બે લાખની લાંચ લેતા પકડાયેલા રાજકોટના સભ્યને ભાજપ બચાવી રહ્યો છે

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની મદદથી કારોબારી સમિતિમાં ચૂંટાયેલાં કિશોર પાદરિયા પેઢલા બેઠક ઉપરથી ચુંટાયેલા અસંતુષ્ઠ જૂથના સભ્ય છે.  જે જેતપૂર નજીકની એક હાઇ વે હોટલ ઉપર બે લાખ રૂપિયાની લાંચ લેતાં લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. કિશોર પાદરીયએ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એલઇડી કોન્ટ્રાક્ટ આપવા બે લાખ રૂપિયા માંગ્યા હતા. જે કોન્ટ્રાકટરે જેતપૂર નજીકની એક હોટલમાં સ્વીકારતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. તેમની સામે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે તેમને તુરંત બરતરફ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે. પણ તેમણે કોંગ્રેસ પક્ષને ખતમ કરવાનું કામ કર્યું હોવાથી રાજ્યની ભાજપ સરકાર તેમને બચાવી રહી છે. ભ્રષ્ટ નેતાઓને પણ ભાજપ બચાવીને ગુજરાતના રાજકારણની અધોગતિ કરી રહ્યો હોવાની લાગણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટમાં જોવા મળે છે.

તાજેતરમાં કોંગ્રેસના જૂથમાંથી બગાવત કરી અલગ જૂથ રચના કરી ભાજપની મદદથી અસંતુષ્ટ જૂથમાં ગયા હતા. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં પણ તેમણે પ્રમુખ વતિ વહિવટ સંભાળ્યો હતો.

આરોપી કિશોર પાદરિયા ઉર્ફે કે.પી.એ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તેમને લોકકલ્યાણના તેમના વિસ્તારમાં કાર્યો કરવા માટે 20 લાખ રૂપિયાની સ્વભંડોળની ગ્રાન્ટ મળે છે. તેમાંથી રૂ.15 લાખ રૂપિયાનો એલઇડી કોન્ટ્રાકટ આપવા માટે બે લાખ રૂપિયા કટકી પેટે માગ્યા હતાં.