ભાજપના જ્ઞાતિવાદી સંમેલનનો સમિયાણો તૂટી પડ્યો

વડગામના લીંબોઈ ગામે ભાજપની સભામાં ચાલી રહી હતી ત્યારે અચાનક ચક્રવાત આવતા સભા મંડપ ધરાસાઈ થઈ ગયો હતો. એક બાળકીને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે વડગામ ખસેડવામાં આવી હતી.

‎મળતી વિગતો મુજબ વડગામ ભાજપ દ્રારા લીંબોઈ ગામે પાટણ બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં એસસીએસટી સમાજનું એક સંમેલન પ્રદેશ અનુસૂચિત જાતિના અધ્યક્ષ ગૌતમ ગેડિયા તેમજ પૂર્વ મંત્રી આત્મારામ પરમારની ઉપસ્થિતિમાં શનિવાર સવારે યોજવામાં આવ્યું હતું જે દરમિયાન સભા સ્થળે અચાનક ચક્રાવાતી પવન ફૂંકાતા સભામંડપ ધરાસાઈ થતા સભામાં બેઠેલા લોકો મંડપ નીચે દબાઈ ગયા હતા. મંડપ નીચે લોકો દબાઈ ગયા હતા.