ભાજપના નેતાનો બગડેલો પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો

વડોદરા નજીક વાઘોડિયાગામમાં વડોદરા ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર યોગેશ પટેલના પુત્ર સહિત 14 નબીરા જુગાર રમતા પકડાયા હતા. જે અંગે ગાંધીનગર ખાતે વિગતો મોકલવામાં આવી છે તે ઘણી ચોંકાવનારી છે. તેમાં જણાવ્યું છે કે ભાજપના નેતાઓ પાસે મોટા પ્રમાણમાં કાળુ નાણું ભ્રષ્ટાચારના કારણે આવેલું છે. તેથી ભાજપના નેતાઓ કાયદા વિરુદ્ધ જઇને કુછંદે ચઢી ગયા છે.
ફાર્મ હાઉસ પર રાતના મોડે સુધી પાર્ટી ચાલી હતી. એક અનાજ કરીયાણાના વેપારી ને ત્યાં પાર્ટી થઈ હતી. એના ફ્રેન્ડ્સ ને દારૂ પીવા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં ભાજપના નેતા યોગેશ પટેલના પુત્ર પકડાતા ભાજપમાં મોટો ભડકો થયો છે.
ફાર્મ હાઉસ પર સોડા પાણી, 10 જાતની બ્રાન્ડનો દારૂ પણ પકડાયા છે. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મોંઘી કાર પકડાઇ છે. પોલીસે કાર્યવાહી હાથ ધરતા ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રે ધમાલ
મચાવી દીધી હતી અને દાદાગીરી કરી હતી. તેમણે રાજકીય દબાણ લાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ તે સફળ થયો ન હતો. આખરે એમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વડાદરામાં રાજકીય નેતાઓના ઘણાં બગડેલા સંતાનો પકડાયા છે જેમાં મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંતાનો જોવા મળે છે.