ભગવાન જગન્નાથ જમીનદાર અને કિલોબંધી સોનાના માલીક

પુરી,તા:૨૮
હિન્દુઓના મંદિરો કરોડોના આસીમી હોય છે. જેમાં અતિપ્રાચીન મંદિરોમાં તો જાણે સોનાચાંદીના દાગીના, હિરા માણેક નો ખજાનો હોય છે.લખલૂંટ પૈસાની રેલમછેલ હોય છે. ધનાઢ્ય મંદીરોમાં અનેક લોકો રોજેરોજ લાખો કરોડોનું દાન કરે છે. ભગવાન પાસે જમીન પણ હોય છે. આ જમીનો તેમને દાનમાં મળેલી હોય છે.

જગન્નાથ પુરીના ઇષ્ટદેવ ભગવાન જગન્નાથ પાસે ૬૦ હજાર એકર જમીન અને ૧૬૦ કિલો સોનું છે એવી માહિતી પ્રકાશમાં આવી છે.

ઓરિસા વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. આ સંપત્તિ ઉપરાંત અનેક કિંમતી હીરામાણેક મોતી નીલમ પોખરાજ ઉપરાંત અન્ય છ રાજ્યોમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર બસો બાવન એકર જમીન પણ છે.

ભગવાન વિષ્ણુનો અવતાર મનાતા આ દેવનાં પત્ની ખુદ લક્ષ્મઈજ હોય ત્યારે સંપત્તિ અખૂટ હોયએ સ્વાભાવિક ગણાય. વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતીકે જે છ રાજ્યોમાં ભગવાન જગન્નાથની જમીન છે એમાં સૌથી વધુ જમીન પશ્ચિમ બંગાળમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં  ૨૮.૨૧૮ એકર, આંધ્ર પ્રદેશમાં ૧૭,૦૨૦ એકર, મધ્ય પ્રદેશમાં ૨૫,૧૧૦ એકર, છત્તીસગઢમાં ૧,૭૦૦ એકર અને સૌથી ઓછી જમીન બિહારમા ૨૭૪ એકર જમીન છે.