બાયડમાં ભાજપને બાયબાય કહી દીધું

બાયડમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ બનાવવા માટે 24 સભ્યોમાંથી ભાજપને 9 અને કોંગ્રેસને 14 સભ્યોનો ફરીથી ટેકો મળતાં ભાજપ માટે સત્તા ગુમાવવા જેવું થયું છે. સભામાં ભારે ધાંધલ ધમાલ 13 ઓગસ્ટે થઈ હતી, જેના કારણે સભા મુલતવી રહી હતી. જે 14મી ઓગસ્ટે પણ રાજકીય ગરમી ચાલુ રહી હતી. જુન મહિનામાં ભાજપે કેટલાંક સભ્યોને નાણાં આપી હોર્સ ટ્રેડીંગ કરીને ખરીદી કરી હોવાના આરોપો પણ આ ધમાલ વચ્ચે મૂકવામાં આવ્યા હતા. લીંબના સભ્યએ પૈસા લીધા હતા અને ભાજપે તે આપ્યા હોવાનો આરોપ મૂકતા ભારે તોફાન મચી ગયું હતું. ભાજપના અદેસિંહ ચૌહાણે 7 સભ્યોનો કોંગ્રેસમાંથી 17 જૂને બળવો કરાવ્યો હતો. જે  આજે ફરી ભાજપ લઘુમતીમાં આવી ગયો છે. લીંબ અને તેનપુર વિસ્તારના સભ્યો વચ્ચે પૈસા કોણે વેણી ખાધા છે એવા સંવાદ થયા હતા. કેટલાંક સભ્યોએ મારા બટાકાના પૈસા બાકી છે તે આપી દેવા ભાજપ પાસે માંગણી કરી હતી. આવા અનેક દ્રશ્યો વિડિયો કેમેરામાં કેદ થયા છે. આમ ભાજપ લઘુમતીમાં આવી ગયો હતો.

2 ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અરવલ્લી જિલ્લાના બાયડ અને માલપુર તાલુકાના કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમાં બાયડ તાલુકા પંચાયતના ત્રણ સભ્યો પણ હતા.

17 જુન 2018 બાયડમાં 20 જુને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મધ્યસત્ર ચૂંટણી થઈ હતી. પંચાયતમાં 24 સભ્ય પૈકી  16 કોંગ્રેસ, 7 ભાજપ, 1 અપક્ષ ચૂંટાયા હતા. અઢી વર્ષ માં કોગ્રેસ તરફથી વહીવટી શુન્યતા જોવા મળી હતી. જેમાં કોંગ્રેસમાંથી બળવો કરીને 7 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો. પરિણામે અઢી વર્ષ અગાઉ મેળવેલી સત્તા કોંગ્રેસને ગુમાવવી પડી હતી. જેને 22 જૂને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સ્થિતી સંભાળવામાં નિષ્ફળ રહ્યાં હતા. જેમની સામે કોંગ્રેસે કોઈ પગલાં લીધા ન હતા.

કોંગ્રેસના સભ્યના પતિ લાંચ લેતા ઝડપાયા હતા

બાયડ તાલુકા પંચાયતના કોંગ્રેસના મહિલા સદસ્યના પતિ કોન્ટ્રાકટર પાસેથી 15 માર્ચ 2018ના રોજ રૃ.10 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. બાયડ તાલુકા પંચાયતની ચોઈલા બેઠકના સદસ્યના પતિ રમણભાઈ પટેલે કોન્ટ્રાકટરને રોડના નાણાં મેળવવા રૃ.15 હજાર ચુકવવા પડશે એવી માંગ કરી હતી. લાંચ માંગનાર ચોઈલાના રમણભાઈ ચતુરભાઈ પટેલ વિરૃધ્ધ જિલ્લા એસીબી કચેરીમાં ફરીયાદ કરાતાં બ્યુરો ટીમે આ અગ્રણીને ઝડપી લેવા છટકુ ગોઠવ્યું હતું.