સામાન્ય માનવીને પોતાના કોઇ પણ કામ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે, કામમાં વિલંબ ન થાય તેવા સંવેદનાસ્પર્શી ભાવથી આ સરકારે ભ્રષ્ટાચાર રહિત પારદર્શી વ્યવસ્થાઓ ગોઠવી છે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
અમદાવાદમાં ઓનલાઇન બિનખેતી NA હુકમોનું વિતરણ તેમજ વિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
તેમણે રાજ્યમાં ગત લાભપંચમી તા.૧ર નવેમ્બરથી શરૂ થયેલ ONLINE NA પ્રક્રિયા અન્વયે ૧ હજાર જેટલા NA હુકમોનું વિતરણ કર્યુ હતું.
ભૂતકાળમાં મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ એવા વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હતો. લોકોની પૈસા આપ્યા વિના કામ ન જ થાય એવી માનસિકતા બની ગઇ હતી. આ આખીય વ્યવસ્થામાં ૩૬૦ ડિગ્રી ચેઇન્જ લાવવાનું હિંમતભર્યુ કદમ ભારતીય જનતા પાર્ટીની સરકારે ઉઠાવ્યું છે. લોકોને તકલીફ ઓછી પડે, બિનજરૂરી તૂમારમાં કામો અટવાય નહિ અને ઇમાનદારીની કદર થાય એવી વ્યવસ્થા અમે વિકસાવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારમાં કોઇ પોતાના પાવરનો-સત્તાનો દુરપયોગ ન કરે એટલું જ નહિ, વ્યવસ્થાઓ પણ
વ્યકિતલક્ષી નહિં તંત્ર લક્ષી બનાવી રહ્યા છીયે જેથી વ્યકિત આવે ને જાય પરંતુ વ્યવસ્થાઓ બરકરાર રહે તેવી શાસન વ્યવસ્થા સુદ્રઢ કરી છે.
જમીન બિનખેતી NA કરવાની સમગ્ર પધ્ધતિને ઓનલાઇન કરવાનું આ ક્રાંતિકારી કદમ દૂરોગામી પરિણામો આપશે. જટિલ પ્રક્રિયાનું સરળીકરણ થઇ જતાં ૯૦ દિવસમાં થતી આ પ્રક્રિયા ૯ દિવસમાં પૂરી થઇ જાય છે. અગાઉ ૧૭ ટેબલે ફરતી NAની ફાઇલ હવે ૩ ટેબલે જ જાય છે અને ONLINE NA હુકમ નિશ્ચિત સમયાવધિમાં મળી રહી છે.
તેમણે જમીનનું પ્રિમીયમ નક્કી કરવાની બાબતને પણ ONLINE કરવામાં આવી રહી છે. પારદર્શીતા સાથે ભ્રષ્ટાચાર રહિત અને સરળીકરણથી સરકારી પ્રક્રિયાઓ વિકસાવી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી બિનજરૂરી વિલંબ, તૂમારશાહી દૂર કરવાની આ સરકારની પ્રતિબધ્ધતા છે.
ભ્રષ્ટાચાર ખાયકીની દુકાનો બંધ કરી દઇ સ્વચ્છ-પારદર્શી અને સરળ પધ્ધતિઓ પ્રજા માટે વિકસાવવામાં અમે કોઇ બાંધછોડ કરવાના નથી. તેમણે એન.એ. ઓનલાઇનની આ નવતર સિસ્ટમને પાયલોટ પ્રોજેકટ તરીકે અમદાવાદ-ગાંધીનગરમાં શરૂ કર્યા બાદ મહેસૂલ તંત્રએ સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં તેની શરૂઆત કરી ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું તેની પ્રસંશા પણ કરી હતી.
રાજ્યના વર્ષો જૂના જમીન તથા મહેસૂલ સંબંધિત રેકર્ડને ગુજરાતે જ દેશભરમાં કમ્પ્યુટરાઇઝ્ડ કરી અદ્યતન કર્યા છે તેનું ગૌરવ છે.
ગુજરાતમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સંદર્ભે મહેસૂલ મંત્રી જણાવ્યું કે, અમદાવાદ -મુંબઇ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના માર્ગમા આવતા ૧૯૬ ગામની જમીન સંપાદન કરવાનું કાર્ય નિર્ધારીત સમયમાં કર્યું છે. સંપાદન માટેની પ્રક્રિયામાં શહેરોમાં બે ગણા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાર ગણા પ્રવર્તમાન બજાર ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે.
અછતગ્રસ્ત તાલુકા માટેના ધોરણો સુધારી રાજ્યના ૯૬ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂત તથા પશુપાલકોને
રૂપિયા ૩૨૦૦ કરોડની મદદ જાહેર કરી છે. આ ઉપરાંત સામાન્ય ફી લઇ ૧૦૦૦થી વધુ સોસાયટીઓને નિયમિત કરી સામાન્ય માણસને પણ સરકારની સંવેદનશીલતાનો અનુભવ કરાવ્યો છે.
ગત વર્ષે ૧ લાખથી વધુ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી છે. ચાલુ વર્ષે ૧ લાખથી વધુ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી છે. ૮ હજાર એકર સાંથણીની જમીન આપી છે. વહેંચણી, વારસાઇ, હક્ક દાખલ, હક્ક કમી વગેરે માટે કાયદામાં સુધારો કરી રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી છે.
મહેસૂલી તંત્રની કામગીરી સતત અપડેટ
મહેસૂલ વિભાગની ઓનલાઇન કામગીરીની તથા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરફેસી કાયદા, સૂચિત સોસાયટી કાયદા, રાત્રી જનસંપર્ક અંગેની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી છે.