ગુજરાતના ભાજપાના નેતા અને એક સમયના સાવ નિષ્ફળ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ હાલ દમણ અને દીવને શાસક છે. તેણે સારા કામો કર્યા તે અંગેના વખાણ કોંગ્રેસના એક સભ્યએ કરતાં કોંગ્રેસના નેતા દ્વારા તેમની સામે ફરિયાદ કરીને નોટિસ આપવા માટે સૂચના આપી છે. તેમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે તેમણે શા માટે ભાજપના રાજના વખાણ કર્યા. પ્રફુલ પટેલના કેમ વખાણ કર્યા છે.
દમણ નગરપાલિકા કાઉન્સિલર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત શાસનના વખાણ કરતી રેલી કાઢતા કોંગ્રેસના કેતન પટેલે કાઉન્સિલર પાસે ખુલાસો માગ્યો છે. આ અંગે કેન્દ્રની નેતાગીરીને પણ જાણ કરી છે. તેમણે પક્ષના મહાસચિવ ને તાત્કાલિક ધોરણે પોતાના સભ્યને નોટિસ આપવા તાકીદ કરી છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સલીમ મેમણ દમણ-દીવ અને દાનહ વિસ્તારમાં પ્રફઉલ પટેલના બે વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામોની પ્રશંસા કરી રવિવારે રેલી કાઢી હતી. તેના પડઘા પડ્યા છે. આ રેલીમાં ભાજપના નેતા વિશાલ ટંડેલ પણ હતા. તેથી કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ બાબતે તેના સભ્યોને નોટિસ ફટકારી છે. બીજા કેટલા સભ્યો હાજર રહ્યા હતા એ પણ વિગતો માગી છે. એમણે પક્ષના મહાસચિવ ને પત્ર લખીને સલીમ મેમણને તાકીદના ધોરણે નોટિસ આપી સસ્પેન્ડ કરવા માટે ભલામણ કરી છે. હવે ભાજપના સરમુખત્યાર અને કોંગ્રેસના સરમુખત્યાર વચ્ચે કોઈ ફેર નથી રહ્યો. બન્ને પક્ષોની વિચારધારા અને શાસન કરવાની એક સરખી પદ્ધતિ થઈ ગઈ છે. આમાં પ્રજા અને કાર્યકરો માટે આવનારો સમય અત્યંત ખરાબ થઈ શકે છે.
ગુજરાતી
English




