કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ નિયતિ પોકારના પતિ કીર્તન પોકાર દ્વારા ખેડૂતોને મારી નાખવાની ધમકી આપી છે. સ્થાનિક પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. પોકાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. ચાઈનાક્લે માટીની ચોરી કરવામાં આવી રહી છે, આ અંગે ખેડૂત માવજીભાઈએ હરૂડી ગામમાં ખનીજની ચોરી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે. તે જમીન ઉપર નહી જવા માટે ખેડૂતોને ધમકી આપવામાં આવી હતી.
જમીન છોડી દેવા માટે પણ એને કહેવામાં આવ્યું હતું. નહીં છોડે તો એને ખતમ કરી દેવાશે એવું પણ જણાવ્યું હતું. આ જમીન તેમના માલિકીની છે. ખેડૂતોને એવી ધમકી આપી હતી કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તમેતો નાના ખેડૂતો છો. જમીન ઉપરથી ચાઇના ક્લે માટીની ચોરી કરવામાં આવતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવું કચ્છી લોકોમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ફરિયાદો ઉઠી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવું કામ કરી રહ્યા છે. પોરબંદર અને જૂનાગઢમાં માફિયાઓ ભાજપના નેતાઓ સાથે કનેક્શન ધરાવે છે. વડોદરામાં અને નવસારી, ચીખલીના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે. આવા આરોપો અને થઈ ચૂક્યા છે.