ભાજપના મહામંત્રી સામે કેમ તપાસ થતી નથી  ?

મોરબી જિલ્લામાં સિંચાઈના કામોમાં થયેલાં વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની લેવડ દેવડ અંગે સરકારમાં ફરિયાદ કરવામાં આવી છે. હળવદમાં રહેતાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહેલ  સામે ફરિયાદ થઈ છે તે પૂર્વ રાજ્ય પ્રધાન જયંતિ કવાડિયાની નજીકનાં તેમજ જીલ્લાના પદાધિકારીના નજીકના હોવાથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી.

ચાલીસ થી પચાસ લાખનો બે નંબરનો વહીવટ ઘનશ્યામ ગોહેલે કરેલો હોવાનું બહાર આવ્યું છે. છતાં તેમની તપાસ અધિકારી દ્વારા કરવામાં આવતી નથી.  કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ થઈ શકે છે પણ ઘનશ્યામ ગોહેલની સામે પગલા પોલીસ લેતી નથી. કારણ કે ઘનશ્યામ ગોહેલ ભાજપના મહામંત્રી છે.

આ તપાસ પ્રકરણમાં મોરબી તાલુકા, ટંકારા તાલુકા, માળિયા (મી.) તાલુકા તેમજ મોરબી જિલ્લાનાં અનેક ગામોમાં થયેલ ગે૨રીતીની તપાસ થતી નથી. તેથી આ મામલે યોગ્ય તપાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગણી કરી છે.