ભાજપના બાબા રામદેવે સુરત આવી મોદીની તરફેણ કરી

બાબા રામદેવ – સ્વામી રામદેવ તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ – વરાછા રોડ ખાતે પતંજલીની દુકાનના ઉદ્ધઘાટનના બહાને ફરી એક વખત ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા આવી પહોંચ્યા હતા. બાબાના આશ્રમો ઊભા કરવામાં સુરતના લોકોએ અબજો રૂપિયા આપ્યા છે. તેમનો પ્રથમ આશ્રમ હરિદ્વારમાં છે તેના તમામ દાતા સુરતના છે. ત્યારે તેઓ હવે સુરતમાં આવીને સુરતીઓને મોદીને મત આપવાનું આડકતરું આહવાન કરીને કહ્યું તે જેમના હથમાં દેશ સુરક્ષિત છે તેને મત આપો. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી રામદેવ પોતે બ્લેક કેટ કમાંડો લઈને પોતાના આશ્રમમાં ફરે છે. બાબા રામદેવ ભાજપના સમર્થક રહ્યાં છે અને 2014ની ચૂંટણીમાં બાબા રામદેવે નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપવા અપીલ કરી હતી. પોતે જ સલામત નથી ત્યાં તેઓ દેશની સલામતીની વાત કરીને મતદારોને ભ્રમિત કરી રહ્યાં છે. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે રામજેવ ભાજપનો આડકતરો પ્રચાર કરવા માટે આવી પહોંચે છે. તેઓ સ્વદેશીના નામે હવે મોટા બિજનેશમેન બની ગયા છે. રાજકારણને પણ તેઓ બિજનેશ માનતાં હોય એવા નિવેદનો કરી રહ્યાં છે.

લોકસભાનની રાજનીતિના યુદ્ધમાં રાષ્ટ્રનું મંગળ હોવું જોઈએ. જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જોઇએ. ચૂંટણીને રાજધર્મ તરીકે જોવો જોઈએ. રાજનીતિનું ગણિત અલગ છે. હું માનું છું કે, રાજનીતિના પુરા યુદ્ધમાં રાષ્ટ્રનું મંગળ હોવું જોઈએ. જેની નીતિ પવિત્ર હોય તેને સત્તામાં લાવવા જોઇએ. જેના હાથમાં દેશ સુરક્ષિત હોય એને લાવો. વોટિંગ કરવા જાવ ત્યારે વિચારજો કે કોના હાથે દેશનો વિકાસ થશે.

બાબા રામદેવે સુરતના વરાછા ખાતે પતંજલિની કપડાંની એક્સક્લુઝિવ બ્રાન્ડ લોન્ચ કરી હતી.  સ્વેદશીકરણ અંતર્ગત સ્વદેશી કપડું અને આપણા દેશની ફેશનને પ્રોત્સાહન આપવાનો છે. બાબાના શો રૂમમાં કપડાંની 3500થી વધુ વેરાઇટીઝ ઉપલબ્ધ છે. જેમાં લેડિઝ-જેન્ટ્સ તેમજ કિડ્ઝના એથનિક વેર, ફોર્મલ વેર, ઇન્ડો વેસ્ટર્ન, કેઝ્યુઅલ વેર, યોગ એન્ડ સ્પોટર્સ વેર, એસેસરિઝ અને લગ્ન તથા સગાઇ પ્રસંગો માટેના ડિઝાઇનર વેર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રામનવમી સુધી દરેક પ્રોડક્ટ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ રહેશે.

વેપારી બાબા

પતંજલિની શરૂઆત એક આયુર્વેદિક દવા બિઝનેસના રૂપમાં આવી હતી, જોકે કેટલાક વર્ષોમાં કંપની એફએમસીજી ક્ષેત્રની મોટી ખેલાડી બની ગઇ છે. કંપનીએ આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન 20,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. હાલ પતંજલિનું વાર્ષિક ટર્નઓવર લગભગ 10,000 કરોડ રૂપિયા છે. જો કે ગત વર્ષે જીએસટી અને ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કમાં નબળાઇના લીધે કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અગાઉ બાબાએ શું કહ્યું હતું   ?

બાબા રામદેવે જણાવ્યું હતું કે, આજથી 25 વર્ષ પહેલાં સુરતમાંથી યોગનું આંદોલન શરૂ થયું હતું, અને દેશની સૂરત બદલાઈ હતી. ગુજરાત મારી યોગની કર્મભૂમી છે. ત્યારે અહીં જ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પાંચ લાખ લોકોથી વિશ્વ વિક્રમ સ્થાપશે. લોકો પૂછે છે અચ્છે દિન ક્યારે આવશે? હું કહું છે યોગ અને ઉદ્યોગથી એટલે કે આધ્યાત્મ અને આર્થિક પ્રગતિ એક સાથે થશે ત્યારે જ દેશ જ નહીં દુનિયાની પ્રગતિ થશે. બેંકોને ઇમાનદારીપૂર્વક ઉદ્યોગપતિઓની મદદ કરવી જોઇએ, ના કે વિજય માલ્યા જેવા લોકોની.

તો મોદી 2019માં નહીં જીતે

બાબએ અગાઉ કહ્યું હતું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ જો મોંઘવારીની આગને ન કાબુ કરી તો 2019માં તેમણે આ ઘણું મોંઘું પડશે. મોંઘવારી મારમાં આપણે ડીઝલ-પેટ્રોલને સસ્તા કરવા એ સરકારના હાથમાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં  ટેક્સ ખત્મ કરી દેવાય તો આજે પણ રૂ.40માં ડીઝલ-પેટ્રોલ મળી શકે છે. મોદીજી હાલ સલામત છે, ન તે બહેરા છે, ન તે ગુંગા છે, મને લાગે છે તે જરૂર સાંભળી રહ્યા છે. 2019ના મહાસંગ્રામને બહુ સમય નથી. તે પહેલા તેમને મોંઘવારીની આગને કાબૂમાં લાવવી પડશે. નહીં તો તેમને આ આગ ઘણી મોંઘી પડશે.

મહિલાના આરોપો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણી ઝડપથી વાયરલ થયો હતો. જેમાં મહિલાએ પોતાને તબીબ મીરા હોવાનું કહે  છે. હરિદ્વારની છે અને તેનું નામ ડોક્ટર મીરા છે. રામદેવ તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ સાથે તે પતંજલી આયુર્વેદની પ્રોડક્શન યૂનિટમાં કામ કરતી હતી. યોગ ગુરુ રામદેવ પર કથિત રીતે ઘણા ગંભીર આરોપો લગાવે છે. આ મહિલા રામદેવ પર ગુરુ રાજીવ દીક્ષિતની હત્યાનો પણ આરોપ લગાવી રહી છે. હું ખુદ સંત બનવા માગતી હતી, ધર્મના માર્ગ પર શંકરાચાર્યની જે પ્રતિષ્ઠીત પરંપરા રહી તેને આગળ વધારવા પોતાના દેશને વિશ્વમાં નામ આપવા માગતી હતી. પણ જે દર્દ જોયું, જે સંતના નામે પણ ભયાનક સ્થિતિ જે પશુતા જોઈ તેને હું શબ્દમાં નથી વર્ણવી શકતી. અપરાધીઓએ ધર્મનો ખેસ પહેરી, સાધુનો વેશ પહેરી પુરા દેશને બરબાદ કરવામાં લાગ્યા છે. તેણે રામદેવના કથિત કષ્ટોની ફરિયાદ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 44 પાનાનો પત્ર પણ લખ્યો છે. તેના માટે મેં ઘણા મીડિયા ચેનલોનો પણ સંપર્ક કર્યો હતો. પણ રામદેવએ તમામ મીડિયાને ખરીદીને રાખ્યા છે. મેં રામદેવ વિરુદ્ધ અદાલતમાં કેસ દાખલ કર્યા, જેમાંથી બે ગાયબ થઈ ગયા અને એક ચાલે છે. તે દેશને સ્વદેશનીના નામે લૂટવા માટે કોઈપણ હદે જઈ શકે છે, તે ખુદ વુડલેન્ડના જુત્તા પહેરે છે.

રામ મંદિર બનાવો

રામદેવે અગાઉ કહ્યું હતું કે જો રામ મંદિર નહી બને તો દેશની પ્રજાનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી જશે. લોકતંત્રમાં સૌથી મોટું મંદિર સાંસદ છે અને મોદી સરકાર મંદિર નિર્માણને લઈને અધિનિયમ લઇ શકે છે. કરોડો લોકોની ભાવના હોવા છતાં પણ જો મંદિર નહિ બને તો લોકોનો ભાજપ પરથી ભરોસો ઉઠી જશે. જે પાર્ટી માટે સારી બાબત નથી. ભગવાન રામ એ રાજકારણનો વિષય નથી પરંતુ દેશનું ગૌરવ છે.

હું પેટ્રોલ વેંચીશ

પતંજલિ આયુર્વેદના સંસ્થાપક અને યોગગુરૂ બાબા રામદેવે એફએમસીજી સેક્ટરમાં હાથ અજમાવ્યા બાદ પેટ્રોલિયમ સેક્ટરમાં ઉતરવાનું મન બનાવી રહ્યાં છે. જો તેમને તક મળે તો તેઓ દેશવાસીઓના હિતમાં સસ્તુ પેટ્રોલ-ડીઝલ વેચશે. તેઓ જીન્સ પણ બનાવી રહ્યાં છે. તૈયાર કપડા બનાવી રહ્યા છે. આમ આયુર્વેદ અને બીજી એવી સેંકડો પ્રોડક્ટ છે જે ભારચતના જ સ્વદેશી ઉદ્યોગકારો બનાવે છે, તેઓ કોઈ વિદેશી નથી. આ ઉદ્યોગો હવે બાબાના કારણે મંદીમાં આવી ગયા છે અથવા તેઓ બંધ કરી રહ્યા છે. બાબા સ્વદેશીના નામે પોતાની દુકાન ચલાવી રહ્યાં છે. બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે દૂધ, દહીં, છાશ સહિતની પાંચ મિલ્ક પ્રોડક્ટ બજારમાં ઉતારી છે.

વડાપ્રધાન કોણ બનશે તે કહેવું મુશ્કેલ છે

25 ડિસેમ્બર 2018માં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો ભાજપ વિરોધી અને કોંગ્રેસ તરફી આવ્યા પછી યોગગુરૂ બાબા રામદેવે તમિલનાડૂમાં કહ્યું હતું કે દેશમાં રાજકીય વાતાવરણ અત્યંત મુશ્કેલ છે. હાલમાં કહી શકાય એમ નથી કે, આગામી વડાપ્રધાન કોણ બનશે. ના મદુરૈમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધતા બાબા રામદેવે તટસ્થ નિવેદન આપ્યું હતું. અમારો હેતુ સાંપ્રદાયિક કે હિન્દુ ભારત બનાવવાનો નથી, પરંતુ અમે ભારત અને દુનિયાને આધ્યાત્મિક બનાવવા ઇચ્છીએ છીએ. આજે રૂપિયો નબળો નથી પડ્યો, પરંતુ વિશ્વમાં ભારતની શાખ નબળી પડી છે. ડોલરની મજબૂતાઇને લીધે વિદેશી કંપનીઓ ભારતમાં પૈસા કમાઇને પોતાના દેશમાં લઇ જઇ રહી છે.

બોલ બદલાયા

26 ડિસેમ્બર 2018માં બાબએ કહ્યું હતું કે,  આગામી વડાપ્રધાન કોણ હશે? તેમ પૂછતા તેમણે કહ્યું કે હું તે અંગે કંઇ કહી શકતો નથી. મદુરાઈમાં લોકસભા ચૂંટણી અંગે રામદેવે મોટું નિવેદન કરીને કહ્યું કે રાજકારણની સ્થિતિ ખૂબ જ દુવિધાપૂર્ણ છે. આપણે કહી શકતા નથી કે આગામી વડાપ્રધાન કોણ હશે ? અમારું લક્ષ્ય સાંપ્રદાયિક કે હિન્દુ ભારત બનાવવાનું નથી. પરંતુ એક આધ્યાત્મિક ભારત અને આધ્યાત્મિક વિશ્વ બનાવવાનું લક્ષ્ય છે. બાબા રામદેવે પોતાના નિવેદનના માધ્યમથી દેશના એ રાજકારણનું ચિત્ર દેખાડવાની કોશિષ કરી જેમાં કૉંગ્રેસનો જનાધાર એક વખત ફરીથી વધી રહ્યો છે. કૉંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ હિન્દી પટ્ટીના ત્રણ મુખ્ય રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી. ભાજપને આ ત્રણેય રાજ્યોમાં સત્તામાંથી બેદખલ થવું પડ્યું છે.