બીજા 10 વર્ષ સુધી ગુજરાતને એરંડીમાં પ્રથમ રાખી શકે એવા નવા બિયારણની શોધ

દિવેલાની એક એવી નવી જાત ગુજરતાના કૃષિ વિજ્ઞાનીઓએ બનાવી છે કે, જે ગુજરાતને એરંડીના ઉત્પાદનમાં બીજા 10 વર્ષ સુધી દેશમાં એક નંબર પર રાખી શકશે. અત્યારે ગુજરાત એરંડીના ઉત્પાદકતામાં પ્રથમ નંબર પર છે. જે બીજો એક દશકો જાળવી રાખે એવું આ બિયારણ છે.

જો તેનું વાવેતર વધારવામાં આવે તો 26 ટકા ઉત્પાદન એકાએક વધી શકે છે. ગુજરાતમાં 5થી 5.85 લાખ હેક્ટરમાં એરંડીનું વાવેતર કરીને લગભગ 9થી 14.87 લાખ ટન એરંડીના બીજનું ઉત્પાદન થાય છે. 1800 કિલો એક હેક્ટર દીઠ ઉત્પાદન સરેરાશ થાય છે. 1995-96માં તો એરંડીનું વાવેતર 3.88 લાખ હેક્ટરમાં થતું હતું. જેમાં 6.13 લાખ ટન ઉત્પાદન થતું હતું. આમ સારું એવું ઉત્પાદન થવા લાગ્યું છે. હેક્ટર દીઠ 1500 કિલો અરંડા થતાં હતા. 300 કિલો વધારે પાકવા લાગ્યા છે. જો નવી વેરાઈટી હેક્ટરે 3230 કિલો ગ્રામ ઉત્પાદન આપે તેવી છે. તેનો મતલબ કે બે ગણુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના સણસોલીના સંશોધન વિજ્ઞાનીએ આ નવી વેરાઈટી બનાવી છે. મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર માટે દિવેલાની નવી જાત ગુજરાત આણંદ 11 (સી.એ.સી.11) પિયત તેમજ બિનપિયત માટે તૈયાર કરીને ખેડૂતોને ઉગાડવા માટે ભલામણ કરી છે. જે જી.સી.3 કરતાં 26.3 ટકા વધું ઉત્પાદન આપે છે. પણ બિનપિયત હોય તો હેક્ટર દીઠ 2366 કિલો ગ્રામ ઉત્પાદન આપે છે. જે સ્થાનિક જાત જી.સી.3 કરતાં 35.6 ટકા વધારે ઉત્પાદન આપે છે.

વળી બધી જાતો કરતાં વહેલી પાકે છે. સૂકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. થ્રિપ્સ, તડતડીયાં અને સફેદમાખીનો ઉપદ્રવ બહુ ફેર પડતો નથી.