ભાજપના નેતા ભવાન ભરવાડના કાળા કરતુતો વાંચો

અમદાવાદની ગોકુળ ઘામ હોટેલમાં જૂુગાર રમતાં જુગારીઓ પકડાયા છે. જેમાં ભાજપનાં બાહુબલિ અને નરેન્દ્ર મોદીની નજીકના નેતા ભવાન ભરવાડ ઉપર લોકોને ધમકી આપવાનાં, તેમ જ મારપીટનાં અનેક ગુનાઓ પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાયા છે. ભવાન ભરવાડ હોટલમાં સુવ્યવસ્થિત રીતે ચાલતું ગુનાખોરીનું ધામ છે. પોલીસ માટે ગોકુલ પોતે એક ધામ કેમ છે. ગોકુલ હોટલમાં જુગારનો અડ્ડો ચાલે છે તે નવી વાત નથી. પોલીસના દરોડા કરતા પહેલા જ ગોકુલ હોટેલમાં માહિતી પહોંચી જાય છે. હપ્તાખોર પોલીસને ગોકુલ હોટલના તમામ ધંધાની જાણ છે. ઉપરથી દબાણ આવે એટલે દરોડા થાય છે. પણ મળે કશું જ નહીં.

કોણ છે ભવાન ભરવાડ ?

1974માં  ભવાન ભરવાડ પહેલા અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ હતા, અને હપ્તા ઉઘરાવતાં હતા. ભવાન ભરવાડે દાદાગીરી કરતાં અમદાવાદના  ચારૂદત્ત વ્યાસ નામના એક બહાદૂર પત્રકારે ફટકાર્યા હતા. ભવાન ભરવાડ ભાજપના કદાવર નેતા છે. 2007માં કિરીટસિંહ સામે ભવાન ભરવાડ હાર્યા હતા. 2012 સુધી ભવાન ભરવાડ કોંગ્રેસમાં હતા. હવે ભાજપમાં રહીને તેનું સામાજ્ય ચલાવે છે. તેઓ ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન હતા. ભવાન ભરવાડે 1987માં ખાખીની નોકરી છોડી દઈને કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2002માં સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી તેઓ કોંગ્રેસની ટીકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ 2007માં તેઓ ભાજપનાં કિરીટસિંહ રાણા સામે વિધાનસભાની ચૂંટણી હારી ગયાં હતાં. ત્રીજી જાન્યુઆરી 2012માં ભવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાવા પાછળ એવું કહેવાય છે કે, ભરવાડ અને રબારી સમાજને ભાજપ સાથે લાવવા માટે તેમ જ અમદાવાદ ગ્રામ્યમાં ભવાનની પકડ હોવાનાં કારણે આ વિસ્તારોનાં લોકો પણ ભાજપ સાથે આવે એ હેતુથી તેમને ભાજપમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

ગોકુલ હોટલની પ્રવૃત્તિઓ

અમદાવાદ ગાંધીનગરને જોડતાં એસ. જી. હાઈવે પર ગોતા પાસે આવેલી ગોકુલ હોટલનાં તેઓ માલિક છે અને આ હોટલમાં વર્ષોથી ભવાન ભરવાડ પોતાનાં સામાજિક અને અસામાજિક પ્રવૃત્તિઓને દિશા સૂચન આપતાં હોય છે. આટલું ઓછું હોય એમ આ હોટલ વિવિધ ચેનલોનું ફેવરિટ ડેસ્ટિનેશન પણ તેમણે બનાવ્યું છે. આ હોટલમાં વિવિધ ચેનલોનાં ડાયરા તેમ જ વિવિધ કાર્યક્રમોનું શૂટિંગ પણ થાય છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોનાં પણ શૂટિંગ આ હોટલમાં થાય છે. આજે મહત્વની વાત એ છે કે, ગોકુલ હોટલ ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીની છે. ત્યારે એક બીજેપી નેતાની હોટલમાં જુગારધામ ઝડપાતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ ઉભો થઈ ગયો છે.

ભવાન ભરવાડ અને તેના પુત્ર સામે ફરિયાદ

28 ઓગસ્ટ 2016માં  અમદાવાદના સીજી રોડ ઉપર માસ પરિવાર પ્રાઈવેટ લિમિટેડના નામે ઓફીસ ધરાવતા ગૌરાંગભાઈ દવે નામના વેપારીને પૈસાની લેતીદેતી મામલે ભવાન ભરવાડ અને તેના પુત્ર દિનેશ ભરવાડના માણસોએ ઘરમાં ઘૂસી માર માર્યો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં થઈ હતી. સાતથી આઠ માણસો તેમના ઉપર લાકડી લઈને તૂટી પડ્યા હતા. પોલીસે ચાણક્યપુરીમાં રહેતા ભવાન ભરવાડ અને તેમના દિકરા દિનેશ ભરવાડ સામે ફરિયાદ નોંધી હતી. ગૌરાંગભાઈની ભવાન ભરવાડ અને દિનેશ ભરવાડ સાથે પાંચ વર્ષ અગાઉ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઇ હતી, જે પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વારંવાર ઉઘરાણી કરતા હોવાથી હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. જે મામલે હાઈકોર્ટે હુકમ કર્યો હોવા છતાં પણ ભવાન અને દિનેશ ભરવાડના માણસો ઘર અને ઓફિસે આવીને ધમકી આપતા હતા.

ખેત બજારમાં કૌભાંડમાં હાંકી કાઢી અમિત શાહે કબજો લીધો 

19 ડિસેમ્બર 2016માં અમદાવાદ એપીએમસીના બોર્ડ ડિરેકટરોએ ઉપપ્રમુખ ભવાન ભરવાડ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી 4-3 થી પસાર કરીને તેમને કૌભાંડ માટે હાંકી કાઢવામા આવ્યા હતા. ભવાન ઉપર આરોપ હતો કે તેઓએ ગેરકાયદે રીતે 123 વ્યક્તિઓને નોકરી આપીને મોટું કૌભાંડ આચર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાવ કૌભાંડ માં સામેલ કેતન પટેલ નું પણ રાજીનામુ લઇ લેવાયું હતું,ત્યારે આ પ્રકરણ ભારે વિવાદ માં સપડાયું છે. એપીએમસીમાં અનેક કૌભાંડોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સંડોવણી હોવાનું બહાર આવતા પ્રમુખે રાજીનામું આપ્યું હતું. જ્યારે ઉપપ્રમુખે રાજીનામું આપતા તેમની સામે સોમવારે એપીએમસીમાં જીલ્લા રજીસ્ટ્રાર રૂરલની હાજરીમાં બોર્ડ મેમ્બરો ગુપ્ત મતદાન કરશે. મતદાનનું પરિણામ હાઇકોર્ટમાં બંધ કરવામાં રજૂ કરવાનું રહશે. ભવાન ભરવાડે હાઇકોર્ટમાં સ્ટેની માગણી કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી હતી. રાજીનામાં બાદ અમિત શાહ જૂથનો કબ્જો અમદાવાદ એપીએમસી પર આવી ગયો હતો.

પૈસા વસુલવાનો ગોકુલમાં ધંધો 

ભાજપ સાથે સંકળાયેલા ભવાન ભરવાડના પુત્ર વિક્રમ ભવાન ભરવાડએ રૂપિયા વસુલવા માટે ચાર જણાને પોતાની ગોતા પાસેની હોટેલ ગોકુલ પર બોલાવીને ધાક ધમકી આપી હતી. બાદમાં તેણે ચારેય શખ્સો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી. વિક્રમ ભરવાડ તેમના પિતાના મિત્ર અને સગા પોપટભાઈ નગા ભરવાડ ઉપરાંત સુરેશ પી.ભરવાડ, વિજય પી.ભરવાડ અને તોગાભાઈ વી. ભરવાડ આ ચારેય જણાની માલિકીની મેસર્સ ખોડલકૃપા રાઈસ મિલ તારાપુર આણંદમાં આવેલી છે. વિક્રમ અને તેમના ભાઈ દિલીપભાઈ ભરવાડ ખેતીકામ કરતા હોવાથી ચારેય જણાએ તેમની રાઈસ મિલમાં રાઈસ આપવા જણાવ્યું હતું. આથી વિક્રમ અને તેના ભાઈએ અંદાજે ૩૦ લાખ રૃપિયાની ડાંગર ચારેય જણાને આપી હતી. ચારેય ભાગીદારોએ ડાંગરના પૈસા ન ચુકવતા વિક્રમે તેમને ધમકી આપીને આણંદથી અમદાવાદ બોલાવ્યા હતા. ચારેય જણા હોટેલ પર આવતા વિક્રમ તેના ભાઈ તથા અન્યોએ પૈસા આપી દેવા માટે ધાકધમકી આપીને મારઝુડ કરી હતી. બાદમાં વિક્રમે ચારેય જણા સામે સોલા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી.

અમિત શાહે હત્યારા ભવાન ભરવાડને બચાવ્યા, પોતે ચૂંટણી જીત્યા 

1992 લોકસભાની ચૂંટણી હતી ત્યારે સોલામાં ભાજપના કાર્યાલય પર હાલના ભાજપના નેતા નરહરી અમીને ગુંડાઓ મોકલીને કાર્યાલય પર હુમલો કરાવીને તોડફોડ કરી હતી. તે સમયે અમિત શાહ ત્યાં હાજર હતા. કોંગ્રેસના ભવાન ભરવાડ અને હર્ષદ પટેલે આતંક મચાવ્યો હતો. અમિત શાહ ત્યારે તમાશો જોઈ રહ્યાં હતા. પણ ભાજપનો ઉગતો કાર્યકર ધ્રુવ પટેલે ભવાન ભરવાડની ગુંડાગીરીનો વિરોધ કર્યો હતો. ધ્રુવ પટેલને ત્યાં જ ગુંડાઓએ કાપી નાંખ્યો હતો. આ દ્રશ્ય અમિત શાહે નજરે જોયું હતું. પોતાના જ પક્ષના કાર્યકરની હત્યા થઈ હતી. આ કેસમાં અમિત શાહે પોતે ભવાન ભરવાડ અને હર્ષદ પટેલના નામ ખૂની તરીકે નજરે જોયેલા સાક્ષી તરીકે આપ્યા હતા. પણ પછી અમિત શાહને ગુજરાત વિધાનસભાની સરખેજ બેઠક પર લડવાનું થયું અને તેમણે મસલ્સ પાવર ધરાવતાં ભવાન ભરવાડ સાથે સમાધાન કર્યું હતું. અમિત શાહને ચૂંટણી જીતવા ભવાન ભરવાડની જરૂર હતી. તેની મદદ લઈને ચૂંટણી જીત્યા પણ હતા. આ દરમિયાન ભાજપના કાર્યર ધ્રુવની હત્યાનો કેસ કોર્ટમાં ચાલતો હતો. અમિત શાહની જુબાની પર સજા નક્કી હતી. પણ અમિત શાહે કોર્ટમાં જુબાની આપી કે ધ્રુવની હત્યારા ભવાન ભરવાડ અને હર્ષદ પટેલને ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો. અમિત શાહ પોતાના નિવેદનમાં ફરી ગયા હતા. 1999માં ભવાન ભરવાડને બચાવીને અમિત શાહ તેને ભાજપમાં લાવ્યા અને આનંદીબેન પટેલ નરહરી અમીનને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા હતા. 2017માં ભવાનને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે જાહેર કરીને ફરી તેમના મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો હતો.

ફરિયાદ નોંધાઈ પણ કંઈ ન થયું 

એક વેપારી પાસે લેણી રકમ માટે ભવાન-દિનેશ સામે ફરિયાદ થઈ હતી. પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાય પણ થાય કશું જ નહીં. ગોકુલ ધામની આજુબાજુ લુખ્ખા બોડીગાર્ડનું સામ્રાજ્ય છે.  મીડિયા કે પોલીસ પણ ઈચ્છે એવી રીતે એન્ટ્રી કરી શકતા નથી. લોકો પોલીસના દંડાનો ભોગ બને જ્યારે ગોકુલ હોટલ બે દાયકાથી ચાલે છે. તેમાં શું ચાલે છે તે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા જાણે છે. તેની પોલીસ જાણે છે. પણ તેઓ સરકાર સામે થયા એટલે તેમને ત્યાં દરાડો પાડવામાં આવ્યો હતો.

મેં ભ્રષ્ટાચાર કર્યો છે 

ભાજપના નેતા અને મહેસુલ પ્રધાન કૌશિક પટેલ સાથે

9 ઓગષ્ટ 2018માં ઘેટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડે તો બફાટ કરતાં જણાવી દીધુ હતુ કે ‘હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે તમારા નામે પૈસા ખાઇ જતો’રાજ્યના ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે આદીવાસીઓને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે હાલની મોદી સરકારે ગરીબ અને આદીવાસીઓ વિકાસ માટે રૂા. 82 હજાર કરોડ રૂપીયા ખર્ચ્યા છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવ્યા ત્યારથી આદીવાસી દીવસની ઉજવણી થાય છે, અને આદીવાસીઓના આજે હક્કો મળી રહ્યા છે, જેમાં પાણી મફત આપવું, લાઇટ મફત આપવું, ભણતર મફત આપવું, આ બધા કાયદા પહેલા પણ હતા. ત્યારે હું પણ એમની જોડે હતો કોંગ્રેસમાં, હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે તમને કોઈને ખબર નહોતા પડવા દેતા, બારોબાર ખાઇ જતાં હતા. તમારા નામની સહીઓ કરી આપો અહીયાં આગળ કહીને. તમને ૧૦ હજાર મળે એમાંથી ૨ હજાર તમને આપું અને ૫ હજાર ખીસ્સામાં મૂકું, આવું હતું. આમ કહીને વિવાદીત નિવેદન કર્યું હતું. આ નિવેદન કરીને કોંગ્રેસનો ભ્રષ્ટાચારી ચહેરો ખુલ્લો પાડ્યો હતો. જેના ભાગીદાર રૂપે પોતે પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમ જાહેરમાં કબૂલાત કરી હતી.