકમાં મોતના સોદાગર જેવા શબ્દો લખીને પોસ્ટ મૂકાતાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ખોટી પોસ્ટ મૂકવામાં આવતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ધવલ ઝાલા સામે આવી વિગતો મૂક્યા બાદ તેમની માનસિક હેરાનગતિ થઈ હોવાનું તેમનું તેઓ માને છે તેથી પોલીસને તેમણે અરજી કરી છે. કઠલાલના દિલીપ પરમાર નામના માણસે એવી પોસ્ટ મૂકી છે. સાયબર ક્રાઈમ તપાસ કરશે એવું પોલીસે તેમને જણાવ્યું છે.

ઝાલા સમાજ વિરોધી તત્વો સામે સતત લડતાં રહ્યાં છે. તેથી ઘણાં લોકોને તેમની આ લડાયક વૃત્તિ પસંદ નથી પડતી તેના કેટલાંક દાખલાઓ પણ અગાઉ બહાર આવ્યા છે.

1 એપ્રિલ 2018માં કોંગ્રેસના આ ધારાસભ્યએ એક વેપારીનો કેસ હાથ પર લીધો હતો. ભાજપ રાજકીય કિન્નાખોરી રાખવામાં માહેર છે. તેની સામે કોઈ બોલે, લખે, કામ કરે તો તેમને ખતમ કરી દેવામાં આવે છે. તે જો કોઈ બીજા ગુનામાં ન આવે તો તેમની સામે આખરે દારૂનો કેસ કરી દેવામાં આવે છે. આવા તો અનેક દાખલા બન્યા છે. પણ મોડાસાના માલપુર જેના નાના ગામમાં પોલીસે રાજકીય નેતાઓની સુચનાથી એક વેપારી સામે દારૂનો કેસ કરી દઈને તેમને ફીટ કરી દેવાતાં આખું ગામ સજ્જડ બંધ રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આખી ઘટના અંગે વિરોધ કરીને આખી ઘટનાની તપાસ CBI દ્વારા થાય એવી માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, આખું ગામ બંધ રહ્યું છે. કોઈ વેપારી સામે સરકાર રાજકીય કિન્નાખોરીથીને વર્તે તે બરાબર નથી. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વેપારી તરફી સમર્થન આપત્તા આ મામલે ગરમાવો પેદા થઇ જવા પામ્યો છે.

વિધાનસભા ગૃહમાં રાજ્યના કેવા પ્રકારના ગુનામાં એફએસએલ મદદ કરી રહી છે તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો હતો. જેનો જવાબ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આપી રહ્યા હતા. એ દરમ્યાન ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કાર્તિ ચિદમ્બરમનો ઉલ્લેખ કરતા માહોલ ગરમાયો હતો. ગૃહરાજ્યપ્રધાને કહ્યું કે કાર્તિના કેસની તપાસ કરવા પણ એફએસએલ સક્ષમ છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અમિત શાહનું નામ લેતા જ બંને પક્ષો વચ્ચે ભારે આક્ષેપબાજી થઇ હતી. તેથી ઝાલાના કારણે પ્રતિપક્ષ કાયમ પરેશાન રહેતો આવ્યો છે.

વાત્રક જળાશયમાંથી ગેરકાયદેસર રીતે માછલાઓની ચોરી કરી સુકવી 13 કોથળા ભરી ટ્રેકટર દ્વારા લઈ જવાતી હોવાના કૌભાંડ નો બાયડના ધારાસભ્ય ઝાલાએ પકડી પાડ્યું હતું. ગેરકાયદે માછલા કાઢવામાં આવતા હોવાની અને કેટલાય પરિવારોની રોજી રોટી છીનવાતી હોવાની ફરીયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ઉઠાવી હતી. આ ધારાસભ્ય દ્વારા જળાશયમાંથી મોટાપાયે કરાતા માછલી ચોરી કૌભાંડ અંગે પણ આવેદનપત્ર અપાયું હતું.