ભાજપના નેતા શંકર ચૌધરીની છળકપટ, માશુંગ દોસ્તની ફેસબુક વોલ પરથી 

પાલનપુર સીવીલ હોસ્પિટલને ગલબાકાકા મેડીકલ કોલેજમાં ફેરવવા માટે ગબલાભાઈ પટેલનુ ટ્રસ્ટ બનાવીને શંકર ચૌધરીએ ગબલાકાકાનું નામ વટાવી લીધું છે.
એવો પ્રશ્ન મેં માર્ચ-2017માં પૂછ્યો હતો. ત્યારે સાચા પ્રશ્નને જૂઠો સાબિત કરવાની કોશિશ કેટલાક લોકો કરતા હતા.
* પણ વાસ્તવિકતા એ છે કે મેડિકલ કોલેજ ગલબાકાકાના નામે નથી, એ વાસ્તવ છે. એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ થકી પુરવાર થયું છે.
* ત્યારે સત્તાધીશોએ બનાસકાંઠાની માતા-બહેનોને જવાબ આપવો પડશે કે, ‘‘મેડિકલ કોલેજ ગલબાકાકાના નામે કેમ નથી ?’’
* આ ગલબાકાકાનું નામ વટાવવાનું એક ષડયંત્ર રચાયું છે. ગલબાકાકા પવિત્ર હતાં, પણ હવે એ સ્વર્ગમાં વિચાર કરતાં હશે કે, “મારે નામે કેવા ષડયંત્ર રચાઈ રહ્યાં છે !”
Yes,
“પ્રતિસ્પર્ધીઓ, તેજોદ્વેષીઓ તો પ્રત્યેક ક્ષેત્રમાં હોવાના પણ તપ ક્યારેય પરાજિત થતું નથી, પુરવાર થયું છે.”
(Note :વિસ્તૃત વિગત ક્રમશઃ)
(http://medadmgujarat.ncode.in/UG/webfiles/Medical_12.06.2018_rev.pdf?v=1) (વિસ્તૃત વિગત ક્રમશઃ)
*****
છળકપટ ભાગ-૩:
* મેડિકલ કોલેજ જિલ્લામાં આવી એ સારું છે. પણ ‘નિયત’માં શંકા જોવા મળે તો પ્રશ્નો પેદા થશે જ ! પણ કેટલાકને ‘સિલેક્ટિવ ટ્રુથ’ માફક આવે છે, તો એ એમને મુબારક !
* માર્ચ-૨૦૧૭માં ગલબાકાકાની નેક્સ્ટ પેઢીના સગા શ્રી હિતેશ ચૌધરી(યુવા નેતા અને બનાસ બેંકના સિનિયર ઓફિસર)એ એમ કહીને  મને ઉતારી પાડવાની કોશિશ કરી હતી કે, ‘‘ભાઈ, તમે તમારી ‘આદત’ને કારણે આ લખો છો, પણ ગલબાકાકાને ભૂતકાળમાં અન્યાય થયો છે, હવે જ્યારે ગલબાકાકાના નામ સાથે કઈ સારું કામ થઈ રહ્યું છે, તમને વાંધો શું છે ?’’
* એ દિવસે મે જવાબ આપવાનું ટાળ્યું. હવે આજે જવાબ આપવો રહ્યો. ડિયર હિતેશભાઈ,
આદત તો સૃષ્ટિના પહેલા પુરુષ ઈવ થી માંડીને હું અને તમારાથી માંડી પૃથ્વીનો છેલ્લો પુરુષ જન્મશે, ત્યાં સુધી બધાની એક જેવી જ રહેવાની. હા, મારી એક આદત સારી છે કે હું મારા વ્યવસાય એટલે પેન અ્ને શબ્દથી કામ લઉં ત્યારે અ્ને કોઈને વચન આપું ત્યારે ૧૦૦(સો) ટકા વફાદાર રહું છું. કેમ કે મને ફક્ત કુદરતે શબ્દવિદ્યાની ગિફ્ટ આપી છે, અ્ને આટલું મારે મન ઈનફ છે. (બાકી કોઈની મહેરબાનીની જરુરત નથી)
હવે તમે મને કહો કે, વંદનીય ગલબાકાકા નામ સાથે શું થઈ રહ્યું છે ? ઉલટ દિવ્ય આત્મા અને પિતામહ સમાન ગલબાકાકાના નામ સાથે છળકપટ થઈ રહ્યું છે.
અમે સત્તાના સાથી નથી, સત્ય મહત્વનું છે. કદાચ, તમને યાદ નહીં હોય પણ જો જાન્યુઆરી-૨૦૦૪ના અલવિઆ સામયિકનો અંક કયાંકથી મળે તો વાંચજો, એ સમય(હું નાદાન હતો)એ તત્કાલીન ચેરમેન શ્રી પરથીભાઈએ ગલબાકાકાની પ્રતીમાને કપડાંથી લાંબો સમય ઢાંકી રાખી હતી, એ વખતે પણ મેં પ્રશ્ન પેદા કર્યો હતો. અને આજે ફરી એક નવા ચેરમેનશ્રીની નિયત સામે ‘શંકા’ પેદા છે અ્ને (માર્ચ-૨૦૧૭માં હા, આ શંકા સત્તાનો સૂરજ મધ્યાહ્મને તપતો હતો ત્યારે પેદા થઈ હતી,) આજે તો શંકા સાચી પુરવાર થઈ રહી છે.
ફક્ત હૃદય પર હાથી રાખી અને ગલબાકાકાનું સ્મરણ કરીને કર્તાહર્તાઓને પૂુછવાની હિંમત કરજો કે, ‘‘ગલબાકાકાનું નામ મેડિકલ કોલેજ સાથે કેમ નથી ?’’
અને જો કર્તાહર્તાઓ જવાબ આપે તો મને કહેજો. આભાર ! @ Masum Dost
* સ્વર્ગમાં વંદનીય ગલબાકાકા આ શબ્દો કહેતાં હશે:‘‘મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. – શયદા’’
(Note-1: ‘છળકપટ લેખમાળા’ના વધુ એક ભાગની રાહ જુઓ.)
છળકપટ ભાગ-5ઃ
બનાસ ડેરીના સત્તાધીશોની મહેરબાનીથી ઈતિહાસમાં ત્રીજી વખત ‘અમૂલ બેબી ગર્લની આંખમાં આંસુ આવશે ? ’
* બૃહદ બનાસકાંઠા મિલ્ક યુનિયનની વિચારધારાના એક ધ્રુવ પર.વર્ગિસ કુરિયન અને બીજા ધ્રુવ પર પૂજનીય ગલબાકાકા છે.
* આ તસવીરમાં ‘અટરલી-બટરલી – અમૂલ બેબી ગર્લ’ છે. જે ડો.કુરિયનની પ્રતીકાત્મક ‘માનસ-દીકરી’ છે. અર્થાત દૂધ ભરાવતી તમામ માતા-બહેનોની લાગણી  રજૂ કરતી રહે છે.
* સહકારી દૂધ ઉત્પાદન પ્રવૃતિના આરંભ થી આજદીન સુધી અમૂલ બેબી ગર્લ(આપણી માતાઓ-બહેનો) બે વખત રડતી જોવા મળે છે.
(1) ડો.વર્ગિસ કુરિયનના નિધન ટાણે
(2) કઠુઆ-ઉન્નાવમાં ગેંગરેપ થયો ત્યારે
અને હવે કદાચ
ત્રીજી વાર
(3) બૃહદ બનાસ દૂધ સંઘના 36 કોમના 3,00,000થી વધુ ઉત્પાદકો પર પ્રતિ લીટર ‘અપ્રત્યક્ષ’ ટેક્સ’ (અંગ્રેજો-મોઘલોની જેમ કરવેરો) નાખવામાં આવશે, તેવા ભયથી ‘અમૂલ બેબી ગર્લ’ ફરી પંખીની ફફડી રહી છે અને રડવા માંડી છે.
* ગલબાકાકાના નામ સાથે છળકપટ કર્યું અને માતાઓ-દિકરીઓના આંખમાં આંસુ લાવવાના અધિકાર તમને કોણે આપ્યા છે ?
* માતાઓ-બહેનોના પરિશ્રમની આવક ‘ઈન-ડાયરેક્ટ’ રીતે સ્વ-પ્રસિદ્ધિ માટે લૂંટવાની કવાયત થઈ છે, જે દુઃખદ છે. આ કૃત્ય કુદરતના સિદ્ધાંત મુજબ માફ થાય તેવું નથી.
* ઈશ્વર મહાન છે.
(Note-1: ‘છળકપટ લેખમાળા’ના અત્યંત મહત્વના વધુ એક ભાગની રાહ જુઓ.)
(Note-2: અમૂલ બેબી ગર્લ એટલે આપણી માતાઓ-બહેનો. અર્થાત બનાસની દિકરીઓ. આ વિચાર ડો.કુરિયનનો હતો.)
છળકપટ ભાગ-6ઃ‘આધુનિક રાજાઓની ખેડૂતો પર દાદાગીરી’:
* બૃહદ બનાસકાંઠાના દૂધઉત્પાદકો પર બળજબરીથી ‘20 પૈસાનો ટેક્સ’
* બેટા, કેમ રડે છે ?
માયૂસ અવાજમાં પિયર આવેલી દિકરી કહે છે: “મા…તને ખબર નહીં કદાચ. પણ આપણને પૂછ્યા વિના જ આપણી ગાય-ભેંસના દૂધ પર ‘રાજાએ’ ટેક્સ નાંખી દીધો છે !”
નિસાસો નાંખી  મા દિકરીને કહે છેઃ‘‘બેટા, આંસુ લૂછી નાંખ. એ રાજા અને એનું કર્મ. આપણા માટે તો કાળિયો ઠાકોર(ઈશ્વર) મહાન છે.’’
* દાદાગીરી, જોરજુલ્મ, બળજબરી કે દબંગગીરી કરવી હોય તો યુદ્ધમેદાનમાં કરો. પણ સવારે પાંચ વાગે જાગીને પોતાની એક-બે ગાય ભેંસને દોહી અને દૂધ ભરાવીને જીવનનિર્વાહ કરતી માતાઓ-બહેનો પર ‘દાદાગીરી’ કરો એ શોભાસ્પદ નથી.
* ગલબાકાકા એ આ રીતે મેડિકલ કોલેજ લાવવાનું કહ્યું હતું કે નહીં, એ  મને ખબર નથી. પણ ગલબાકાકા એ એટલું ચોક્કસ કહ્યું હતું કે, ‘‘ખેડૂતો, દૂધઉત્પાદકો અર્થાત માતાઓ-બહેનો ને પાઈ-પાઈનું વળતર આપજો.’’ (મેડિકલ કોલેજ કે આખી યુનિવર્સિટી લાવો, પણ આ રીતે નહીં. એના બીજા વિકલ્પ છે અને એ તમને ખબર છે.)
* ગલબાકાકાના નામે આજે બનાસકાંઠના ત્રણ લાખથી વધુ ખેડૂતો પર મોઘલો-અંગ્રેજોની જેમ ‘ઈનડાયરેક્ટ મેડિકલ ટેક્સ’ નાંખીને કરોડો રુપિયા એકત્ર કરવાનું ‘કથિત કાવતરું’ રચ્યું છે, આ સામાજિક ગુનો છે. તમે જિલ્લાની 36 કોમના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે.
* તમે તો સત્તાનું સિંહાસન સંભાળેલું છે. ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે, ‘‘આરોગ્યની સુવિધા રાજ્ય સરકારના ખર્ચે ઉભી કરવાની હોય, દૂધઉત્પાદકોના પરસેવાની કમાણીમાંથી નહીં.’’
* તમે લોકો ગલબાકાકાએ સ્થાપેલી સંસ્થાનું સુકાન સંભાળી રહ્યાં છો, ત્યારે ફક્ત આંગળી ઉંચી કરાવી અને સંમતિ મેળવી ‘ઉઘરાણી’ શરુ કરી છે. તમે, એક પણ વખત દૂધઉત્પાદક સભાસદોની સહી લીધી છે ? ના.”
* આ રીતે મનસ્વી નિર્ણય લો છો, એ તમને અને તમારી પ્રતિષ્ઠાને શોભતું નથી. તમારે આ વાત પણ યાદ રાખવી જોઈએ કે, તમારો રથ યુધિષ્ઠિરની જેમ જમીનથી એક વેંત અદ્ધર ચાલતો હતો, એ કયા કારણે જમીન પર આવી ગયો છે ? (મેડિકલ ટેક્સ નું ઉઘરાણું થઈ રહે પછી સમય મળે તો એકાંતમાં જઈને વિચારજો.)
* તમને એટલી ખબર હોવી જોઈએ કે,
– કુવાના પાણી ઉંડા જઈ રહ્યાં છે.
– ખેતી પરવડે તેવી નથી.
– માતાઓએ દિકરી માટે એકાદ સોનાનું ઘરેણું ઘડાવવાનું બાકી છે.
– પિતાને દિકરાની ફી ભરવામાં મુશ્કેલી પડે છે.
– ગામની મંડળી ગામની સંસ્થા કે તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફંડ આપે જરુરી છે. કેમ કે ત્યાં શાળાઓ હશે, તો આપણાં બાળકો ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શકશે. પણ તમે તો એ ગામના ફંડને ‘કબજે’ કરવાનું શરું કર્યું. (તમે વિચારજો કે, તમારાથી ભૂલ કયાં થઈ છે ?)
* દૂધઉત્પાદકોને લૂંટવાની કળાની નવી પદ્ધિત વિકસાવવા બદલ આભાર.
* અંતે,
પિયરે આવેલી દિકરી સાસરે જઈ રહ્યી છે, ત્યારે તેને મા એટલું જ કહે છેઃ ‘‘બેટા, કાળિયા ઠાકોરને પ્રાર્થના કરેજે – આપણી આંતરડી ભલે કકળે,  પણ દૂધ પર વેરો નાંખનારનું ભલું કરજે. આસું લૂંછી નાખ બેટા.’’
——————————
(Note-1: ‘છળકપટ લેખમાળા’ના અત્યંત મહત્વના વધુ એક ભાગની રાહ જુઓ.
(Note-2: સાથે આપેલી તસવીર પ્રતિકાત્મક છે.)
છળકપટ ભાગ-૭:
 ગુજરાત સરકાર પાસેથી દમ મારીને આરોગ્યના બજેટની 1(એક) ટકો રકમ ‘ગલબાકાકા મેડિકલ કોલેજ’ માટે લાવી હોત તો !
* તત્કાલીન આરોગ્યપ્રધાનશ્રી શંકરભાઈ ચૌધરીને જાહેર પત્ર
પ્રતિ,
શ્રી શંકરભાઈ ચૌધરીજી,(આરોગ્યમંત્રી, વર્ષ ૨૦૧૭)
નમસ્તે.
* મારો મુદ્દો ફક્ત ૩ લાખથી વધુ દૂધઉત્પાદકો અને “ગલબાકાકાના અપમાન” પુરતો સિમિત છે. (અન્ય બાબતોમાં મને રસ નથી, એ તમે જાણો છો)
* ગલબાકાકાના નામે સોનાનો સૂરજ ઉગાડવાની કલ્પના ખોટી છે. તમે નામ વટાવવાની કોશિશ કરી છે. એ પણ સ્વપ્રસિદ્ધિ માટે. તમે સારું કર્યું, ત્યારે અમે તમને એપ્રિસિયેટ કર્યો છે અને અભિનંદન પણ પાઠવ્યા છે. તમને યાદ હોવું જોઈએ કે, તમે આખો આર્થિક ભાર ગરીબ-ભોળા-નિર્દોષ દૂધઉત્પાદકો અને માતાઓ-બહેનોના ખભે નાખવાનું જે કૃત્ય કર્યું છે, આ ક્ષમાને યોગ્ય નથી.
* તમે સ્વયં ફેબ્રુઆરી-2017માં આરોગ્ય મંત્રી હતાં. ત્યારે તમારી સરકારમાં ધાક હતી, એવું મેં લોકોના મુખે સાંભળ્યું પણ ખરું ! તમે ક્ષણભરમાં આઈપીએસ-આઈએએસ ની બદલી કરાવી નાંખતા. આ પ્રકારના કામમાં આપની જેટલી સૂઝ અને તીવ્રતા હતી, એટલી સૂઝ ગલબાકાકાના નામે જે પ્રવૃતિ કરવા જઈ રહ્યાં હતાં, તેમાં રાખવાની હતી. તમે આરોગ્યમંત્રી હતાં, ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગનું બજેટ 8800 કરોડ હતું, એમાં બીજા તબીબી શિક્ષણ અને અન્ય ક્ષેત્રના લગભગ 1200 કરોડ ઉમેરાયા હતાં. આમ, અંદાજે આરોગ્ય ક્ષેત્રનું બજેટ 10,000 કરોડ(દસ હજાર કરોડ) જાહેર થયું હતું.
પછી, ડિસેમ્બર-2018માં સરકાર બદલાઈ. ફેબ્રુઆરી-2018માં નીતિન પટેલે બજેટ રજૂ કર્યું, એમાં આરોગ્ય ક્ષેત્ર માટે ચોખ્ખી 9750 કરોડની જોગવાઈ કરી.
હવે, મૂળ વાત.
તમારી ગુજરાત સરકારમાં ધાક કહો કે પહોંચ કહો, વજન કહો, ઈજ્જત કહો, માન-મરતબો કહો કે કામ કરવાની સૂઝ કહો….આ બધું એકત્ર કરીએ તમારી પહોંચ માટે અને બંને વર્ષ(2017 અને 2018)ના આરોગ્ય બજેટની સરેરાશ કાઢીએ તો 10,000 કરોડ રુપિયા થાય છે.
રુપિયા 10,000 કરોડના આરોગ્યના બજેટમાંથી તમારે બનાસકાંઠાના ભોળા-નિર્દોષ-ગરીબ-દેવાદાર ખેડૂતો અને માતાઓ-બહેનો સહિત તમામ ૩૬ કોમના લોકો માટે
ફક્ત
ને
ફક્ત 1 ટકો રકમ ફાળવવાની લાગવગ કરવાની હતી.(એ પણ તમારી માંગણીને કોઈ અવગણી શકે નહીં.) તો રુપિયા100 કરોડમાં ગુજરાત સરકારના ખર્ચે બનાસકાંઠાની મેડિકલ કોલેજનું નિર્માણ થઈ શક્યું હોત અને મલ્ટીસ્પેશ્યાલીસ્ટ સિવિલ હોસ્પિટલ બની ગઈ હોત ! અને સૌ તમારા ગુણગાન કરતાં હોત. એ સદાકાળ મહાન ઘટના તરીકે તરીકે લોકો યાદ કરતા રહોત.
* ગુજરાત સરકારમાં દમ મારવાને બદલે તમે બનાસકાંઠાના ત્રણ લાખ દૂધઉત્પાદકો પાસેથી ઉઘરાણી કરી રહ્યાં છે. એ કેટલા અંશે વાજબી છે ? જવાબ આપવો રહ્યો.
* તમે જો, ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના રુપિયા 10,000 કરોડના બજેટમાંથી 1 ટકાના હિસાબે ફક્ત 100 કરોડ રુપિયા ગલબાકાકાના નામની મેડિકલ કોલેજ માટે ફાળવવાનો નિર્ણય કરાવી શક્યા હોત તો, તમારી શક્તિને મારા સહિત સૌ કોઈ કાયમ સલામ કરોત અને ગર્વભેર કહી શક્યા હોત કે, ‘‘લીડર તો શંકરભાઈ ચૌધરી જેવો જ જોઈએ.’’ પણ આજે પરિણામ શું છે ? શૂન્ય.
* શક્તિશાળી રાજા એ છે કે જે પ્રજાહિત માટે રાજકોષમાંથી સુવિધા વિકસાવે. નહીં કે દૂધઉત્પાદક માતાઓ-બહેનોની આર્થિક બચત લૂંટીને.
* મેં એ પણ તપાસ કરી કે, સરકાર ઈચ્છે તો સિવિલ હોસ્પિટલના નવીનીકરણ અને મેડિકલ કોલેજ એમ સંયુક્ત સાહસ માટે રુપિયા 100 કરોડ ફાળવી શકે છે. એ બિલકુલ સરળ છે. ફક્ત રાજકીય સૂઝનો ઉપયોગ કરવાની જરુરત હતી. પણ તમારી રાજકીય સૂઝ જુદી દિશામાં જઈ રહી છે.
એટલે અંતમાં…એટલું જ કહીશ કે,
રાજા અધિકારનો દુરપયોગ કરે છે, ત્યારે સત્તા જતી રહે છે.
* મેં રજૂ કરેલાં તથ્યો ખોટા હોય તો મને કહેજો, કાલથી આ લેખમાળા લખવાનું બંધ કરીશ. (નમ્રતા પણ જરુરી છે, અે મને ખ્યાલ છે.)
* પ્રજા સાથે છળકપટ કરવા બદલ આભાર. પ્રભુ સૌને માફ કરે.
લી.
એક સમયનો આપનો સાચો ચાહક (તમે સાચા હશો, ત્યાં હજુ રહીશ),
ડો.માસુંગ દોસ્ત
—————————————-
Note-1 છળકપટ લેખમાળાના વધુ એક મહત્વના ભાગની રાહ જોવો.
—————————————-
Note-A-1:
11 નવેમ્બર-2016 પછી મે કેટલાક અખબારમાં વાંચ્યું કે, ‘‘શંકરભાઈએ બનાસબેંકના ચેરમેન પદનો ત્યાગ કર્યો.’’ ત્યારે મને એક સામાન્ય ખેડૂતના દિકરા તરીકે દુ:ખ થયું હતું. કેમ કે મુશ્કેલ સમયે કાયમ તમારા પડછાયાની જેમ રહેનાર અણદાભાઈ પટેલ(થરા)ને જો તમે બનાસબેંકના ચેરમેન બનાવ્યા હોત, તો એ તમારી ‘ત્યાગની ભાવના’ સાચી સાબિત થઈ હોત. પણ તમે ‘ગોઠવણ’ના ભાગરુપે અન્યોને ચેરમેન બનાવ્યા. અહીંયાથી, તમે તમારી લોકપ્રિયતા ગુમાવવા માંડ્યા. શ્રી એમ.એલ.ચૌધરી સાહેબને વંદન કરું છું. એ ખૂબ સારા અને સજ્જન માનવી છે. પણ અણદાભાઈનું ઋણ ઉતારવાની તમે તક ગુમાવી દીધી.
Note-A-2. તમે જિલ્લાના રાજનીતિ-પટ પર ગંજીફાની રમતની જેમ ‘કાળીનો સત્તો ચોકટની રાણીને કાપી નાંખે’ તેવી રમત રમો, અમને કોઈ વાંધો નથી. તમારે કોને આગળ લાવવા અને કોને સાઈડલાઈન કરવા, એ તમારી અંગત બાબત છે, અમને કોઈ વાંધો નથી. તમે રાજકીય રીતે શું નિર્ણય કરો છો, એ તમારો અધિકાર છે. પણ દૂધઉત્પાદકોનો પ્રશ્ન આવે તો સૌનો પ્રશ્ન છે.
——————————————
છળકપટ ભાગ-4:
* મને જીવંત માણસોમાં રસ છે. ‘ચૌધરીવાદ’ની આગ ખૂબ ભયાનક છે,એ અન્યોને નહીં, ખુદને બાળી નાખે છે, એ 7 મહિલા પુરાવર થયું છે. એની વે ! આપણે મન મુળ મુદ્દો મહત્વનો છે.
* એક વર્ગ ગાંધીજીને આજે પણ ખોટા ઠેરવે છે. એમ કદચ, કેટલાકને શ્વેતક્રાંતિના જનક ડો.વર્ગિસ કુરિયનની વાત હું લખું પછી ખોટી લાગશે, કેમ કે એ લોકોને ‘બ્લેક કલર’ના ચશ્મા પહેરાવવામાં આવ્યા છે.
* બનાસકાંઠામાં મેડિકલ કોલેજ આવી આવકાર્ય છે.(પણ એનો બીજો વિકલ્પ હતો, એ આગળની લેખમાળામાં વાંચજો) પણ દૂધઉત્પાદકોના ભોગે નહીં. ડો.વર્ગિસ કુરિયને સ્પષ્ટ કહ્યું હતું કે, ‘‘હું દૂધવાળો છું અને મારી ફરજ છે કે માતા-બહેનો, ખેડૂતો અને દૂધઉત્પાદકોના હિતનો ખ્યાલ રાખવો. દૂધઉત્પાદન સંસ્થાઓ એ ફક્તને ફક્ત ખેડૂતો-દૂધઉત્પાદકોની સુખાકારીને લગતી જ પ્રવૃતિ કરવી જોઈએ અને એ સંસ્થાના ‘ચોકીદારો-કર્તાહર્તા’એ અન્ય પ્રવૃતિમાં રસ દાખવવો જોઈએ. (જેમને ખબર ન હોય એ ડો.કુરિયનનું ‘મારું સ્વપ્ન’ પુસ્તક વાંચવું.)’’
* આ મેડિકલ કોલેજ પણ ડો.કુરિયનના સિદ્ધાંતની વિરોધની પ્રવૃતિ છે. લોકોના આરોગ્યની બાબત તો રાજ્ય સરકારનો વિષય છે અને એ કોઈ પણ આરોગ્યમંત્રીને ખબર જ હોય !
* જેમને ખોટું લાગવું હોય તો લાગે, એ એમને પ્રશ્ન છે. પણ 3 લાખ દૂધઉત્પાદકના હિત માટે સાચી વાત કહેવી એ ગુનો નથી અને જો ગુનો હોય તો એ મે કર્યો છે. ગલબાકાકાના નામ સાથે જે છળકપટ કર્યું છે એ યોગ્ય છે ? સત્તાધીશો જણાવે કે આ પ્રવૃતિથી દૂધઉત્પાદકોને કેટલો ફાયદો છે ? (તમામ તજજ્ઞોના મતે આ એકમની સ્થાપના અયોગ્ય છે.)
(Note: ‘છળકપટ લેખમાળા’ના વધુ એક ભાગની રાહ જુઓ.)હતી