બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલના ગેરકાયદે બાંધકામ કેમ તોડાતા નથી

અમદાવાદમાં ભાજપના નેતાઓના ગેરકાયદે બાંધકામ તોડાતા નથી

પાલનપુરની લાબડી નદીને પૂરીને કરી દીધેલા બંધકામને તોડી પાડવાનું આંદોલન શરૂ થતાં તેમાં ભાજપના જ નેતાઓના બાંધકામ આવતાં હોવાથી તેનું કામ પૂરું ન થયું પણ પછી ગુજરાતની વડી અદાલતે ટ્રાફિક અંગે આદેશ આપ્યો ત્યારે રાજ્યભરમાં બાંધકામ તોડવાનું શરૂ થયું છે જેમાં અનેક ભાજપના નેતાઓએ બનાવેલાં ગેકરાયદે બાંધકામ પણ આવી રહ્યાં છે. આવું જ એક બાંધકામ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જણાતાં તેને તોડવા માટે તંત્ર ગયું ત્યારે લોકોને ખબર પડી કે આ કરોડો રૂપિયાનું કોમ્પેલ્ક્ક્ષનું બાંધકામ તો ભાજપના નેતાનું છે.

વડી અદાલતના જ્યાં નિવાસ સ્થાન આવેલાં છે તેની બરાબર નજીક જ બોડકદેવ વોર્ડમાં ન્યાયમૂર્તિ માર્ગ ઉપર શક્તિ 21 નામના કોમ્પલેક્સમાં વધારાના ગેરકાયદે બાંધકામ તોડવા માટે તૈયારી કરતાં તેનો વિવાદ શરૂ કરાયો છે. બેનર લગાડયા હતા જેમાં કાયદો સૌના માટે સરખો, કાયદાનું પાલન કરો તેમ કહી મ્યુનિ.ના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.  શક્તિ ૨૧ કોમ્પલેક્ષ ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલે બાંધ્યું છે, જેમાં તેમણે પાર્કિંગ અને ટેરેસ ઉપર ગેરકાયદે બાંધકામ કર્યું છે. જેની સામે કોમ્પલેક્ષના સભ્યો કાર્યવાહીની માગ કરી રહ્યાં છે. પણ ભાજપના નેતાઓ ખાસ કરીને સુરેન્દ્ર પટેલ અને કૌશિક પટેલ તેમને બચાવી રહ્યાં છે.

આ કોમ્પલેક્ષમાં દુકાન કે ઓફિસ ખરીદનારાઓને ખ્યાલ હતો કે, તેનું બાંધકામ બિલ્ડર કમ પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલ દ્વારા પાર્કિંગના જ્યાએ તથા ધાબા પર ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હતું. જેની સામે છેલ્લા બે વર્ષથી કોમ્પલેક્ષના સભ્યો લેખિતમાં ફરિયાદો કરી ચૂક્યા છે. રહેવાસઓએ વારંવાર રજૂઆતો કરી છે કે આ બાંધકામ દશરથ પટેલે કર્યું છે તેથી તે તુરંત તોડી પાડવામાં આવી પણ ભાજપના નેતાનું બાંધકામ તોડવામાં અમાપાને જરા પણ રસ નથી. પણ અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ હજુ સુધી તેની સામે કાર્યવાહી કરી રહ્યાં નથી. કોમ્પલેક્ષના સભ્યો જણાવે છે કે, આખા શહેરમાં પાર્કિંગમાં થયેલા ગેરકાયદે બાંધકામો તુટી રહ્યાં છે તો પછી બે વર્ષથી શક્તિ-21ના થયેલા ગેરકાયદે બાંધકામ મ્યુનિ.ના અધિકારીઓને કેમ દેખાતા નથી. તુરંત તે તોડી પાડો.