2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક લોકોએ ભાજપ છોડી દીધો છે. તેઓ ટિકિટ મેળવવા અથવા સારા પદ મેળવવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. તેમને ભાજપની નીતિ પસંદ આવતી ન હોવાથી ભાજપ છોડી રહ્યાં છે. આવા એક ભાજપના મહત્વના નેતા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધો છે. તેઓ ગઈ વિધાનસભાની ચૂંટણી ખેડા જિલ્લામાંથી લડ્યા હતા. પણ હારી ગયા હતા.
11 મહિનામાં જ ભાજપને વિદાય

14 સપ્ટેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે જ કોંગ્રેસને નબળી પાડવા અને ટિકિટ મેળવવા માટે તેઓ ભાજપમાં જોડાયા હતા. ખેડા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ પરમાર, સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ દિવસે ગુજરાતમાં અનેક લોકોએ ભાજપ અને કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ પક્ષ પલટો કરી ચૂક્યા હતા.
મારી સામે ષડયંત્ર હતું
ભરતસિંહ પરમારની મહુધા બેઠક પર હાર થઈ હતી. કોંગ્રેસમાંથી આવીને સીધી ટિકિટ આપવામાં આવતાં ભાજપના નેતાઓએ ભરતસિંહને હરાવ્યા હતા. તેમને હરાવવા માટે ભાજપના જિલ્લાના નેતાઓએ કાવતરું બનાવ્યું હોવાની જાણ ભાજપના પ્રદેશ પ્રમુખને કરી હતી. ભાજપના નેતાઓ એવું માનતા હતા કે ભરતસિંહ ન હોત તો પણ આ બેઠક પર ભાજપ જીતે તેમ હતો. તેથી હાર થઈ અને હારી ગયા પછી ભરતને હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. વિધાનસભા વખતે તેમની સામે ભાજપના તમામ નેતાઓ આવી ગયા હતા. પ્રદેશ નેતાઓએ કરેલા નિર્ણય સામે ખેડા જિલ્લાના નેતાઓનો રીતસર બળવો હતો. કોઈ શિસ્ત ન હતી કે પ્રદેશ નેતાઓનો કોઈ અંકુશ અહીં ન હતો. આખી ટીમ પક્ષની વિરૂદ્ધમાં કામ કર્યું હતું. ભરતસિંહએ આરોપ મૂક્યો હતો કે મને ઈરાદાપૂર્વક મને હરાવવામાં આવ્યો હતો. મહુધા બેઠક પર હાર થાય તે એક ષડયંત્ર હતું.
લોકસભાની અસર
લોકસભાની સીધી અસર ખેડા જિલ્લાના રાજકારણમાં શરૂ થઇ છે. ગત વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપીને મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા ભારતસિંહ પરમારનો ભાજપ પ્રેમ ઓસરી ગયો છે. રાજીનામું આપવા પાછળના ભારતસિંહે દર્શાવેલા કારણો ભાજપ માટે ઘણા ગંભીર ગણી શકાય તેમ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરી પણ કંઈ ન થયું
વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મહુધા વિધાનસભામાં ભાજપના ઉમેદવારની હાર થઇ તે માટે મંથન કરવા અમે વારંવાર જિલ્લા પ્રમુખને જાણ કરી હતી. પરંતુ જિલ્લા પ્રમુખ કે પ્રદેશમાંથી કોઇપણ નેતા અમારી સાથે ચર્ચા કરવા પણ તૈયાર ન હતા. પક્ષ વિરોધી કામગીરી કરી તે બાબતે પક્ષને જાણ કરી હોવા છતા તેમની સામે શિસ્ત ભંગના પગલા ભરવાને બદલે તેમને છાવરવામાં આવતા હતા. ભાજપમાં જોડાઈને મેં મોટી ભૂલ કરી હતી. ભાજપ સૌને સાથે લઈને ચાલનારો પક્ષ નથી..
ભાજપના સાંસદ ચૌહાણે ખતમ કર્યા
ભરતસિંહને હરાવવામાં અને લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખે દેવુસિંહ ચૌહાણે પોતાના સૌથી મોટા હરીફને આ રીતે ખતમ કરી દીધા હોવાનું ભાજપના કાર્યકરો માને છે.
ફરી કોંગ્રેસમાં જોડાશે, કોંગ્રેસ ભૂલ કરશે
ભારતસિહ પરમાર દ્વારા ભાજપ પક્ષ છોડ્યા બાદ રાજકારણમાં ચર્ચાઓ ચાલી છે કે તેઓ પુન: કોગ્રેસ પક્ષમાં જોડાય એવી શક્યતા છે. જો તેમ થશે તો તે કોંગ્રેસની ભૂલ હશે. કટોકટીના સમયે તેમણે કોંગ્રેસની પીઠ પાછળ છુરો ભોંક્યો હતો. કોંગ્રેસના નેતાઓ એક પછી એક રાજીનામાં આપીને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા હતા. હવે તેમને ફરી કોંગ્રેસમાં લેવામાં આવી રહ્યાં છે.
આયારામ ગયા રામની પક્ષાંતર પ્રવૃત્તિથી ખતરો
14 સપ્ટેમ્બર 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં અનેક નેતાઓ જોડાતાં કોંગ્રેસે પણ ભાજપના કાર્યકરોનું પક્ષાંતર કરાવ્યું હતું. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના ભાજપના મહત્ત્વના આગેવાનો તથા કાર્યકરો ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપ સરકારની નીતિથી હેરાન-પરેશાન હતા. ખેડા જિલ્લાના મહત્ત્વના ભાજપના આગેવાનો એ.પી.એમ.સી. કઠલાલના ચેરમેન અને ખેડાજિલ્લા મધ્યસ્થ બેંકના ડીરેક્ટર શતાભાઈ જી. સોઢા પરમાર વાઈસ ચેરમેન હસમુખભાઈ કઠલાલ, તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ મિલનભાઈ સોઢા કઠલાલ, તાલુકા ખરીદ-વેંચાણ સંઘના ચેરમેન ગુલાબસિંહ રૃપાલસિંહ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન શતાભાઈ ખવાભાઈ, ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના લક્ષ્મણભાઈ પરમાર, મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
શંકરસિંહ ઈફેક્ટ
પૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં શરૂ થયેલી કોંગ્રેસના કાર્યકર્તાઓની ભરતી દિવસો સુધી ચાલુ રહી હતી. કોંગ્રેસના હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને 13 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. શંકરસિંહ અને તેમના પૂત્રને બાદ કરીને તમામ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડ્યા હતા. જેમાં બે વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 11 હારી ગયા હતા. કોંગ્રેસ માંથી બી.જે.પી માં જોડાયેલ રામસિંહ પરમારની હાર થઈ ન હતી પણ તેમને ભાજપના જ નેતાઓએ હરાવ્યા હતા.