હળવદના રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામલે કોગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા જેલમાં છે, ત્યારે આજ કૌભાંડમાં સંડોવાયેલા મોરબી ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહીલ અને મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભ પટેલની ગુજરાતની પોલીસ હજુ ધરપકડ કરી શકી નથી. ભાજપના આ બન્ને નેતાઓ આજે પણ મોરબી અને હળવદમાં ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. અદાલત દ્વારા ભાજપના આ બન્ને નેતાઓને ભાગેડુ જાહેર કર્યા હોવા છતાં તે બન્ને પોલીસની સામે જ ફરી રહ્યાં છે.
ઘનશ્યામ ગોહીલ દ્વારા ભ્રષ્ટાચાર કરવા અને નાણા પડાવવા માટે ભાજપના કમળ નિશાન વાળા લેટર પેડનો ઉપયોગ કર્યો હતો. જેના પર લખ્યું હતું કે, સૈનો સાથ સૈનો વિકાસ. આ લેટર પેડ પર રૂપાણી સરકરાના રાજય કક્ષાના પ્રધાન પરબત પટેલને પત્ર લખવામાં કર્યો હતો. જો કંઈ ન થાય તો તેમની સરકારના જ પ્રધાન સામે ઉપવાસ પર બેસવાની ધમકી આપી હતી. પછી તેમણે તોડ કર્યો હતો.
કચ્છના નલિયા કાંડની જેમ જ પાર્ટી સિમ્બોલ અને લેટર પેડનો ગેરઉપયોગ કરનાર માટે કોઈ શિક્ષાત્મક પગલા આજ સુધી ભાજપના પ્રમુખે લીધા નથી. કાર્યકરો કહી રહ્યાં છે કે, પ્રદેશ પ્રમુખ પોતે ઘટનામાં ધ્યાન આપી પક્ષના શિસ્ત માટે દાખલો બેસાડશે
ભુતકાળમાં કરોડોની ખનીજ ચોરી બાબતે અને હળવદ માર્કેટીંગ યાર્ડનુ કરોડોનુ શેષ કૌભાંડ કર્યું હોવા છતાં ભાજપે કોઈની સામે પગલાં લેવા દીધા ન હતા.
ભ્રષ્ટાચારી નેતાઓ ખૂલ્લેઆમ ફરતાં હોવાથી ભાજપના સંગથનના નિષ્ઠાવાન લોકોનું મોરલ તૂટે છે. પૂર્વ રાજય મંત્રી જયંતિ કવાડીયા કેમ પ્રોત્સાહન આપે છે તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.