પંજાબ નેશનલ બેન્કમાં કરાયેલા કરોડો રૂપિયાના સ્કેમમાં કેન્દ્રની ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન અને ગુજરાતના બનાસકાંઠાના સાંસદ હરિ ચૌધરીનું નામ સામે આવ્યું ત્યારે CBIના અધિકારીએ વિપુલ ઠક્કર નામના દલાલનો ઉલ્લેખ કર્યો છે. વિપુલ ઠક્કર દર અઠવાડિયએ વિદેશ જતો હતો. તે વિદેશ જતો ત્યારે ત્યાં શું કરતો હતો તે અંગે ગુજરાત સરકારે આજ સુધી તપાસ કરી નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કચેરીની નજીક જ વિપુલ ઠક્કર બેસતો હતો. જે રૂપાણી સરકારના મત્સ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ છે. જે વર્ષોથી સોલંકીની કચેરીમાં કામ કરે છે. તે 21 નવેમ્બર 2018ના દિવસે પણ તેની કચેરીએ હાજર થયો નથી. તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
CBIના DIG મનોજ કુમાર સિન્હા દ્વારા આરોપ મુક્યા છે કે, હરિ ચૌધરીએ હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સના પાસેથી રૂ.2 કરોડ રૂપિયાની લાંચ લીધી છે. વિપુલ ઠક્કર અમદાવાદમાં રહે છે. પરસોત્તમ સોલંકીની તબિયત લાંબા સમયથી ખરાબ હોવાથી સરકારની તમામ ફાઈલો પર સોલંકીને સહી લેવા માટે તેમના ગાંધીનગરના બંગલે જતો હતો. જેણે આ લાંચ લઈને હરી ચૌધરીને આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કોણ છે વિપુલ ઠક્કર ?
વિપુલ ઠક્કરે રૂપાણી સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. કેંદ્ર સહિત રાજ્યના ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો લાવવા માટે તે નિમિત્ત બની ગયો છે. ભાજપ સરકાર દ્વારા હંમેશા પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા દાવો કરવામાં આવે છે કે, અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ પણ આરોપ નથી અને કરપ્શન મુક્ત સરકાર છે, ત્યારે હવે આ નામો સામે આવ્યા બાદ હવે ગુજરાતની સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.
CBIના અધિકારીએ દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર મંત્રી એવા હરિ ચૌધરીએ જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં રૂ.2 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. જે ઠક્કરે સ્વિકારી હતી.
વિપુલ ઠક્કર વહીવટદાર ?
ભાજપના નેતા હરી વતી અમદાવાદમાં નાણા લેનારા વિપુલ નામનાં શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે. પસોત્તમ સોલંકીની સ્વર્ણિમ સંકુલ 2ની કચેરીમાં જ બેસે છે. પોતાનું નામ બહાર આવ્યા બાદ વિપુલ પણ ‘લાપતા’ થઇ ગયો છે. સ્વર્ણિમ-૨ સંકુલમાંથી તેના નામની નેમપ્લેટને પણ દૂર કરી દેવાઇ છે. 21 નવેમ્બર 2018માં પણ વિપુલની ચર્ચા સવારથી શરૂ થઈ છે.
છેલ્લા 10 વર્ષથી પ્રધાન પરસોત્તમ સોલંકી સાથે જોડાયેલો છે. વિપુલ પાલનપુરનો હોવાથી અને હરિભાઈ પણ પાલનપુર નજીકના હોવાથી તે હરીભાઈની નજીક આવી ને તેમનો વિશ્વાસુ બની ગયો હતો. હરીભાઈના પુત્ર સાથે તેને સારી એવી દોસ્તી છે. વિપુલ ઠક્કર દર અઠવાડિયે વિદેશનો એક પ્રવાસ કરે છે. શનિવારે તે વિદેશ જાય અને રવિ કે સોમવારે તે પરત આવી જતો હતો. જો કેન્દ્ર સરકાર આ અંગે તપાસ કરશે તો તેમાં વિપુલની પણ ઉલટ તપાસ થઈ શકે છે જેમાં કેટલાંક રાજકારણીઓ, પ્રધાનો અને અધિકારીઓના નામ પણ ખુલી શકે છે. તે અનેક અધિકારીઓ અને રાજકીય નેતાઓનું લાયેઝન કરી આપે છે.
તેની નિયુક્તિ કોણે આપી હતી
વર્ષ 2005માં સોલંકીના અંગત મદદનીશ મણીયાર બાદ વિપુલ ઠક્કર આવ્યો હતો. પ્રધાન સોલંકીએ તેને કારકુન તરીકે પોતાની કચેરીમાં બેસાડી દીધો હતો. પછી તેને 2013માં અધિક અંગત મદદનીશ તરીકે પ્રમોશન આપ્યું હતું. જોકે, કોઈ પ્રધાનના અંગત મદદનીશ બનવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભલામણ હોય તો જ તે બની શકે છે. તે સરકારી અધિકારી ન હોવા છતાં સોલંકીની કચેરીમાં અલગ કચેરી ધરાવતો હતો. સોલંકી મોટા ભાગે પોતાની કચેરીમાં આવતાં નથી. જેનો તેણે ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો. પરસોત્તમ સોલંકી પણ તેમની આ પ્રવૃત્તિ સારી રીતે જાણતાં હતા. તેમ છતાં તેને ચાલુ રાખ્યો હતો. વિપુલ ઠક્કર મૂળ રાધનપુરના વડલાણા- અલ્લાહબાદનો છે અને અમદાવાદમાં રહે છે. તેને પણ સંઘની ભલામણથી જ આ પદ મળ્યું હતું.