ભરી સભામાં મહિલાના કપડાં ખેંચી વસ્ત્રાહરણ કરનાર કોંગ્રેસના સભ્યની ત્રણ મહિના પછી ધરપકડ

લોકશાહી નહીં પૈસાશાહી યુગનો આરંભ

31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયતમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈ થઈ હતી. કોઈની પાસે બહુમતી ન હતી. તેથી જે વધું પૈસા કે વધું સત્તા આપીને ખરીદી લે તેમની સાથે એકબીજા પક્ષના સભ્યો જવા લાગ્યા હતા. આવા ખરીદ વેચાણની સાથે મહિલાના કપડાં ખેંચી ફાડી નાંખવાની ઘટના 20 જુન 2018માં બોડેલી તાલુકા પંચાયતમાં ભરસભામાં થયા હતા. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. તેમાં ચાર રાજકારણીઓ ભાગતા ફરતાં હતા ત્રણ સભ્યો સામેથી હાજર થઈ ગયા હતા એક સભ્ય ભાગતાં ફરતાં હતા તેમની ઘરપકડ ત્રણ મહિના બાદ 28 સપ્ટેમ્બર 2018માં કરવામાં આવી છે. કોંગ્રેસના મહિલા સભ્યના કપડાં કોંગ્રેસની જ ત્રણ મહિલા અને એક પુરૂષ રાજકારણીએ ખેંચ્યા હતા અને તેમના કપડાં ફાટી ગયા હતા. એક મત મેળવવા માટે કોંગ્રેસની મહિલાના કપડાં ખેંચાયા હતા. જેમાં ભાજપે એક મત મેળવવા માટે રાજકારણની ગરિમા બાજુ પર મૂકી દીધી હતી. ભાજપે એકમતથી વિજય મેળવ્યો હતો પણ લોકશાહીની કલંકિત મહાભારત જેની દુર્યોધન અને ધ્રુતરાષ્ટ્રની સભા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

કોંગ્રેસના સભ્ય વિનિતાબેન રાઠવાના કપડાં ફાડી નાંખવામાં આવ્યા હતા. તેમણે પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેમાં વિલતા રાઠવાએ ભાજપ તરફી મતદાન કરતાં તેમને કોંગ્રેસના સભ્યોએ ખેંચતાણ કરીને કપકાં ફાડી નાંક્યા હતા. કોંગ્રેસના 4 સભ્યો સામે ફરિયાદ કરી હતી. જેમાં કોંગ્રેસના સભ્ય અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેસ્તાબેન રાઠવા, સ્નેહાબેન બારીયા, યોગીનાબેન પટેલ અને અમૃત રાઠીની સામે ફરિયાદ નોંધી હતી. ડિવાયએસપી મેધા તેવારે ધરપકડ કરી છે.

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં એક મત મેળવીને સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ મહિલાનું સંન્માન ભૂલી ગયા હતા. મત માટે એક મહિલા સભ્યની ખેંચાખેંચ કરાતાં ભરી સભામાં મહિલાનાં કપડા પણ ખેંચાઇ ગયા હતાં. ભાજપ છાવણીમાં બેઠેલાં પોતાના મહિલા સભ્યને ખેંચી લાવવાના કોંગ્રેસના પ્રયાસ સામે ભાજપના સભ્યોએ તેમને પકડી રાખ્યાં હતા.

બોડેલી તાલુકા પંચાયતની કુલ 26 બેઠક માંથી 13 બેઠક કોંગ્રેસ અને 13 બેઠક ભાજપને મળી હતી. તેથી ટાઈ થઈ હતી. ચિઠ્ઠી ઉછાળતાં અઢી વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ રહ્યા હતા. અઢી વર્ષ પુરા થતાં મધ્યસત્ર ચૂંટણી થઈ હતી જેમાં બન્ને પાસે સમાન સભ્યો હોવાથી સત્તા મેળવવા ખુરશીના ખેલ ખેલાયા હતા. ફરી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમા બંન્ને પક્ષની બેઠક એક સરખી હોવાથી એક સભ્ય માટે ખેંચાખેંચ રહી હતી.કોંગ્રેસની સભ્ય વિનિતા બેન પ્રવીણભાઇ રાઠવા કોંગ્રેસને બદલે ભાજપ તરફથી મત આપવા જતાં ઉહાપોહ મચી ગયો હતો. કોંગ્રેસ સભ્યો વિનિતા બેનનનો હાથ પકડી ખેંચવા લાગ્યા હતા. ભાજપે વિનિતાને પોતાની તરફ ખેંચવાનું શરૂ કર્યું હતું. આમ એક મત માટે સભ્યની ખેંચતાણ એટલી હદે થઈ તે વિનિતાના કપડાં ફાટી ગયા હતા.  પોલીસ દોડી આવી હતી અને વિનિતાને છોડાવ્યા હતા.

મતદાન હાથ ધરાતાં અધિકારીએ બન્ને પક્ષને 13-13 મત મળ્યા હોવાનું જાહેર કર્યું હતું. પણ પછી ભાજપને 14 મત મળ્યા હોવાનું ફરીથી જાહેરાત કરાતાં ભાજપના જગદીશ બારી સત્તા પર આવ્યાં હતા. આમ જે મહિલાના કપડાં ખેંચવામાં આવ્યા હતા તેમના ક્રોસ વોટીંગથી મતથી ભાજપ જીત્યો હતો.

સત્તા માટે સોગઠાં રમાય અને સોગઠાની હારજીતમાં ચિરહરણ પણ થાય. આ વાત અત્યારસુધી સાંભળી હતી. પરંતુ કહેવાતી લોકશાહીમાં આ વાત આજે સાચી પણ ઠરી છે. બોડેલી તાલુકા પંચાયતમાં સત્તા માટે એક મહિલા સભ્યનું વસ્ત્રાહરણ થયું. અને ભાજપ જીત્યો હતો. આ ઘટના લોકશાહીના ચીરહરણની હતી, એમ કહીએ કે સત્તા માટે એક મહિલા સભ્યના ચીરહરણની ઘટના હતી.

સાડી પહેરેલા વિનિતાના વસ્ત્રો ખેંચાઈ રહ્યાં હતા તેનું વિડિયો રેકોર્ડિંગ કરાયું હતું. જેમાં જણાતું હતું કે, મહિલા માટે બોલાચાલી ઝપાઝપી અને ખેંચાખેંચી સુધી પહોંચી હતી. વસ્ત્રો ફાટી ગયા અને શરમજનક સ્થિતીમાં મૂકાવું પડ્યું હતું. લોકશાહીના લીરા ઉડી રહ્યા હતા. જો કે લોકશાહીના ચિરહરણ બાદ કોંગ્રેસના વિનિતાબેનના ટેકાથી ભાજપ સત્તા મેળવવામાં સફળ રહ્યું હતું. પોલીસમાં છેડતી અને એટ્રોસિટી અને મારી નાંખવાની ફરિયાદ અમરત તારાચંદ રાઠી સામે થઈ હતી.  સ્નેહાબેન બારીયા, સુરેસ્તાબેન રાઠવા, યોગીબેન પટેલ સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ થઈ હતી.  એટ્રોસીટી, જાનથી મારી નાંખવાની ધમકી, હુમલો કરીને મહિલા સભ્યના કપડાં ફાડી નાખી ખેંચતાણ કરવા સબબ ગુનો નોંધાવામાં આવ્યો હતો. .

ચારેય આરોપીઓએ તેમની વચ્ચે ફરિયાદી મહિલા સભ્યને ખુરશીમાં પકડીને બેસાડેલ હતા. તા.પં. પ્રમુખ રહેલ સુરેસ્તાબેન રાઠવાએ મહિલા સભ્યને જણાવેલું હતું કે, તું કોંગ્રેસના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં મત નહીં આપે તો તારું ખૂન કરી નાંખીશું. ધમકીઓ આપવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં લોકશાહીનું વસ્ત્રાહરણ

માત્ર બોડેલી જ નહીં પણ 20 જૂન 2018નો દિવસ સમગ્ર ગુજરાતની લોકશાહી માટે કાળ દિવસ ગણી શકાય તેવો રહ્યો હતો.

20 જૂન 2018 જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખની ચૂંટણીઓમાં નીતિ નિયમો અને શરમ નેવે મૂકવામાં આવી હતી. ક્યાંય નીતિમત્તા ન હતી. સત્તા સમરાંગણમાં ફેરવાઇ હતી. ટાયેલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. હોર્સટ્રેડિંગ થતાં કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતોમાં એવી બાજી પલટાઇ હતી કે,સત્તા પરિવર્તન થયું હતું. અમદાવાદમાં તો કરોડો રૂપિયા કોંગ્રેસે અને ભાજપે સત્તા ટકાવી રાખવા માટે ખર્ચી કાઢ્યા હતા.

ભાજપની રાજકીય અને આર્થિક લોભલાલચથી કોંગ્રેસની 5 જીલ્લા પંચાયતો ભાજપે આંચકી લીધી હતી. પ્રજાએ આપેલાં મતની વિરૃદ્ધ ભાજપ અને કોંગ્રેસે લોકશાહીનું ખરા અર્થમાં ખૂન કર્યું હતું. ભાજપની દિલ્હી નેતાગીરીએ તો એવો આદેશ આપ્યો હતો કે કોંગ્રેસ પાસે રહેલી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ખરીદી લઈને ભાજપની કરી લો.

બળવો થતાં ભાજપે 21 તાલુકા પંચાયતો ગુમાવવી પડી હતી. કોંગ્રેસના જ બળવાખોરોએ ભાજપને સમર્થન આપતાં કોંગ્રેસ શાસિત પાંચ જિલ્લા પંચાયતો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસને પ્રજાએ મતદાનથી આપેલી  31 તાલુકા પંચાયતો ભાજપે નાણાં અને લોભના જોરે પોતાની કરી લીધી હતી. આમ મતદારો જેમને ચૂંટે તેમને ખરીદી લેવી એવી નવી પૈસાશાહી ગુજરાતમાં 2018માં જોવા મળી હતી. રાજ્યસભામાં મત મેળવવા માટે ભાજપે 15 ધારાસભ્યોને રૂ.16 કરોડ સુધી ખરીદી લીધા હતા. આવું જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપે કર્યું હતું. જેમાં થોડે અંશે કોંગ્રેસે પણ કર્યું હતું. કોંગ્રેસ પાસે 18 જીલ્લા પંચાયતો રહી હતી.

વડોદરા જીલ્લા પંચાયતમાં સભ્યોને બાઉન્સરો વચ્ચે લાવવા પડયા હતાં. મોટા ભાગે તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ચૂંટણીને પગલે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો હતો. જે લોકશાહી માટે ખતરો સૂચવે છે. ડાંગ જીલ્લા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો સામસામે આવી જતાં માહોલ સૂત્રોચ્ચારો થયા હતા. જામજોધપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસની મહિલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. ડાંગ જીલ્લા પંચાયતમાં બબાલ થતાં અધિકારીએ આખીય ચૂંટણી જ રદ કરી દીધી હતી.

પ્રજા જેમને ચૂંટીને મોકલે છે તેઓ સત્તા મેળવવા એટલે કે પૈસા કમાવા માટે પક્ષપલટો કરે છે. વ્યાપક પ્રમાણાં આવો પક્ષપલટો 20 જૂન 2018માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયો હતો. જે ગુજરાતની લોકશાહી માટે કલંકિત પ્રકરણ રહેશે. ભાજપ-કોંગ્રેસમાં સભ્યોમાં બળવાની સ્થિતી થઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે કરોડો રૂપિયાનો ખેલ થયો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ખોડાજી ઠાકોરે તેમના જ સભ્યો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. તો વળી, અનેક પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતાં. ભાજપ કોંગ્રેસના સભ્યો પક્ષના આદેશને ઘોળીને પી ગયા હતા. અમદાવાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર સભ્યોને સંભાળી ન શકતાં જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયુ હતું. ભાજપે એક સહકારી બેન્કના ચેરમેનને ઓપરેશન પાર પાડવા જવાબદારી સોંપી હતી જેના લીધે અમદાવાદ જીલ્લા પંચાયતમાં કમળ ખિલ્યુ હતું. બે કરોડ રૂપિયાની બોલી ભાજપે બોલી હતી. આવી બોલી પાંચ જિલ્લા પંચાયત અને 31 તાલુકા પંચાયતમાં બોલી હતી. ભાજપ પાસે પુરતું ફંડ હોવાથી તેમણે ઊંચા ભાવે ખરીદી કરી હતી.

દિલ્હીથી સૂચના આવી હતી કે કોંગ્રેસ પાસે રહેલી 50 ટકા જિલ્લા પંચાયતો તોડીને ભાજપની કરી લેવી. પણ તેમ થઈ શક્યું નહીં તે સારા રાજકારણની નિશાની કહી શકાય તેમ છે. કોંગ્રેસી સભ્યોને ખરીદવા પ્રયાસો કરાયા હતાં. શામ,દામ દંડભેદની નીતિથી પંચાયતો પર કબજો કરવા પ્રયત્નો થયા હતા. સત્તાનો બેફામ ઉપયોગ ભાજપે કર્યો હતો. પોલીસની ધાકધમકીનો ઉપયોગ થયો હતો. ગુના દાખલ કરીને કે બ્લેક મેઈલ કરીને કોંગ્રેસના સભ્યોને ડરાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં જનાધાર ઘટતા ભાજપે પંચાયતો કબજે કરવાનું નક્કી કર્યું હતું. ભાજપ પાસે બેશુમાર દોલત હોવાથી તેઓ તેમાં ઘણે અંશે સફળ પણ રહ્યો હતો.

આ બધા પ્રકરણમાં બોડેલી અને જામજોધપુર તાલુકા પંચાયતની ઘટના ગુજરાતના અંતિમવાદી રાજકારણની શરૂઆત બતાવે છે.

(દિલીપ પટેલ)