એવી જ એક જાહેરમાં ધમકી ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને આપવામાં આવી હતી. થોડા સમય પહેલાં અમદાવાદમાં રખડતી ગાયો પકડવા માટે ગયેલા અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ અને પોલીસ પર હુમલો થયો ત્યારે ભવાન ભરવાડે પોતાની જ સરકારનો વિરોધ કરીને ચીમકી આપી હતી કે આવું નહીં ચલાવી લેવામાં આવે.
20 મે 2019માં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભવાન ભરવાડે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને અમદાવાદમાં ઢોર પકડવા મુદ્દે થયેલી ઘટના બાબતે ભરવાડ સમાજના લોકો સાથે સરકાાર દ્વારા અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેથી ભાજપ સરકાર તેનાથી નારાજ હતી.
ભવાન ભરવાડ હોટલમાં સુવ્યવસ્થિત રીતે ચાલતું ગુનાખોરીનું ધામ છે. પોલીસ માટે ગોકુલ પોતે એક ધામ કેમ છે. ગોકુલ હોટલમાં જુગારનો અડ્ડો ચાલે છે તે નવી વાત નથી. પોલીસના દરોડા કરતા પહેલા જ ગોકુલ હોટેલમાં માહિતી પહોંચી જાય છે. હપ્તાખોર પોલીસને ગોકુલ હોટલના તમામ ધંધાની જાણ છે. ઉપરથી દબાણ આવે એટલે દરોડા થાય છે. પણ મળે કશું જ નહીં.