સુપ્રીમ કોર્ટમાં અમદાવાદના એક વિદ્યાર્થી દ્વારા દાખલ એક જનહિત યાચીકમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની બેંચ દ્વારા ગુજરાત સરકારને બોગસ ડિગ્રી આપતી સંસ્થા નેશનલ ઇન્સ્ટટ્યુટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ (N I E M) ના મામલે નોટિસ ફટકારવામાં આવી છે,
દાખલ પીઆઈએલ મુજબ NIEM અમદાવાદ, મુંબઇ, પુણે, સહિતની સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન અને માસ્ટરની બોગસ આપી રહી છે જે મામલે યાચીકા કરતા વિદ્યાર્થી દ્વારા ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારને જાણ કરવા છતાં કાર્યવાહી ન થતાં સપરું કોર્ટમાં યાચીકા દાખલ કરવામાં આવી છે,
નોંધનીય છે કે અત્યારે NIEM અમદાવાદ,પુણે,સહિતના સંસ્થાઓમાં 1000 થી વધારે વિદ્યાર્થીઓ BBA , MBA સહિતના ડિગ્રી ડિપ્લોમા કોર્સ કરી રહયાં છે જેમને રાજસ્થાનની ખાનગી યુનિવર્સિટી સિંઘાનિયા યુનિની ડિગ્રી એનાયત કરવામાં આવશે જે UGC ના નિયમો પ્રમાણે બોગસ ગણવામાં આવે છે,
એવી પરિસ્થિતિમાં જો સુપ્રીમ કોર્ટ N I E M સાથે કોઈ કડક કાર્યવાહી કરે તો એક હજારથી વધુ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકારમય બનવાની શકયતા છે, છતાંય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના દમદાર મંત્રી ભુપેન્દ્રસિંહની ઘોર નિંદ્રા ક્યારે ઉડશે તેની રાહ સુપ્રીમમાં યાચીકા કરનાર વિદ્યાર્થી સમેત હજારો વિદ્યાર્થીઓ જોઈ રહયાં છે….!!
વિદ્યાર્થી શ્યામ કુમાર પરીક અમદાવાદ ના એડવોકેટ ઓમ કોટવાલના મારફતે સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચીકા દાખલ કરી છે, જનહિત યાચીકામાં સુનવણી કરી રહેલા ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ , નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટમેંનેજમેન્ટ ની બધીય શાખાઓ,રાજસ્થાનના ઝુનઝુનું માં આવેલી સિંઘાનિયા યુનિ , રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગ , મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ ને નોટિસ ફટકારી છે,
આવનાર દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર રૂ ધારણ કરે તેવી પુરી શકયતા છે કેમકે પ્રોફેસર યશપાલ બનામ છત્તીસગઢ સરકારના જજમેન્ટ પછી આ પ્રકારના બીજા મામલે સુપ્રીમ કોર્ટમાં યાચીકા દાખલ કરાઈ છે,નોંધનીય છે કે પ્રોફેસર યશપાલ બનામ છત્તીસગઢ મામલે સુપ્રીમ કોર્ટ ખાનગી યુનિવર્સીટી કેમ્પસની બહાર કોઈ પણ પ્રકારે કોર્સ ચલાવવા કે ડિગ્રી અપાવાની મનાઈ ફરમાવી હતી અને જો યુનિ કેમ્પસ બહાર ડિગ્રી અથવા તો સર્ટીફીકેટ આપવામાં આવે તો બોગસ ગણવામાં આવેછે…!!