વ્યાજ દર ઘટવાથી પેન્શનરોને 5845 રૂપિયાનુ નુકસાન થયુ. ગુજરાતમાં પેન્શનરો પણ વધતાં જાય છે. સરકારી ખાતાઓમાં પેન્શનરોની સંખ્યા 450509 છે જેમને 14990 કરોડનું પેન્શન ચૂકવવામાં આવશે. વાર્ષિક માથાદીઠ પેન્શન અને અન્ય લાભોનું ખર્ચ 3.33 લાખ થવા જાય છે. આગામી વર્ષ માટે સરકાર વયનિવૃત્તિ અને ભથ્થાં પાછળ 5732 કરોડનો ખર્ચ કરશે. પેન્શનની રૂપાંતરિત કિંમત 1750 કરોડ થાય છે. ગ્રેજ્યુઇટી પાછળ સરકાર 1887 કરોડ અને કુટુંબ પેન્શન પાછળ 1250 કરોડનો ખર્ચ કરશે. ગુજરાતના પેન્શરોને રૂ. 263 કરોડની ખોટ ગઈ છે. કેન્દ્રની ભાજપ સરકાર આ માટે જવાબદાર માનવામાં આવે છે.
દેશમાં વ્યાજદરમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આ ઘટાડાના દોરના કારણે પેન્શનરોને મોટો ફટકો પડી રહ્યો છે. રિઝર્વ બેંકે હાલના વર્ષોમાં આર્થિક સુસ્તીની Âસ્થતી વચ્ચે ગ્રોથને વધારી દેવા માટે વ્યાજદરમાં સતત ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકે ગ્રોથને વધારી દેવા માટે સતત પાંચ વખત રિપો રેટમાં ઘટાડો કર્યો છે. વ્યાજદર ઘટી જવાના કારણે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડેચરમાં ૦.૩ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
ફેબ્રુઆરી મહિના બાદથી મોટા ભાગની બેંકોએ ડિપોઝિટ પર ૬.૭૫ ટકાના દરે વ્યાજ મળી રહ્યો છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયાના એક નવા અભ્યાસમાં દાવો કરવામા ંઆવ્યો છે કે પેન્શનરોને વ્યાજદરમાં ઘટાડો કરવાના કારણે સરેરાશ ૫૮૪૫ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં આશરે ચાર કરોડ પેન્શનરો છે. તેમાંથી દરેકના ખાતામાં ૩.૩૪ લાખ રૂપિયાની સરેરાશ ટર્મ ડિપોઝિટની રકમ રહેલી છે.
ગુજરાત સરકારે 2005થી પેન્શન યોજના બંધ કરી હોવા છતાં છેલ્લા ચાર વર્ષમાં પેન્શન બિલમાં 102 ટકાનો વિક્રમી વધારો થયો છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ સરકારી ખાતાઓમાં કર્મચારીઓની સંખ્યા 185575 છે. સરકારી સહાયિત સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યા 277370 છે. આમ કુલ 462945 કર્મચારીઓની સંખ્યા છે જેમને આગામી વર્ષે 29759 કરોડનો પગાર ચૂકવશે.
એ ઉપરાંત હાઇકોર્ટ ન્યાયાધીશોને પેન્શન ખર્ચ પેટે 8 કરોડ, ભવિષ્ય નિધિમાં ફાળો 0.10 કરોડ, નક્કી કરેલી મૂલ્ય વર્ધિત પેન્શન યોજનામાં 705 કરોડ તેમજ નક્કી કરેલી મૂલ્ય વર્ધિત પેન્શન યોજના માટેના વહીવટી ખર્ચ પેટે 3.20 કરોડ ખર્ચ કરશે. આ તમામ હેડમાં આગામી વર્ષે સરકારના 11327.30 કરોડ ખર્ચાશે. જો કે આ ખર્ચ 2014-15માં 5601.98 કરોડનો હતો તે સીધો વધીને 2017-18માં 10311.20 કરોડ થયો છે. ચાર વર્ષમાં કુલ 102.20 ટકાનો વધારો દર્શાવે છે.
વ્યાજદર ઘટી જવાના કારણે નુકસાન વધારે છે. હાલમાં વ્યાજ દરોને ઘટાડી દેવા માટેનો દોર ચાલી રહ્યો છે. રિઝર્વ બેંકે ગ્રોથને વધારી દેવા માટે સતત પાંચ વખત રિપો રેટમાં ઘટાડો કર્યો છે. મોંઘવારીનો દર સતત લાંબા સમયથી નીચેની સપાટી પર છે. જેના કારણે પેન્શનરોની માસિક રિટર્નની આવકને ફટકો પડી રહ્યો છે. રિઝર્વ બેંકે આ વર્ષે કેટલાક નવા પગલા લીધા છે. જેની અસર જાવા મળી રહી છે. પેન્શનરોના ડિપોઝિટ ઉપર હાલમાં ૬.૭૫ ટકાના દરે વ્યાજ મળે છે.
દેશમાં ઓછામાં ઓછા ચાર કરોડ વરિષ્ઠ નાગરિકોના ખાતામાં ડિપોઝિટની સરેરાશ રકમ ૩.૩૪ લાખ રૂપિયા હોઈ શકે છે. આ ઘટતા વ્યાજદરના દોરમાં ડિપોઝિટરો અને નાણાં લેનાર બંનેના હિતની સાથે એક સમાન વ્યવહાર કરવામાં આવે તે જરૂરી છે. વ્યાજદર ઘટવાથી પ્રાઇવેટ ફાઈનલ એક્સ્પેનડેચર પર પડનાર અંદાજિત અસર ૦.૩ ટકા છે. પેન્શનરોને ૨૦૧૫માં ૮.૫ ટકાના રેટના આધાર પર વ્યાજથી વાર્ષિક કમાણી ૨૮૩૭૦ રૂપિયા હતી
જ્યારે વર્તમાન રેટ ૬.૭૫ ટકા છે જેનાથી વ્યાજથી મળનારી વાર્ષિક રકમ ઘટીને ૨૨૫૪૫ થઇ ગઇ છે. આનાથી વાર્ષિક ૫૮૪૫ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. એસબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, સિનિયર સિટિઝન સેવિંગ્સ એસબીઆઈ દ્વારા પૂર્ણરીતે ટેક્સ ફ્રી કરવાની વિચારણા ચાલી રહી છે.