બાળકીને બચાવવા અણદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો

વેન્ટીલેટર ઉપર સારવાર લેતી કિશોરી માટે એસ.જી.હાઇવે ઉપરના શેલ્બીથી ઝાયડસ હોસ્પિટલના રૂટને ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઇશાન ટાવરમાં ધૂમાડાથી ગુંગળાઇને શાહ દૃંપતિનું મોત નીપજયું હતું જયારે તેમની વૃધ્ધ માતા અને બે પુત્રીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાનમાં શહેરની શેલ્બી હોસ્પિટલમાં મૃતક અચલભાઇની પુત્રી ઇશીકા વેન્ટીલેટર ઉપર સારવાર લઇ રહી હતી. તેને ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાની હોવાથી શહેર ટ્રાફિક પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. ડીસીપી સંજય ખેરાતે તબીબની સુચના મુજબ ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. હોર્ન, સાયરન, સ્પીડનું ધ્યાન રાખી ૧૦ મીનીટ અગાઉ આ કિશોરીને ઝાયડસ હોસ્પિટલમાં પહોંચાડવાની હતી. તેમજ એમ્બ્યુલન્સમાં પણ કોઇ ઝટકો ન લાગે તેની પણ સંભાળ રાખવાની હતી તેથી ડીસીબી ખેરાતે ૨૦ જેટલા અધિકારી કર્મીઓની મદદથી એસ.જી. હાઇવે બપોરે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો અને એમ્બ્યુલન્સની આગળ પાંચ-છ ટ્રાફિક જવાનો સાથે બાળકોને રવાના કરાયા હતા. એસ.જી. હાઇવે પરનો ટ્રાફિક થોડા સમય માટે બંધ કરાયો હતો. આ ઉપરાંત સર્કલનો ટ્રાફિક પણ ચાલુ રખાયો હતો. ત્યારબાદ બપોરના આશરે ૨.૨૦ વાગ્યે ઇશીકાને લઇને એમ્બ્યુલન્સ વાન નીકળી હતી અને તબીબ ની સુચના મુજબ નવ મીનીટના ગાળામાં તેને સહી સલામત ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હ.