બ્રહ્મવિદ્યા જાણવા બિસ્કીટ અને મિનરલ પાણી અપાયા !

અમદાવાદ: સુખી જીવન માટે 1200 વર્ષ જૂની પ્રાચીન બ્રહ્મવિદ્યા વિશે ગુજરાતમાં પ્રથમવાર તાલીમસત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં ફેક્ટરીમાં બનેલા મહિનાઓ જૂનો ખોરાક તરીકે બિસ્કીટ આપવામાં આવ્યા હતા. 1200 વર્ષ પહેલાં કુદરતી ખોરાક ખવાતો હતો. લોકો લીલા શાકભાજી અને ફળો, પાન, ફૂલ ખાતાં હતા. પણ અહીં તો કૃત્રિમ અને ફેક્ટરીમાં બનેલો બિસ્કીટનો ખોરાક આપવામાં આવ્યો હતો.

આયોજકો અહીંથી અટક્યા ન હતા. તેમણે પિવાનું પાણી નદીનું આપવાના બદલે મીનરલ પાણી આપવામાં આવ્યું હતું. 1200 વર્ષ પહેલાં માટલાનું પાણી કે નદીનું પામી આશ્રમોમાં આપવામાં આવતું હતું.

આમ આયોજકો કેવી બનાવટો કરતાં હોય છે તે આ તસવિર કહી જાય છે. જે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની વ્યવસ્થા સંભાળતાં લોકો દ્વારા રીલીઝ કરવામાં આવી હતી.

કુદરતી ઉપચાર કરીને પોતાનું કેન્સર જાતે મટાવી દીધું એવા મફતભાઈ પટેલને અહીં બોલાવાયા તો ખરા પણ કુદરતી ખોરાકના બદલે અહીં શાસ્ત્ર વિરુદ્ધનો ખોરાક અને પાણી આપવામાં આવ્યા હતા.

એક જમાનામાં નાલંદા વિદ્યાપીઠ તરફથી વિકસાવવામાં આવેલી બ્રહ્મવિદ્યા પછીથી તિબેટમાં લોકપ્રિય બની અને હવે ફરીથી તે વિદ્યાનું ભારતમાં આગમન થયું છે. આ વિદ્યા અંતર્ગત સરળ આસનો, પ્રાણાયામ અને કસરત વડે જીવન સુખી અને તંદુરસ્ત બનાવવા અંગે ટીપ્સ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર વરિષ્ઠ લેખક મફતલાલ પટેલ અને આઈક્યુ ફોરમ ફોર જસ્ટીસના પ્રમુખ રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે યોગાસનોની સરખામણીમાં બ્રહ્મવિદ્યાના આસનો અને કસરત કંઈક અલગ પ્રકારના હોય છે. તેમાં અધ્યાત્મિક ઉન્નતિ અને વિચારોને ઉચ્ચ સકારાત્મક અભિગમ ધરાવતા બનાવીને લાંબુ આયુષ્ય ભોગવવાની કળા શીખવવામાં આવે છે. નિષ્ણાત અરવિંદ જોશીના માર્ગદર્શન હેઠળ કાર્યરત એસજેજી પરિવાર સંસ્થા તરફથી શહેરની એક હોટલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના 30 અગ્રણીઓને મુંબઈથી આવેલા બે નિષ્ણાતોએ તાલીમ આપી હતી.