અહેમદ પટેલ અને બીપીટીના નેતા છોટું વસાવા વચ્ચે ભૂચમાં બેઠકોની સમજૂરી કરવા માટે બેઠક થઈ હતી. જેમાં છોટુ વસાવાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો કોંગ્રેસ તેમને બે બેઠક પર ટિકિટ નહીં આપે તો આદિવાસીની 7 બેઠક પર તેમને ઉમેદવાર ઊભા રાખશે અને ચૂંટણી લડીને તમામ બેઠકો જીતશે. તેથી ભાજપ અને કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી માનવામાં આવે છે.
લોકસભા ચૂટણીંમાં ગઠબંધન નહી થાય તો ભારતીય આદિવાસી પક્ષ – BTP તમામ આદિવાસી બેઠક પર ચૂંટણી લડશે:છોટુ વસાવાની ચીમકી ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી : દાહોદ, છોટાઉદેપુર, વલસાડ બેઠક પર BTની નજર અમદાવાદ :કોંગ્રસની ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતુ. જોકે આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય તો ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવાએ કહ્યું છે કે, અમે લોકસભા ચૂંટણી લડવા તૈયાર છીએ .ગઠબંધન થઈ જાય તો સારી વાત છે.પણ જો ગઠબંધન નહી થાય તો તેમની પાર્ટી તમામ આદિવાસી બેઠક પર ચૂંટણી લડશે. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ બેઠક પર BTP ચૂંટણી લડી શકે છે. છોટુ વસાવા ગુજરાતના આદિવાસી સમુદાયના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ડગમગાતી નૈયાને પાર લાવવાનું કામ જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કર્યું હતું. એ કારણે જ કોંગ્રેસે વસાવા સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું નક્કી કર્યું હતું.
કોંગ્રેસના સોનિયા ગાંધી 10 જનપથ સ્થિત પોતાના આવાસ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિનર પાર્ટીમાં સામેલ દળોમાં સમાજવાદી પાર્ટીથી રામ ગોપાલ યાદવ, એઆઈયૂડીએફથી બદરૂદ્દીન અજમલ, એનસીપીના શરદ પવાર, આરજેડીના તેજસ્વી યાદવ અને મીસા ભારતી, નેશનલ કોન્ફ્રન્સથી ઉમર અબ્દુલ્લા, ઝારખંડ મુક્તિ મોર્ચાથી હેમંત સોરેન, આરએલડીથી અજિત સિંહ, સીપીઆઈથી ડી રાજા, સીપીઆઈ ‘એમ’ સલીમ, ડીએમકેથી કાનિમોઝી, આઈયૂએમએલથી કટ્ટી, બસપાથી સતીશ ચંદ્ર મિશ્ર, કેરલ કોંગ્રેસ, જેવીએમથી બાબૂ લાલ મદાંડી, આરએસપીથી રામચંદ્રન, હિન્દુસ્તાન ટ્રાઈબલ પાર્ટીથી શરદ યાદવ, ટીએમસીથી સુદીપ બંધોપાધ્યાય, હિન્દુસ્તાન આવામ મોર્ચાથી જીતન માઝી અને જેડી-એસથી ડો. કુપેન્દ્ર રેડ્ડી સામેલ થયા છે.
આ છે મેજબાન પાર્ટીના સભ્ય
આ ડિનર પાર્ટીની મેજબાની કરી રહેલ કોંગ્રેસ પાર્ટી તરફથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, ગુલામ નબી આઝાદ, મલિક્કાર્જુન ખડગે, અહેમદ પટેલ, એ કે એન્ટની, રણદીપ સિંહ સુરજેવાળા ઉપસ્થિત રહ્યાં છે.
યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના આવાસ પર ડિનરનું આયોજન કર્યું છે. આવનાર વર્ષે થનાર ઈલેક્શન પહેલા બીજેપી વિરૂદ્ધ મોટો મોર્ચો ઉભો કરવાની કોશિશના રૂપમાં દેખવામાં આવી રહેલ આ ડિનર પાર્ટીમાં 19 વિપક્ષી દળોના નેતા પહોંચ્યા હતા.
આંધ્ર પ્રદેશની સત્તામાં રહેલ તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી), બીજેપી અને ટીઆરએસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નહતું. ટીડીપીએ હાલમાં જ પોતાના મંત્રીઓને નરેન્દ્ર મોદી સરકારમાંથી હટાવી લીધા છે, પરંતુ તે એનડીએની એક ભાગ બનેલી છે. જ્યારે બીજેડીનું ઓડિશા અને ટીઆરએસનું તેલંગાનામાં શાસન છે.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ વિકાસ મોર્ચાના નેતા બાબૂલાલ મરાંડી, ઝારખંડના મુક્તિ મોર્ચાના હેમંત સોરેન, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોર્ચાના પ્રમુખ જીતન રામ માંઝી બેઠકમાં પહોંચ્યા છે. માંઝીએ હાલમાં જ રાજગનો સાથ છોડીને લાલૂ પ્રસાદના રાજદ સાથે હાથ મિલાવ્યો છે.
કોંગ્રસની ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતુ. જોકે આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય તો ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવાએ કહ્યું છે કે, અમે લોકસભા ચૂંટણી લડવા તૈયાર છીએ .ગઠબંધન થઈ જાય તો સારી વાત છે.પણ જો ગઠબંધન નહી થાય તો તેમની પાર્ટી તમામ આદિવાસી બેઠક પર ચૂંટણી લડશે. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ બેઠક પર BTP ચૂંટણી લડી શકે છે.
છોટુ વસાવા ગુજરાતના આદિવાસી સમુદાયના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ડગમગાતી નૈયાને પાર લાવવાનું કામ જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કર્યું હતું. એ કારણે જ કોંગ્રેસે વસાવા સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું નક્કી કર્યું હતું.
છોટૂભાઈ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી નામનું રાજનૈતિક દળ બનાવ્યું છે જેનું ચૂંટણી ચિન્હ ઓટોરીક્ષા છે. ગુજરાતમાં લગભગ 12 ટકા આદિવાસી મતદાતાઓ છે. ત્યાર છોટૂ વસાવાને જો મનાવવામાં ન આવે તો મતનું વિભાજન થશે. જે કોંગ્રેસ કોઈ કાળે નહીં ઈચ્છે કારણ કે ભાજપને હરાવવા માટે છોટૂભાઈ વસાવાની જરૂર પડે તેમ છે.
વસાવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ખૂબ પોપ્યુલર છે. ત્યાંની સીટોમાં પણ વસાવાનો પ્રભાવ છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, ડાંગ જેવા જિલ્લાઓમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની પક્કડ મજબૂત છે. તેની પાછળનું કારણ પણ છોટૂ વસાવા જ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ આદિવાસી મતો નહોતા મેળવી શક્યા.R