ગુજરાત પોલીસ ભાગતાં ફરતાં આરોપીઓને પકડવામાં સદંતન નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં 21 હજાર આરોપીઓ એવા છે કે જેને પોલીસ પકડી શકી નથી.
સરકારે રાજ્યમાં ર૧૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓને રાજ્યવ્યાપી સઘન ઝૂંબેશ હાથ ધરી પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા
આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટીમ બનાવીને હાલની વ્યવસ્થામાં એસ.પી,
એલ.સી.બી., રેંજ, આર.આર. સ્કર્વોડ, એ.ટી.એસ અને સ્ટેટ ક્રાઇમ દ્વારા મોબાઇલ લોકેશન
સી.સી.ટીવી નેટવર્ક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓને
ઝડપી પાડવામાં આવશે.
આ કામગીરીની રાજ્યના ડી.જી.પી. કક્ષાએ ત્રિમાસીક સમીક્ષા કરાશે.