બાવળિયાના ભાષણમાં ભાજપના નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત

સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબોને નિઃશુલ્ક સાધન સહાય મળે તેવા હેતુથી ગરીબ કલ્યાણ મેળાઓનું સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આ મેળાનું આયોજન કરાયું હતું. જો કે આ મેળામાં કેટલીક અસુવિધાઓ પણ જોવા મળી હતી. તો બીજી બાજુ કેટલાક નેતાઓ પણ પોતાનામાં વ્યસ્ત જોવા મળ્યા.
અંતિમ તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખની સાઘન સામગ્રીનું વિતરણ કરાયું હતું. તો બીજી બાજુ આ મેળામાં જયારે કુંવરજી બાવળિયા પોતાનું વક્તવ્ય આપતા હતા, ત્યારે તેમનું આ ભાષણ જાણે નિરસ હોય તેમ ભાજપના નેતાઓ આઈ. કે. જાડેજા સહિત પક્ષના પદાધિકારીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો સાથે જ કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ પણ મોબાઈલ પર પોતાનો ટાઈમ પાસ કરતા નજરે ચઢ્યા હતા.
એટલુંજ નહિ પણ લાભાર્થીઓને કાર્યકર્મમાં ફરિજયાત બેસાડવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું. અને જ્યારે સાધન સહાય વિતરણમાં પણ અવ્યવસ્થાના દર્શન થયા હતા. અને મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા લાભાર્થીઓને પોલીસે લાકડીઓથી કાબુ કરીને વ્યવસ્થા જાળવી હતી.